![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/9-4.jpg)
વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસ લિમિટેડે 40 MWhr બેટરી સ્ટોરેજ માટે ઇપીસી કામગીરી માટે કોન્ટિનમ ગ્રીન એનર્જી લિમિટેડ પાસેથી લેટર ઓફ એવોર્ડ (એલઓએ) પ્રાપ્ત કર્યાંની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં વિન્ડ-સોલર હાઇબ્રિટ સાઇટ સ્થિત રહેશે. કુલ પ્રોજેક્ટ ખર્ચ અંદાજે રૂ. 40 કરોડ છે.આ પ્રોજેક્ટ માટે ટેક્નોલોજીમાં લિથિયમ આયર્ન ફોસ્ફેટ (એલએફપી) આધારિત લિક્વિડ-કૂલ્ડ કન્ટેનરાઇઝ્ડ બીઇએસએસ સોલ્યુશનનો ઉપયોગ કરાશે. આ પ્રોજેક્ટ લમ્પસમ ટર્નકી પ્રોજેક્ટ એગ્રીમેન્ટ તરીકે કાર્યરત કરાશે, જેમાં સોલર પ્રોજેક્ટને સિંગલ બેટરી સ્ટોરેજ તરીકે એકીકૃત કરાશે. ડબલ્યુઆરટીએલ એક એકીકૃત ઇપીસી કંપની બનવામાં તેની મુખ્ય ઉપલબ્ધિને ચિહ્નિત કરે છે.વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસ લિમિટેડના ડિરેક્ટર વિરેન દોશીએ કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટ ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જીની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો કરશે તેવી આશા છે. આ સિસ્ટમને એકીકૃત કરતાં અમારો ઉદ્દેશ્ય મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો છે, જે ટકાઉ ઊર્જાની વધતી માગને સપોર્ટ કરે છે. આ રિપિટ ઓર્ડર પ્રાપ્ત કરતાં અમને આનંદ થાય છે, જે અમારા ગ્રાહકોને ડિલિવર કરવાની અમારી ક્ષમતામાં વિશ્વાસ દર્શાવે છે તથા બજેટ મૂજબ અને સમયસર પરિણામો પ્રાપ્ત કરવા માટે અમારા શિસ્તબદ્ધ અભિગમને પ્રકાશિત કરે છે. આ ભાગીદારી ટકાઉ ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે.”કોન્ટિનમ ગ્રીન એનર્જી લિમિટેડના સીઇઓ અરવિંદ બંસલે કહ્યું હતું કે, “આ સહયોગ અમારા ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે અમારા વિન્ડ-સોલર હાઇબ્રિડ રિન્યૂએબલ પ્રોજેક્ટ્સમાં એકીકૃત એનર્જી સ્ટોરેજ સોલ્યુશનની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. અમને વિશ્વાસ છે કે વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ, અમલીકરણ શ્રેષ્ઠતા અને સમયસર ડિલિવરી પ્રત્યે પ્રતિબદ્ધતા, અમને હરિયાળી આવતીકાલના અમારા સહિયારા વિઝનને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.”