
ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ (જીપીએલ)એ ત્વસ્તા એન્જિનિયરીંગના સહયોગથી ગોદરેજ ઇડન એસ્ટેટ, માન હિંજેવાડી, પૂણેમાં ભારતના પ્રથમ 3-ડી પ્રિન્ટેડ G+1 વિલા રજૂ કર્યાં છે. આધુનિક 3ડી પ્રિન્ટિંગનો લાભ ઉઠાવતાં કંપનીએ ડિઝાઇન, કાર્યક્ષમતા અને સસ્ટેનેબિલિટીમાં નવા ધોરણો સ્થાપિત કરવામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે તથા રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે એક પરિવર્તનકારી ક્ષણ ચિહ્નિત કરી છે.એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને નિર્મિત આ વિલા ઘરના બાંધકામમાં ક્રાંતિ લાવવામાં 3ડી પ્રિન્ટિંગ ક્ષમતા દર્શાવે છે. જૂન, 2024માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ માત્ર ચાર મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જે નિર્માણમાં 3ડી પ્રિન્ટિંગની ઝડપ અને કાર્યક્ષમતા દર્શાવે છે. કોમ્પ્યુટર-જનરેટેડ ડિઝાઇનને લાગુ કરીને સ્ટ્રક્ચરને વિશિષ્ટ સામગ્રીઓ સાથે લેયર બાય લેયર રીતે તૈયાર કરાયું હતું, જેથી બાંધકામનો સમય, સામગ્રીનો બગાડ અને શ્રમ ખર્ચમાં ઘટાડો થયો છે તેમજ ચોકસાઇ અને ટકાઉપણું સુનિશ્ચિત કરી શકાયું છે. આ આર્કિટેક્ચરલ ઇનોવેશન આધુનિક સૌંદર્યને ટકાઉ ડિઝાઇન સાથે જોડે છે, જે સમકાલીન રહેવાની જગ્યાઓને ફરીથી વ્યાખ્યાયિત કરતાં ઘટકો રજૂ કરે છે.
3-ડી પ્રિન્ટેડ વિલાની મુખ્ય વિશેષતાઓઃ
· અદ્યતન અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને આકાર આપવામાં આવેલા વિલાનું ઓર્ગેનિક અને લિક્વિડ સ્વરૂપ સ્ટ્રક્ચરની અખંડિતતા અને આકર્ષણ બંનેને વધારે છે.
· એક આકર્ષક આર્કિટેક્ચરલ સુવિધા છે, જે કુદરતી પ્રકાશને મહત્તમ બનાવે છે, ઉર્જા વપરાશ ઘટાડે છે.
· પરંપરાગત પદ્ધતિથી વિપરિત આ શિલ્પ તત્વ ઘરના આંતરિક ભાગમાં એક કલાત્મક અને ગતિશીલ સ્પર્શ ઉમેરે છે.
· પ્રકૃતિથી પ્રેરિત વિલાની ફ્લોઇંગ લાઇન્સ તેની આસપાસના વાતાવરણ સાથે એકીકૃત રીતે સંકલિત થાય છે, જે સુખાકારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
· 3-ડી પ્રિન્ટેડ આર્કિટેક્ચર, લેયર્ડ એક્સટિરિયર પેટર્ન ટેકનોલોજીની ચોકસાઈ દર્શાવે છે, જે સ્ટ્રક્ચરને એક વિશિષ્ટ અને ભવિષ્યવાદી સૌંદર્યલક્ષી બનાવે છે.
આ ઉપલબ્ધિ ભારતીય રિયલ એસ્ટેટમાં 3ડી પ્રિન્ટિંગની વ્યાપક સ્વિકાર્યતા માટેની સ્થિતિને અનુકૂળ બનાવે છે, જે સ્માર્ટ, વધુ સસ્ટેનેબલ શહેરો માટેનો માર્ગ મોકળો કરે છે. પર્યાવરણ પ્રત્યે જવાબદાર બાંધકામ સાથે અદ્યતન ડિઝાઇન સિદ્ધાંતોને એકીકૃત કરીને ગોદરેજ પ્રોપર્ટીઝ આધુનિક જીવનશૈલીને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું અને ભારતમાં રહેઠાણના ભવિષ્યને આકાર આપવાનું ચાલુ રાખે છે.આ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતાં ગોદરેજ પ્રોપર્ટીઝના ચીફ ઓપરેટિંગ ઓફિસર વિકાસ સિંઘલે કહ્યું હતું કે, “ગોદરેજ પ્રોપર્ટીઝ ખાતે અમે રિયલ એસ્ટેટમાં ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીની હદોને વિસ્તારવા માટે કટીબદ્ધ છીએ. ગોદરેજ ઇડન એસ્ટેટ ખાતે ભારતના પ્રથમ 3-ડી પ્રિન્ટેડ વિલાની રજૂઆત ભવિષ્યલક્ષી, કાર્યક્ષમ અને ઇકો-ફ્રેન્ડલી કન્સ્ટ્રક્શન પદ્ધતિઓમાં અગ્રેસર રહેવાના અમારા વિઝનનો પુરાવો છે. 3ડી પ્રિન્ટીંગમાં ઘર નિર્માણને ઝડપી, વધુ સચોટ, વધુ ટકાઉ બનાવીને તેમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે અને તેમાં ઊર્જા-કાર્યક્ષમ સુવિધાઓનો સમાવેશ થાય છે. તે પ્રોજેક્ટના પર્યાવરણીય પ્રભાવને ઘટાડે છે. અમને ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ ટેકનોલોજીનો પરિચય કરાવવાનો ગર્વ છે અને ભવિષ્યમાં તેના વધુ ઉપયોગો શોધવા માટે આતુર છીએ.”