
મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક છે. મહા શિવરાત્રી, શિવજીની સૌથી શ્રેષ્ટ રાત, એ ભગવાન શિવને સમર્પિત છે- આ પર્વ આધ્યાત્મિક જાગૃતિ, શક્તિ અને પરિવર્તનનું પ્રતિક છે. ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને આખી રાત જાગરણ કરી, શિવલિંગ પર વિધીવત્ત દૂધ, પાણીથી અભિષેક કરી અને બિલીપત્ર ચડાવે છે. ઘણા માને છે કે, આ રાત્રીના દિલથી પૂજા કરો તો, તમને દૈવિય આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને આંતરિક્ત શાંતિ મળે છે. ઝી ટીવીના કલાકારો જેમ કે, જમાઈ નં.1નો અભિષેક મલિક, જાને અન્જાને હમ મિલેંની આયુષી ખુરાના, ભાગ્ય લક્ષ્મીની ઐશ્વર્યા ખરે, જાગૃતિ- ઇક નયી સુબહનો વિજેન્દ્ર કુમારિયા, કુમકુમ ભાગ્યનો અક્ષય દેવ બિંદ્રા, કૈસે મુઝે તુમ મિલ ગયેંની કિશોરી શહાને વિજ તથા વસુધાની પ્રિયા ઠાકુર વાત કરે છે કે, મહા શિવરાત્રી કઈ રીતે તેમના માટે પરંપરાથી વધુ તેમના માટે આ શ્રદ્ધા, ચિંતન તથા કૃતજ્ઞતાની વ્યક્તિગત યાત્રા છે, જે તેમને ભગવાન શિવજીની સ્થિતિસ્થાપક્તા તથા ભક્તિના ગુણોની સાથે જોડો છે. અભિષેક મલિક, જે ઝી ટીવીના જમાઈ નં.1માં નીલનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મહા શિવરાત્રીએ મારા માટે એક તહેવારથી કંઈક વધુ છે, આ દિવસ આધ્યાતમિક જોડાણનો છે. હું હંમેશાથી જ ભગવાન શિવનો ભક્ત છું. તેમનીશાંતિ, શક્તિ અને સ્થિતિસ્થાપક્તાના ઉપદેશોએ મને મારા જીવનના દરેક તબક્કામાં માર્ગદર્શન આપ્યું છે. દર વર્ષે, આ દિવસની શરૂઆત હું ભગવાન શિવને જળાભિષેક અને બિલીપત્ર ચડાવીને કરું છું અને આ જ બાબત બાળપણથી જ મારા માતા-પિતાએ મને શિખવી છે. ત્યારબાદ, હું મંદિરે જતો, પ્રાર્થના કરતો અને તેની શાંત ઉર્જામાંડૂબી જતો. આ પરંપરા મને સરળતાની શક્તિની યાદ અપાવે છે. રસપ્રદ વાત તો એ છે કે, ઝી ટીવીના જમાઈ નં.1માં પણ મારા પાત્રનું નામ ભગવાન શિવના ઘણા નામોમાંથી એક- નિલકંઠ છે. હું માનું છું કે, આ બાબત જ મને આધ્યાત્મિક્તાથી જોડે છે અને સતત તેમની શક્તિ અને કૃપાની યાદ અપાવે છે. આશા રાખું છું કે, આ શિવરાત્રી બધામાટે શાંતિ, સકારાત્મક્તા તથા દૈવીય આશિર્વાદ લાવશે. હર હર મહાદેવ!” આયુષી ખુરાના, એટલે કે, ઝી ટીવીના જાને અન્જાને હમ મિલેંની રીત કહે છે, “મહા શિવરાત્રી એ એક એવો દિવસ છે, જ્યારે હું મારી શ્રદ્ધા અને ભગવાન શિવની દૈવીય ઉર્જા સાથે જોડાયેલી હોવાની અનુભૂતિ કરું છું. દર વર્ષે, હું આ દિવસે ઉપવાસ કરું છું, એક પરંપરા તરીકે નહીં પણ આત્મ-શિસ્ત અને કૃતજ્ઞતાનો અભ્યાસ કરવાની સાધના તરીકેઅનુસરું છું. મારા માટે ઉપવાસ એ યાદ અપાવે છે કે, જ્યારે આપણે શ્રદ્ધામાં શરણાગતી સ્વિકારીએ છીએ. હું ‘ઓમ નમ: શિવાય’ જાપ માટે પણ સમય ફાળવું છું, જે મારી અંદર અત્યંત શાંતિ અને સકારાત્મક્તા લાવે છે. આ દિવસની મારી સૌથી શ્રેષ્ઠ યાદોં છે, સાંજની પૂજા માટે પરિવારની સાથે બેસવું, દિપક પ્રગટાવવા, બિલીપત્ર ચડાવા તથા સાથે મળીને ભજન ગાવા. તેનાથી એક્તા અને ભક્તિની ભાવના મારી સાથે રહે છે. આશા રાખું છું કે, ભગવાન શિવ બધાને ખુશી, સારું સ્વાસ્થ્ય તથા અમર્યાદિત સકારાત્મક્તા આપે. હર હર મહાદેવ!” ઐશ્વર્યા ખરે, જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં લક્ષ્મીનું પાત્ર કરે છે તે કહે છે, “મહા શિવરાત્રી એ હંમેશા મારા માટે ખાસ છે, કેમકે તે મારી અંદર સુંદર યાદોં જાગૃત કરે છે. બાળપણમાં મને યાદ છે કે, હું મારા પરિવારની સાથે મંદિર દર્શન કરવા માટે વહેલી ઉઠતી હતી. અમે ફૂલો, બિલીપત્રો અને પ્રસાદથી શણગારેલી થાળીઓ પકડીને લાંબી લાઈનોમાં રાહ જોતા હતા. ભગવાન શિવની એક ઝલક મેળવવાનો અને ‘હર હર મહાદેવ’ના ગુંજતા મંત્ર સાંભળવાનો ઉત્સાહ જાદુઈ હતો. મંદિરની મુલાકાત પછી, અમે એક પૂજા માટે ઘરે પાછા ફરતા, ધૂપની સુગંધથી રૂમ ભરાઈ જતો અને ભજનોનો અવાજ શાંતિપૂર્ણ વાતાવરણ બનાવતો. આજે પણ, હું એ જ પરંપરાને જાળવી રાખવાનો પ્રયાસ કરું છું, ઉપવાસ કરું છું અને ઇશ્વરપ્રત્યે સમર્પિત દિવસ વિતાવું છું. મહા શિવરાત્રી મને યાદ અપાવે છે કે, શ્રદ્ધા, ધૈર્ય અને પરિવારની શક્તિ એ જ સાચો સ્ત્રોત છે. દરેકને ધન્ય તથા શાંતિપૂર્ણ મહા શિવરાત્રીની શુભેચ્છા. હર હર મહાદેવ!” વિજયેન્દ્ર કુમેરિયા, જે ઝી ટીવીના જાગૃતિ-ઇક નયી સુબહમાં સુરજનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “એક કલાકાર તરીકે, હું જે પણ કંઈ ભૂમિકા ભજવું છું, તે નવા પાઠ શિખવે છે, પરંતુ ભગવાન શિવની વાર્તા હંમેશા મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. મહા શિવરાત્રી એ મારા માટે ફક્ત એક તહેવાર નથી, તે ગહન જોડાણ અને આત્મનિરક્ષણની રાત છે. મને બાળપણમાં તેની ઉજવણી કરવા પરિવારની સાથે મોડે સુધી જાગવું, મંત્રોનો જાપ કરવો અને આપણી આસપાસની ભક્તિમય ઉર્જાને ગ્રહણ કરવી,તે ક્ષણો આપણને ભગવાન શિવની જેમ મજબૂત રહેવાનું અને જરૂર પડે તો, બધું છોડી દેવાનું પણ શિખવે છે. અભિનયનું પણ આવું જ છે, તે અનુકૂલન વધારવાનું તથા જુસ્સા સાથે શાંતિનું સંતુલન કરવાનું શિખવે છે. આ ખાસ રાત્રે હું તે, ઉર્જા સાથે ફરીથી જોડાવા માટે થોડો સમય કાઢું છું. હર હર મહાદેવ!” અક્ષય દેવ બિંદ્રા, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં રૌનકનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મહા શિવરાત્રી એ હંમેશાથી મારા માટે ભક્તિ અને ચિંતનની રાત બની રહી છે. મને મારા પરિવારની સાથે મંદિર જવામાં, લાંબી લાઈનમાં ઉભું રહેવાની તથા ‘ઓમ નમ:શિવાય’ના નાદ સાથે વાતાવરણમાં ઊંડી શાંતિની અનુભૂતિ થાય છે. સાથે ઉપવાસ કરવાનો, બિલીપત્ર ચડાવવાના તથા ભગવાન શિવની વાર્તા સાંભળવાનો આનંદ કંઈક અલગ જ છે. આ વર્ષે મારી વ્યસ્તતા છતા પણ, હું ધ્યાન માટે સમય ફાળવીશ અને જૂના સમયમાં જેમ મોડી રાત્રે મંદિર દર્શન કરવા જઈશ. છેલ્લા 5 વર્ષથી હું કોઇમ્બતુરમાં સદ્દગુરુના ઇશા ફાઉન્ડેશનમાં જાઉં છું અને ત્યાં વિવિધ કોર્ષ કરું છું. લાખોને લાખો લોકો મહાશિવરાત્રી દરમિયાન તેના યોગા કોર્ષમાં જોડાય છે, જે ખરેખર અદ્દભુત અનુભવ છે. ત્યાંના જેવી ઉજવણી મેં બીજે ક્યાંય નથી જોઈ. આ દિવસ મને જીવનમાં અને મારા કાર્યમાંથી બ્રેક લઇ ઇશ્વરની શરણાગતિ સ્વિકારવાની તથા આગળ વધવા માટે યાદ અપાવે છે.” કિશોરી શહાને, જે ઝી ટીવીના કૈસે મુઝે તુમ મિલ ગયેંમાં બબિતાનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મહા શિવરાત્રી એ મારા દિલથી સૌથી નજીકનો તહેવાર છે. જે ભક્તિ, શક્તિ અને આંતરિક શાંતિનું પ્રતિક છે. ભગવાન શિવ સંતોલનનું પ્રતિનિધિત્વ કરે છે- જરૂર પડે ત્યારે શાંત છતા પણ શક્તિશાળી રહેવાની ક્ષમતા ધરાવે છે. દરવર્ષે, હું આ પવિત્ર દિવસને પ્રાર્થના તથા ભક્તિભાવથી ઉજવું છું, શાણપણ તથા સ્થિતિસ્થાપક્તા માટે તેમના આશિર્વાદ માંગુ છું. શિવલિંગને બિલીપત્ર તથા દૂધ ચઢાવવાની પરંપરા વાતાવરણને ભક્તિથી ભરી દે છે, જે આપણને આપણી ચિંતાઓ છોડી દેવા તથા સકારાત્મક્તા અપનાવવાની યાદ અપાવે છે. મારું માનવું છે કે, મહા શિવરાત્રી એ ફક્ત ધાર્મિક વિધી નથી, પરંતુ આત્મચિંતન તથા આધ્યાત્મિક વિકાસ છે. આ રાત અને દિવસ ઉપવાસ કરીને ‘ઓમ નમ: શિવાય’નો જાપ કરવાનો હોય કે પછી શાંતીથી ધ્યાનમાં સમય વિતાવવાનો હોય, તેનાથી મારી શ્રદ્ધાને મજબૂત બને છે. ભગવાન શિવ દરેકને સુખ અને સારું સ્વાસ્થ્ય આપે અને તમામ અવરોધોને દૂર કરવાની હિંમત આપે. હર હર મહાદેવ!” પ્રિયા ઠાકુર, જે ઝી ટીવીના વસુધામાં વસુધાનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મહા શિવરાત્રીએ ચિંતન, ભક્તિ તથા આંતરિક શક્તિ માટેનો સમય છે. તે આપણને ભગવાન શિવની અપાર શક્તિ તથા તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા સંતુલન એવી નકારાત્મક્તાનો નાશ તથા નવી શરૂઆતની રચનાની યાદ અપાવે છે. આ શુભ દિવસે મને દિવા પ્રગટાવવા, પ્રાર્થના કરવા તથા શિવ નામનો જાપ કરવા જેવી સરળ ધાર્મિક વિધીઓમાં શાંતિ મળે છે. આ રાત્રીની ઉર્જા કંઈક અલગ જ છે, જે હૃદયને આશા અને સકારાત્મક્તાથી ભરી દે છે. મારા માટે, આ દિવસ અટકીને ઇશ્વર પ્રત્યેનો આભાર વ્યક્ત કરવાનો છે તથા અંદરથી એક નવી ઉર્જા પ્રાપ્ત કરવાનો છે. ભગવાન શિવ આપણને ધીરજ, સ્થિતિસ્થાપક્તા અને શરણાગતિનો પાઠ શિખવે છે- જેને હું મારા જીવનમાં પણ અમલમાં મૂકું છું. આ શિવરાત્રી બધા માટે શિવરાત્રી શાંતિ, પ્રેમ તથા દૈવી આશિર્વાદ લાવે. હર હર મહાદેવ!”