![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/9-3-1024x768.jpeg)
વિશ્વ ઉમિયા ધામ જાસપુર સંચાલિત વાઈબ્સ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક)ના ઈસ્ટ ઝોનના વિવેકાનંદ ચેપ્ટરના 25 કરતા વધુ મેમ્બર દ્વારા જેતલપુર નજીક નાઝ ગામમાં અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ બાળકોની હોસ્ટેલમાં જ્યાં 35 દિવ્યાંગ બાળકો અને અન્ય 130 બાળકોને ફ્રુટ એન્ડ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.વાઈબ્સના અલગ અલગ ચેપ્ટર દ્વારા સમાજને પ્રોત્સાહન મળે એ માટે વૃક્ષારોપણ, અંધજન મંડળમાં આર્થિક સહાય, શિયાળાની ઋતુમાં ગરીબ લોકોને ધાબળા વિતરણ, બહેરા-મુંગા લોકોને સહાય જેવા અનેક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે.