Saturday, February 15, 2025
HomeGujaratટીવીએસ મોટર કંપની અને ગુજરાત ટુરિઝમે મોટરસાઇકલિંગ, સાહસ અને સાંસ્કૃતિક વારસાનું મિશ્રણ...

ટીવીએસ મોટર કંપની અને ગુજરાત ટુરિઝમે મોટરસાઇકલિંગ, સાહસ અને સાંસ્કૃતિક વારસાનું મિશ્રણ કરીને રણ ઉત્સવ મનાવ્યો

Date:

spot_img

Related stories

મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા ને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી...

મલ્હાર ઠાકર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં...

સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.1,365...

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી...

ગુજરાત ટાઈટન્સ અને પોકેમોનએ ભાગીદારીમાં અમદાવાદમાં જુનિયર ટાઈટન્સની બીજી...

ગુજરાત ટાઈટન્સે અમદાવાદમાં ‘જુનિયર ટાઈટન્સ સિઝન ટુ’ના ફાઈનલ મેચની...

હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ હેઠળ...

વિશ્વ ગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજજીના શુભાશીષથી હરેકૃષ્ણ મંદિર ભાડજ...

ધરતીનો છેડો ઘર…..

સરિકા ખૂબ જ સરળ સ્વભાવ ધરાવે. માતા પિતાની સેવા...

હરિકથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત...

બાપુએ માનસ ગોદાવરી કથાની શરૂઆત કરતાં કહ્યું કે ભગવાન...
spot_img

ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટ્સમાં કામ કરતી અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર કંપની (ટીવીએસએમ) એ હાલ ચાલી રહેલા રણ ઉત્સવમાં અદ્વિતીય મોટરસાઇકલિંગનો અનુભવ લાવવા માટે ગુજરાત ટુરિઝમ સાથે ભાગીદારી કરી છે. આ સહયોગના ભાગરૂપે કંપનીએ ટીવીએસ રોનિન પર આધારિત બે એક્સક્લુઝિવ રણ ઉત્સવ એડિશન કસ્ટમ મોટરસાઇકલ્સ રજૂ કરી હતી. ભારતના પ્રવાસન સંચાલિત આર્થિક વૃદ્ધિના મુખ્ય ચાલક બળ તરીકે ઓળખાતો આ ફેસ્ટિવલ 2047 સુધીમાં વિકસિત ભારતના વડાપ્રધાનના વિઝન સાથે સંલગ્ન રહેતા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંપરાને આધુનિકતા સાથે ભેળવીને રણ ઉત્સવ એક એવું પ્લેટફોર્મ બની રહ્યો છે જે ભારતના કલાત્મક વારસાને દર્શાવે છે તથા સાંસ્કૃતિક પ્રવાસન થકી ટકાઉ વિકાસમાં યોગદાન આપે છે. આ ભાગીદારી અંગે ટીવીએસ મોટર કંપનીના બિઝનેસ-પ્રીમિયમ હેડ વિમલ સુમ્બલીએ જણાવ્યું હતું કે ટીવીએસ મોટર કંપનીમાં અમે હંમેશા અમારી મોટરસાઇકલ્સ સાથે લાઇફસ્ટાઇલ, એડવેન્ચર અને કલ્ચરને ભેળવવામાં માનીએ છીએ. રણ ઉત્સવ એ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મોટરસાઇકલિંગ વચ્ચે અનોખા સંબંધને દર્શાવવાનો શ્રેષ્ઠ પ્રસંગ હતો. ટીવીએસ રોનિન મોટરસાઇકલ્સની રણ ઉત્સવ એડિશન એ ગુજરાતની વાઇબ્રન્ટ પરંપરાઓને નમન છે જે તેમની ડિઝાઇનમા પ્રાદેશિક કલાત્મકતાને સરળ રીતે સંકલિત કરે છે. આ સહયોગ એ સાંસ્કૃતિક ભાવના સાથે રાઇડિંગના મહત્વની ઊજવણી કરે છે અને ભારતના પ્રવાસન ક્ષેત્રને પ્રાથમિકતા આપવાના વડાપ્રધાનના વિઝન તરફ અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગાંધીનગર સચિવાલય ખાતે પ્રવાસન, દેવસ્થાનમ મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિભાગોના સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે રણ ઉત્સવ ભારતના સૌથી વિશિષ્ટ સાંસ્કૃતિક ઊજવણીઓ પૈકીની એક તરીકે ઊભરી આવ્યો છે જેણે લાખો મુલાકાતીઓને આકર્ષ્યા છે તથા તે વૈશ્વિક મંચ પર ગુજરાતનો સમૃદ્ધ વારસો અને સફેદ રણનો અનોખો વિસ્તાર દર્શાવે છે.2047 સુધીમાં વિકસિત ભારતના વડાપ્રધાનના વિઝનને સંલગ્ન રહેતા આ ફેસ્ટિવલ ગુજરાતના વિકાસને આકાર આપવામાં અને સાંસ્કૃતિક પ્રવાસનને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટીવીએસ મોટર કંપની સાથેનો આ સહયોગ એ દર્શાવે છે કે કેવી રીતે પરંપરા અને આધુનિક કારીગરી સાથે મળીને કંઈક અભૂતપૂર્વ બનાવી શકે છે જે અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. રણ ઉત્સવઃ સંસ્કૃતિ તથા પરંપરાની ઊજવણી ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ રણ ઉત્સવ એ ભારતના સૌથી વધુ ઇચ્છિત પ્રવાસન કાર્યક્રમોમાંનો એક છે. કચ્છના આકર્ષક રણમાં આયોજિત આ ઉત્સવ પ્રદેશની જીવંત પરંપરાઓ, લોક સંગીત, નૃત્ય અને કારીગરીનું પ્રદર્શન કરે છે. 2005માં માત્ર ત્રણ દિવસ માટે પ્રવાસનને વેગ આપવાની પહેલ તરીકે જે શરૂ થયું હતું તે હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, જે વિશ્વભરના મુલાકાતીઓને ચંદ્રમાના પ્રકાશથી ઝગમગતા આકાશ હેઠળ સફેદ રણના જાદુના સાક્ષી બનવા માટે આકર્ષિત કરે છે.

મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા ને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી...

મલ્હાર ઠાકર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં...

સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.1,365...

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી...

ગુજરાત ટાઈટન્સ અને પોકેમોનએ ભાગીદારીમાં અમદાવાદમાં જુનિયર ટાઈટન્સની બીજી...

ગુજરાત ટાઈટન્સે અમદાવાદમાં ‘જુનિયર ટાઈટન્સ સિઝન ટુ’ના ફાઈનલ મેચની...

હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ હેઠળ...

વિશ્વ ગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજજીના શુભાશીષથી હરેકૃષ્ણ મંદિર ભાડજ...

ધરતીનો છેડો ઘર…..

સરિકા ખૂબ જ સરળ સ્વભાવ ધરાવે. માતા પિતાની સેવા...

હરિકથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત...

બાપુએ માનસ ગોદાવરી કથાની શરૂઆત કરતાં કહ્યું કે ભગવાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here