Wednesday, February 19, 2025
HomeSportsગુજરાત ટાઈટન્સ અને પોકેમોનએ ભાગીદારીમાં અમદાવાદમાં જુનિયર ટાઈટન્સની બીજી સિઝનનું સફળતાપૂવર્ક આયોજન...

ગુજરાત ટાઈટન્સ અને પોકેમોનએ ભાગીદારીમાં અમદાવાદમાં જુનિયર ટાઈટન્સની બીજી સિઝનનું સફળતાપૂવર્ક આયોજન કર્યું

Date:

spot_img

Related stories

ઓન ટ્રેક એજ્યુકેશન 500+ વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણ માટે સફળતાપૂર્વક...

ઓન ટ્રેક એજ્યુકેશને વિદેશી શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન...

મનુ ગંદાસ ગ્લેડ વન પ્રસ્તુત ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ...

ટાટા સ્ટીલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (પીજીટીઆઈ) અને...

હયાતિ, ગુનાખોરી અને સત્તા! જિયોહોટસ્ટાર પરમિશ વર્મા અભિનિત ‘કન્નેડા’...

1984માં શીખ વિરોધી હુલ્લડની બિહામણી ઘટનામાંથી છટકી ગયા પછી...

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં રૂ.130ની વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદામાં તેજીની...

ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ...

LIC એ “વન મેન ઓફિસ”નું અનાવરણ કર્યું

અમારા સેલ્સ ફોર્સને સશક્ત બનાવવા અને પોલિસીધારકોને 24 x...

એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટે પશુ વિકાસ દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ...

એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટે ભારતના 6 સ્થળોએ 517 સહભાગીઓ સાથે...
spot_img

ગુજરાત ટાઈટન્સે અમદાવાદમાં ‘જુનિયર ટાઈટન્સ સિઝન ટુ’ના ફાઈનલ મેચની સફળતાપૂર્વક ઉજવણી કરી, આ ઉજવણી વિશ્વની લોકપ્રિય બ્રાન્ડ પોકેમોન સાથે તેના પ્રથમ જોડાણ માટે પણ હતી. ‘લેટ્સ સ્પોર્ટ આઉટ’ થીમ સાથે સજ્જ આ ઝુંબેશનો હેતુ 14 વર્ષથી ઓછી વયજૂથના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે પ્રેમ અને ઉત્સુક્તા જાગૃત કરવાનો હતો. સિઝન ટુની ફાઈનલ મેચ અમદાવાદનાં સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ લોયલા હોલ ખાતે યોજાઈ હતી. આ ઈનોવેટિવ ઝુંબેશનું આયોજન ગુજરાતના પાંચ શહેરો જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, પાલનપુર અને આજે અમદાવાદમાં થયુ હતું. જેમાં 106 શાળાઓમાંથી 5000 વિદ્યાર્થીઓની હાજરી સાથે પાંચ શહેરોમાંથી મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા.ગુજરાત ટાઈટન્સ દ્વારા શરૂ આ યુનિક ઝુંબેશ બાળકોને આઉટડોર એક્ટિવિટીમાં ભાગ લેવા પ્રોત્સાહન પૂરુ પાડે છે. તેમજ નાનપણથી જ આઉટડોર સ્પોર્ટ્સ માટે તેમના જુસ્સાને વેગ આપતાં સ્પોર્ટ્સ કલ્ચર સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. આ સિઝનની મુખ્ય વિશેષતા પોકેમોન સાથે ભાગીદારી હતી. જોડાણના ભાગરૂપે બાળકોને તેમના પ્રિય પોકેમોન, પિકાચુને મળવાની અને રોમાંચક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક આપી હતી. જેમાં પ્રોત્સાહક ઈનામો હાંસલ કરવાની તક પણ હતી. પાલનપુર અને અમદાવાદમાં બાળકોને પોકેમોન ગુડી બેગ અને સ્ટીકર્સ વહેંચ્યા હતા. આ ભાગીદારી ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ સીઝનનું વિસ્તરણ કરશે, જેમાં પસંદ કરાયેલા બાળકોને પોકેમોન સાથે લાઇવ મેચ ડેનો અનુભવ કરવાની મંજૂરી મળશે. ગુજરાત ટાઇટન્સના ચાહકોને આગામી ક્રિકેટ સીઝન દરમિયાન લોન્ચ થનારા ડિજિટલ ઇન્ટિગ્રેશન સેટ દ્વારા ટીમના હોમ સ્ટેડિયમ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ફેન ઝોનમાં પીકાચુ સાથે વાર્તાલાપ કરવાની તક પણ મળશે.ગુજરાત ટાઈટન્સના સીઓઓ કર્નલ અરવિન્દર સિંહે જણાવ્યું હતું કે, “અમે આ વર્ષે જુનિયર ટાઈટન્સને બહોળો પ્રતિસાદ મળવા બદલ આનંદિત છીએ. અમદાવાદમાં આજે બીજી સિઝનનું સફળ સમાપન થયુ હતું. અને આ સિઝનમાં નવા શહેરો સાથે જોડાયા. આકર્ષક પ્રતિસાદ આપવા બદલ તમામ યજમાનો, પ્રેક્ષકો તેમજ શાળાઓનો આભાર માનીએ છીએ. બાળકો પોકેમોનના કેરેક્ટર પિકાચુને મળવા માટે ખૂબ ઉત્સુક હતાં. આપણે આગામી વર્ષે મળીશું અને અમારો ઉદ્દેશ છે કે, અમે નવી એક્ટિવિટી અને ઓફરિંગ સાથે વધુ મોટી ઝુંબેશનું સફળતાપૂર્વક આયોજન કરીએ.”પોકેમોન કંપનીના કોર્પોરેટ ઓફિસર સુસુમુ ફુકુનાગાએ જણાવ્યું હતું કે, “બાળકોને તેમની રમતગમતની ક્ષમતાનો અનુભવ કરાવતા તેમના ચહેરા પર ખુશી જોવાનો આનંદ અનેરો હોય છે. જુનિયર ટાઈટન્સની બીજી સિઝન માટે ગુજરાત ટાઇટન્સ સાથેની અમારી ભાગીદારી દ્વારા, અમે સહભાગીઓની આનંદદાયક જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું લક્ષ્ય બનાવ્યું હતું. અમે બાળકના સર્વાંગી વિકાસમાં ખુશી અને તંદુરસ્ત મગજ અત્યંત જરૂરી હોવાનું માનીએ છીએ. આ સિઝનમાં આકર્ષક પ્રતિસાદ પાછળનું એક કારણ ઈનોવેટિવ ઝુંબેશનું વિઝન છે. અપેક્ષા છે કે, ગુજરાત અને તેની બહારના શક્ય તેટલા બાળકો સુધી પહોંચ બનાવી અમારી ભાગીદારીને વેગ આપીએ.”ટોપ ટિઅર સ્પેનિશ ફુટબોલ લીગ LALIGA પણ તેનું જોડાણ આગામી બીજી સિઝન માટે જારી રાખે છે. આ ઇવેન્ટ્સમાં ફૂટબોલ વર્કશોપનું નેતૃત્વ કર્યું હતું. બિસ્લેરીએ બાળકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે, જ્યારે SG એ જરૂરી રમતગમતના સાધનોની દેખરેખ રાખવા માટે જોડાણ કર્યું હતું.ઈવેન્ટ દરમિયાન પાંચ શહેરોમાંથી બાળકોએ વિવિધ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. જેમાં ટાઈટન સે- વોર્મ-અપ એક્ટિવિટી, LALIGA માસ્ટર ક્લાસ, ગુજરાત ટાઈટન્સની ભવ્ય ક્ષણોનુ પ્રદર્શન, અને ફન ક્વિઝ સહિતની એક્ટિવિટી સામેલ હતી. તેઓએ ફિટનેસ એક્સરસાઈઝ, બોલિંગ મશીનનો સામનો, સ્ટમ્પને હીટ કરવા, બોલિંગ અને પેનલ્ટી કિક્સ સહિત રોમાંચક પડકારોમાં પણ ભાગ લીધો હતો.એકંદરે, બાળકોએ તેમના રમતગમતના કૌશલ્યમાં સુધારો કરવા શારીરિક તેમજ ઇન્ટરેક્ટિવ કસરતો કરી હતી. અમદાવાદમાં યોજાયેલા ભવ્ય સમાપન કાર્યક્રમમાં માત્ર છેલ્લા અઠવાડિયાની સિદ્ધિઓની જ નહીં પરંતુ બાળકોમાં સ્વસ્થ, ઉર્જાવાન અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની પહેલની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવતાં ઉજવણી કરવામાં આવી હતી.

ઓન ટ્રેક એજ્યુકેશન 500+ વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણ માટે સફળતાપૂર્વક...

ઓન ટ્રેક એજ્યુકેશને વિદેશી શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન...

મનુ ગંદાસ ગ્લેડ વન પ્રસ્તુત ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ...

ટાટા સ્ટીલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (પીજીટીઆઈ) અને...

હયાતિ, ગુનાખોરી અને સત્તા! જિયોહોટસ્ટાર પરમિશ વર્મા અભિનિત ‘કન્નેડા’...

1984માં શીખ વિરોધી હુલ્લડની બિહામણી ઘટનામાંથી છટકી ગયા પછી...

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં રૂ.130ની વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદામાં તેજીની...

ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ...

LIC એ “વન મેન ઓફિસ”નું અનાવરણ કર્યું

અમારા સેલ્સ ફોર્સને સશક્ત બનાવવા અને પોલિસીધારકોને 24 x...

એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટે પશુ વિકાસ દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ...

એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટે ભારતના 6 સ્થળોએ 517 સહભાગીઓ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here