
સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર શક્તિ પંપ્સ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા આજે મધ્ય પ્રદેશમાં ₹1700 કરોડ ના મહત્ત્વના રોકાણની જાહેરાત કરવામાં આવી. પીથમપુરમાં અંદાજે 64 હેક્ટર ઔદ્યોગિક જમીન પર આ વિસ્તરણ હાથ ધરવામાં આવશે, જેમાં રીન્યુએબલ ઊર્જા માટે સોલર વેફર થી લઈને સોલર સેલ, સોલર પંપિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક વ્હીકલ કમ્પોનન્ટ્સ માટે અદ્યતન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપિત કરવામાં આવશે. આથી રાજ્યમાં મોટા પાયે રોજગાર સર્જાશે. આ પ્રોજેક્ટ્સમાં ઉત્પાદન શરૂ થયા બાદ, શક્તિ પંપ્સ દેશની પ્રથમ કંપની બનશે, જે સોલર પંપિંગ ઉદ્યોગની તમામ જરૂરિયાતો, જેમ કે પંપ, મોટર્સ, સોલર પેનલ, સ્ટ્રક્ચર, વીએફડી, ઇન્વર્ટર વગેરે બનાવવા સક્ષમ હશે.શક્તિ પંપ્સ (ઇન્ડિયા) લિમિટેડના ચેરમેન શ્રી દિનેશ પાટીદારે કહ્યું, “આ મહત્ત્વનું રોકાણ મધ્ય પ્રદેશ અને તેના વિકાસ પથ પ્રત્યે અમારી અટૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમને રાજ્યની અપર સંભાવનાઓ અને તેના અનુકૂળ વ્યાવસાયિક પર્યાવરણ પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ વિસ્તરણ રિન્યુએબલ ઉર્જા અને ઈલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રમાં અમારી સ્થિતિને મજબૂત બનાવશે, અને સાથે સાથે વિસ્તૃત રોજગાર તકઓ સર્જીને આ વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.”શક્તિ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ: કંપની ₹1200 કરોડના મૂડીરોકાણ સાથે 2 ગીગાવોટ ક્ષમતા ધરાવતા સોલર સેલના ઉત્પાદન પર કેન્દ્રિત રહેશે. આ પ્રોજેક્ટથી લગભગ 4000 લોકો માટે રોજગારની તકો સર્જાશે. શક્તિ પંપ્સ (ઈન્ડિયા) લિમિટેડ: ગ્રુપ આ યુનિટમાં વધારાના ₹250 કરોડનું રોકાણ કરશે અને સોલર પંપ, મોટર્સ, (વેરીએબલ ફ્રિક્વન્સી ડ્રાઈવ્સ), ઈન્વર્ટર, સ્ટ્રક્ચર અને અન્ય સંબંધિત ઘટકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે અંદાજે 2500 લોકોને રોજગાર આપશે. શક્તિ ઈવી મોબિલિટી લિમિટેડ: આ નવી સંસ્થા ઈલેક્ટ્રિક વ્હીકલ મોટર્સ, કન્ટ્રોલર્સ અને ચાર્જર્સના ઉત્પાદનમાં વિશેષતા ધરાવશે, જેમાં દર વર્ષે અંદાજે 2 લાખ યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા હશે. આ માટે અંદાજે ₹250 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે, જે લગભગ 1000 રોજગાર તકઓ સર્જશે.શક્તિ પંપ્સ મધ્ય પ્રદેશમાં મજબૂત હાજરી ધરાવે છે, જ્યાં 2500 થી વધુ લોકો ને રોજગાર આપતા 4 પ્લાન્ટ્સ કાર્યરત છે. શક્તિ ગ્રૂપે અત્યાર સુધીમાં ₹500 કરોડથી વધુનું મૂડી રોકાણ કરી ચૂક્યું છે. ગ્રૂપે મૂળભૂત રીતે 1200 થી વધુ પ્રકારના પંપ્સ, મોટર્સ અને કંટ્રોલર્સ વિકસાવ્યા છે, જે નવીનતા અને સ્થાનિક કુશળતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત ઉપરાંત, શક્તિ ગ્રૂપના યુએઈ અને યુએસએ સહિત અનેક દેશોમાં પોતાનાં સ્વતંત્ર યુનિટ્સ છે, અને તે 100 થી વધુ દેશોમાં નિકાસ કરીને એક આંતરરાષ્ટ્રીય કંપની તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી ચૂક્યું છે. તાજેતરમાં, કંપનીનું બજાર મૂલ્ય ₹16,000 કરોડ સુધી પહોંચી ગયું છે, જે કંપની પ્રત્યે રોકાણકારોના વિશ્વાસને સ્પષ્ટ રીતે દર્શાવે છે.