![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/8-1-1024x576.jpg)
એક્વસ પ્રાઇવેટ લિમિટેડ (એક્વસ) અને બ્રાઝિલિયન હોમવેર પ્રોડક્ટ્સ કંપની ટ્રામોન્ટિનાએ ભારત તથા વિદેશમાં ગ્રાહકો માટે કૂકવેર તથા અન્ય કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સંયુક્ત સાહસની આજે જાહેરાત કરી હતી.નવું 50:50 સંયુક્ત સાહસ એક્વસ કૂકવેર પ્રાઇવેટ લિમિટેડ (એસીપીએલ) હુબ્બલી ડ્યુરેબલ્સ ગુડ્સ ક્લસ્ટર (એચડીસી) ખાતે એક્વસના ઉત્પાદન એકમો ખાતે કૂકવેરનું ઉત્પાદન કરશે. બ્રાઝિલમાં મુખ્યમથક ધરાવતા હોમવેર પ્રોડક્ટ્સ સમૂહ ટ્રામોન્ટિના માટે અમેરિકાની બહાર આ એકમાત્ર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.મેક ઈન ઈન્ડિયાના સ્પર્ધાત્મક લાભનો લાભ લેતા આ સંયુક્ત સાહસ કૂકવેર ઉદ્યોગમાં ટ્રામોન્ટિનાના દાયકાઓના નેતૃત્વ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ તથા ઉત્પાદનમાં અનુભવ સાથે એક્વસની ચોક્સાઇપૂર્વકની ઉત્પાદન ક્ષમતાઓને એક કરે છે. આ ઉપરાંત, આ સંયુક્ત સાહસ વ્યાપક, વન-સ્ટોપ મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરા પાડતી એચડીસી ખાતેની 400 એકર કન્ઝ્યુમર ઇકોસિસ્ટમથી લાભ મેળવશે.એક્વસના ચેરમેન અને સીઈઓ શ્રી અરવિંદ મેલ્લીગેરીએ જણાવ્યું હતું કે અમે ભારતમાં કૂકવેર મેન્યુફેક્ચરિંગના તેમના 100 કરતા વધુ વર્ષોના અનુભવ લાવવા તતા ટ્રામોન્ટિના સાથે ભાગીદારી કરતા રોમાંચિત છીએ. આ સહયોગ અમારી ક્ષમતાઓનું પ્રમાણ છે અને અમે આ સંયુક્ત સાહસને સાથે મળીને ભારતથી કૂકવેર ઉત્પાદનમાં લીડર તરીકે સ્થાપવાનો ઉદ્દેશ રાખીએ છીએ. પ્રીમિયમ કૂકવેર માટેની વધતી વૈશ્વિક માંગ અભૂતપૂર્વ તક રજૂ કરે છે અને આ ભાગીદારી અમને સ્થાનિક તથા વૈશ્વિક બંને બજારોમાં સેવાઓ પૂરી પાડવા માટે સ્થિત કરે છે. એક્વસની ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને ટ્રામોન્ટિનાની વૈશ્વિક ક્ષમતા સાથે સંકલિત કરીને અમે નવીનતા, કાર્યક્ષમતા તથા સ્કેલને આગળ વધારીને વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સ પૂરી પાડીશું.ટ્રામોન્ટિનાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન શ્રી એડ્યુઆર્ડો સ્કોમાઝોને જણાવ્યું હતું કે “અમે એક્વસ સાથેના આ સંયુક્ત સાહસથી ખુશ અને ઉત્સાહિત છીએ. ભારતીય બજારમાં વધુ અસરકારક હાજરીને સક્ષમ કરવા ઉપરાંત હુબ્બલી એકમથી અમે અત્યંત સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ સાથે વૈશ્વિક બજારમાં સેવાઓ પૂરી પાડીશું.”આ સંયુક્ત સાહસમાં રૂ. 800 મિલિયન સુધીનું રોકાણ છે.113 વર્ષથી વધુનો ઉત્પાદન અનુભવ ધરાવતી વૈશ્વિક બ્રાન્ડ ટ્રામોન્ટિના 120થી વધુ દેશોમાં વેચાતા 22,000 થી વધુ કિચનવેર અને ઘરગથ્થુ સામાનનો પોર્ટફોલિયો ધરાવે છે. તેની કિચનવેર શ્રેણીમાં વાસણો, સાધનો અને ઉપકરણોનો સમાવેશ થાય છે.ટ્રામોન્ટિનાએ ગયા વર્ષે ઓમ્નીચેનલ રિટેલ વ્યૂહરચના સાથે ભારતમાં પ્રવેશ કર્યો હતો જે દેશમાં તેની પ્રોડક્ટ્સના વ્યાપક વિતરણ માટે જનરલ કોમર્સ, મોર્ડન રિટેલ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મનો લાભ લેવા માંગે છે. શરૂઆતમાં, સ્થાનિક માંગને પહોંચી વળવા અને એશિયામાં બજાર હિસ્સો વધારવાના લક્ષ્યાંક સાથે, ભારતીય ગ્રાહકો માટે 130થી વધુ નવી આઇટમ્સ ખાસ વિકસાવવામાં આવી હતી, જેમાં નાઇફ, એસેસરીઝ અને રસોડાનાં વાસણોની શ્રેણી લોન્ચ કરવામાં આવી હતી.