
1984માં શીખ વિરોધી હુલ્લડની બિહામણી ઘટનામાંથી છટકી ગયા પછી નિમ્મા કેનેડામાં આવે છે. જોકે અહીંની ગલીઓ ક્રૂર છે, પ્રણાલી ભાંગેલી છે અને દુનિયા તેને
આવકારવા માટે વાટ જોતી નથી. નિમ્મા કેનેડાથી કન્નેડા વચ્ચેના અંતરનો પ્રવાસ કઈ રીતે કરે છે તે જુઓ. જિયોહોટસ્ટાર પર 21 માર્ચ, 2025થી રિલીઝ થનારી જાર પિક્ચર્સ નિર્મિત અને ચંદન અરોરા દિગ્દર્શિત આ સિરીઝમાં નિમ્મા તરીકે પરમિશ વર્મા છે, જે સાથે મહંમદ ઝીશાન અય્યુબ, રણવીર શોરી, અરુણોદય સિંહ, આદર મલિક અને જાસ્મિન બાજવા મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. કન્નેડા વિશે બોલતાં નિર્માતા અજય જી રાયે જણાવ્યું હતું કે, “સત્તા ઝેરી હોય છે, પરંતુ આ દુનિયામાં તે ટાઈમ બોમ્બ પર બેઠી છે. કન્નેડા નિમ્માની વાર્તા છે અને પરમિશે પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. સાઉન્ડટ્રેક અને સંગીત પ્રોજેક્ટમાં ભરપૂર મૂલ્યનો ઉમેરો કરે છે. આ વાર્તાની રોમાંચકતા અને તાકાત તેને અવશ્ય જોવા જેવી બનાવેછે. અમને જિયોહોટસ્ટાર સાથે જોડાણ કરવાની ખુશી છે અને બધા જોઈને કેવો પ્રતિસાદ આપે છે તે જોવાની ઉત્સુકતા છે.’’ આ વિશે રોમાંચ વ્યક્ત કરતાં પરમિશ વર્મા કહે છે, “આ સિરીઝ મારા મનની અત્યંત નજીક છે. નિમ્માની વાર્તા ઓળખ, મહત્ત્વાકાંક્ષા અને સત્તા માટે તરસ વિશે છે. નિમ્માની ભૂમિકા ભજવવાનો અનુભવ અજોડ રહ્યો અને કલાકાર તરીકે મને અતુલનીય રીતે તૃપ્તિ મળી છે. મેં કન્નેડામાં મારું મન અને અંતર રેડ્યાં છે. આથી જિયોહોટસ્ટાર પર તેની રિલીઝ માટે અત્યંત રોમાંચિત છું અને દર્શકોની પ્રતિક્રિયા જાણવા પણ ઉત્સુક છું.’’ જોતા રહો વિદેશી ધરતીમાં દેશીની વૃદ્ધિ, કન્નેડા જુઓ 21 માર્ચે, ફક્ત જિયોહોટસ્ટાર પર! જિયોહોટસ્ટાર વિશે જિયોહોટસ્ટાર ભારતનું અવ્વલ સ્ટ્રીમિંગ મંચ છે, જે જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટારના એકત્ર આવવા સાથે રચાયું છે. અસમાંતર કન્ટેન્ટ કેટલોગ, ઈનોવેટિવ ટેકનોલોજી અને પહોંચક્ષમતા પ્રત્યે કટિબદ્ધતા સાથે જિયોહોટસ્ટારનું લક્ષ્ય ભારતમાં દરેક માટે મનોરંજનની નવી વ્યાખ્યા કરવાનું છે.મિડિયા પૂછપરછ માટેઃ મહેક સિંઘી: [email protected] પંક્તિ ભટ્ટ: [email protected] શિખા ગાયકવાડ: [email protected]