![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/16-1-1024x576.jpg)
પ્રેમના સપ્તાહમાં એન્ડટીવી મનોરંજક અને હાસ્યસભર વાર્તા સાથે દર્શકોના ચહેરા પર સ્મિત લાવવાનું વચન આપે છે. હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહ વેલેન્ટાઈન્સ ડે પર રાજેશ સાથે મુશ્કેલીમાં મુકાય છે. દરમિયાન ભાભીજી ઘર પર હૈમાં તિવારી અને વિભૂતિ એકબીજાની પત્નીઓ સાથે વેલેન્ટાઈન્સ ડે મનાવવા માટે સર્વ હદ પાર કરે છે. એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટન વિશે હપ્પુ સિંહની ભૂમિકા ભજવતો યોગેશ ત્રિપાઠી કહે છે, રાજેશ (ગીતાંજલી મિશ્રા) વેલેન્ટાઈન્સ ડે ગિફ્ટ તરીકે નવ લાખ રૂપિયાનો હીરાનો હાર લાવવા માટે આગ્રહ કરે છે. બેની (વિશ્વનાથ ચેટરજી) ચોરને પકડીને લાંચ તરીકે હાર લેવા માટે હપ્પુને આઈડિયા આપે છે. હપ્પુ માની જાય છે. તે ચોરને પકડે છે અને તેની પાસે લાંચ તરીકે હાર લે છે. જોકે હાર કમિશનર (કિશોર ભાનુશાલી)ની પત્નીનો હોવાથી મુશ્કેલી વધે છે. રાજેશ સચ્ચાઈથી અજાણ પોલીસ સ્ટેશન સહિત સર્વત્ર હાર પહેરીને ફરે છે. અચાનક કમિશનર આવે છે. હપ્પુ હેમખેમ સ્થિતિ સંભાળી લે છે, પરંતુ પછીથી કમિશનરની પત્ની રાજેશના ગળામાંનો હાર ઓળખી કાઢે છે અને તેના પતિને જણાવે છે. કમિશનર હપ્પુને જવાબ પૂછે, જે કશું પણ ખોટું કર્યું નથી એમ કહે છે. બેની સમાધાન સૂચવે છે કે તેમણે જ્વેલર પાસે જઈને નકલી હાર બનાવડાવી લેવો જોઈએ. હપ્પુ તે પછી અસલી હાર કમિશનરને પાછો આપી શકે અને નકલી રાજેશને. જોકે તેઓ જ્વેલર પાસે પહોંચે છે ત્યારે તે વધુ પડતા શરાબ સેવનને લીધે બેભાન થઈ ગયેલો હોય છે. દરમિયાન મનોહર (નીતિન જાધવ) હપ્પુને જાણ કરે છે કે ચોર પકડાઈ ગયો છે. ભયભીત હપ્પુ મનોહરને ચોરની પૂછપરછ નહીં કરવા કહીને પોતે પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. જોકે કમિશનર આક્રમક રીતે ચોરની પૂછપરછ શરૂ કરે છે. હપ્પુ સ્થિતિ સંભાળી લેવા મથામણ કરે છે, જ્યારે બીજી બાજુ બેની જ્વેલરને જગાડવા માટે કોશિશ કરે છે, પરંતુ તે ભાનમાં આવતો નથી.’’ એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વર્તમાન વાર્તા વિશે વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવતો આસીફ શેખ કહે છે, “વિભૂતિ (આસીફ શેખ) અને તિવારી (રોહિતાશ ગૌર) પ્યાર કી પ્યાસી નામે રહસ્યમય મહિલા વિશે જાણે છે, જે પોતાની પાસે એવો ઉપાય છે કે જેનાથી કોઈકને પોતાના પ્રેમમાં પાડી શકાય અથવા પોતાના વશમાં લઈ શકાય. આ વિચારથી રોમાંચિત તેઓ મહિલા પાસેથી અલગ અલગ વસ્તુ લે છે. જોકે તેની અસર સક્રિય કરવા માટે વેલેન્ટાઈન્સ ડે પર તેમણે લાલ કપડાં પહેરવાનું આવશ્યક હોય છે. દરમિયાન પોતાને સંસ્કૃતિનો સંરક્ષક તરીકે માનતો ઉમેશ ઉત્પાતી વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરનારને પાઠ ભણાવવાના સમ ખાય છે. કમિશનર (કિશોર ભાનુશાલી) હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને ઉમેશની ધરપકડ કરવાના સિક્રેટ મિશન પર મોકલે છે. ઉમેશને પકડવા માટે હપ્પુ અને મનોહર (નીતિન જાધવ) યુગલનો સ્વાંગ ધારણ કરે છે, જેમાં હપ્પુ મહિલા બને છે, જ્યારે મનોહર તેનો પ્રેમ બને છે. તેઓ બગીચામાં બેસીને પ્રેમી પંખીડા તરીકે નાટક કરતા હોય છે, જેથી ઉમેશનું ધ્યાન ખેંચી શકાય. જોકે ઉમેશ તેમની પાસે આવતો જ નથી. તેને બદલે તે ટીકા (વૈભવ માથુર) અને ટિલ્લુ (સલીમ ઝૈદી)ને પકડે છે અને મારઝૂડ કરે છે, જેની પાછળ સકસેના (સાનંદ વર્મા) કારણભૂત હોય છે. દરમિયાન વિભૂતિ અને તિવારી લાલ રંગના ડ્રેસમાં ઘર તરફ જતા હોય છે ત્યારે ઉમેશ તેમને પકડીને ધુલાઈ કરે છે. આ પછી તેમના સંબંધિત ઘરોમાં તેઓ એકબીજાની પત્નીઓને વસ્તુ પહેરવા માટે કહે છે. વિભૂતિ અંગૂરી (શુભાંગી અત્રે)ને પાયલ આપે છે, જ્યારે તિવારી અનિતા (વિદિશા શ્રીવાસ્તવ)ને લોકેટ આપે છે. બીજા દિવસે અસર જોવા માટે ઉત્સુક તેઓ ઘરે પાછા આવે છે. જોકે મામલો ઊંધો વળાંક લે છે. પ્રેમમાં પડવાને બદલે અનિતા આક્રમક બને છે અને તિવારી પર હુમલો કરે છે, જ્યારે અંગૂરી ગુસ્સામાં વિભૂતિનો પીછો કરે છે. બંને પુરુષ મળે છે ત્યારે પ્રેમ આવીને ચોંકાવનારા સમાચાર આપે છે કે પ્યાર કી પ્યાસી પાગલ બની છે અને તેણે આપેલી બધી વસ્તુઓ ઊલટી અસર કરી રહી છે.’’ જોતા રહો ભીમા રાત્રે 8.30, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 અને ભાભીજી ઘર પર હૈ રાત્રે 10.30, દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર!