
આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ ટ્રાફિક ઇસ્ટ, અમદાવાદ શ્રી એન. એન. ચૌધરી, ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ ટ્રાફિક વેસ્ટ, અમદાવાદ શ્રી સફીન હસન, ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ ટ્રાફિક એડમિન, અમદાવાદ શ્રીમતી નીતા એચ. દેસાઇ, એસીપી ટ્રાફિક એ ડિવિઝન, અમદાવાદ શ્રી બલદેવસિંહ વાઘેલા અને એસીપી ટ્રાફિડ ડી ડિવિઝન, અમદાવાદ શ્રી એસ. જે. મોદી સહિત આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના સિનિયર મેનેજમેન્ટની ટીમે રેલીને ફ્લેગ-ઓફ કરી હતી. તેનો ઉદ્દેશ્ય બાળકોને પાછળ બેસાડીને સફર કરતાં ટુ-વ્હીલર માલિકો વચ્ચે માર્ગ સુરક્ષા વિશે જાગૃકતા વધારવાનો છે. આ રેલીમાં આસપાસની શાળાના આશરે 450થી વધુ બાળકોએ તેમના માતા-પિતા સાથે ભાગ લીધો હતો, જેમને આઇએસઆઇ માર્ક્ડ હેલમેટ અપાયા હતાં તથા તેમને સલામતીના મૂળભૂત નિયમોનું પાલન કરવા અને હેલમેટ પહેરવા વિશે જાગૃત કરાયા હતાં. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે દ્વી-પાંખી રણનીતિ અપનાવી છે, જેમાં કસ્ટમાઇઝ્ડ ડાયરેક્ટ કોન્ટેક્ટ પ્રોગ્રામ દ્વારા માતા-પિતા અને બાળકોમાં માર્ગ સુરક્ષા અંગે વ્યવહારિક પરિવર્તન લાવવું તેમજ બાળકો માટે વિશિષ્ટ આઇએસઆઇ માર્ક્ડ હેલમેટનું વિતરણ કરવું સામેલ છે.આ કાર્યક્રમની શરૂઆત સપ્ટેમ્બર 2015માં કરાઇ હતી અને કંપનીએ જીવનરક્ષક માર્ગ સલામતી નિયમો અને નાની ઉંમરથી જ મોટર ઇન્સ્યોરન્સની આવશ્યકતા અંગે જાગૃકતા ફેલાવીને આશરે 8 લાખ લોકોને પ્રભાવિત કર્યાં છે. એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ તરીકે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે બાળકોને 4.47 લાખથી વધુ આઇએસઆઇ માર્ક્ડ હેલમેટ વિતરિત કર્યાં છે તથા વર્તમાન નાણાકીય વર્ષમાં સમગ્ર ભારતમાં 1.5 લાખથી વધુ હેલમેટનું વિતરણ કરવાનું તેનો લક્ષ્ય છે. આઇઆરડીએ માર્ગદર્શિકા અનુસાર આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ આ પ્રકારની સીએસઆર પહેલ દ્વારા વીમા જાગૃતિ વધારવા તથા “નિભાયે વાદે”ના અમારા બ્રાન્ડ સિદ્ધાંતોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.