
ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (એબીઆરઇએલ) પાસેથી નોંધપાત્ર ઓર્ડર મેળવ્યાંની જાહેરાત કરી છે. તે આદિત્ય બિરલા રિન્યૂએબલ્સની સંપૂર્ણ માલીકીની પેટા કંપની એબીઆરઇએલ ઇપીસી લિમિટેડને 410 મેગાવોટના અદ્યતન એન-ટાઇમ ટોપકોન, ગ્લાસ-ટુ-ગ્લાસ બાયફેસિટલ સોલર મોડ્યુલ્સ સપ્લાય કરશે, જે પ્રત્યેક 585 Wp રેટેડ છે.આ ઓર્ડર મે અને સપ્ટેમ્બર દરમિયાન ડિલિવર કરાશે, જે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બહુવિધ સ્થળો ઉપર મહત્વપૂર્ણ કમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ (સીએન્ડઆઇ) પ્રોજેક્ટ્સને સપોર્ટ કરશે. આ ઉચ્ચ-કાર્યક્ષમ સોલર મોડ્યુલ્સનો ઉપયોગ કેપ્ટિવ એપ્લીકેશન્સમાં ઉપયોગમાં લેવાશે, જે ભારતની વધતી ઊર્જા માગને પૂર્ણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે.વારી એનર્જીસના હોલ-ટાઇમ ડિરેક્ટર અને સીઇઓ ડો. અમિત પૈથનકરે કહ્યું હતું કે, “અમે આ ઐતિહાસિક ઓર્ડર માટે આદિત્ય બિરલા રિન્યૂએબલ્સ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. અમારી અદ્યતન એન-ટાઇમ ટોપકોન ટેક્નોલોજી સાથે અમે સીએન્ડઆઇ ગ્રાહકોને ઉચ્ચ-કાર્યક્ષમ સોલર સોલ્યુશનથી સજ્જ કરવાની સાથે-સાથે ભારતના રિન્યૂએબલ એનર્જી લક્ષ્યો પ્રત્યેની અમારી કટીબદ્ધતાને પણ મજબૂત કરી રહ્યાં છીએ. આ સહયોગ હરિયાળા અને સ્વચ્છ ઊર્જા ભવિષ્ય તરફ દેશના ટ્રાન્ઝિશનને વેગ આપવાના અમારા પ્રયાસોને દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આદિત્ય બિરલા ગ્રૂપના નિરંતર વિશ્વાસથી સફળ ભાગીદારી ઉચ્ચ-ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને બેજોડ સેવાઓ ડિલિવર કરવાની વારીની પ્રતિષ્ઠાને મજબૂત કરે છે.”વારી એનર્જીસ રિન્યૂએબલ એનર્જી લેન્ડસ્કેપમાં ઇનોવેશનને સતત આગળ વધી રહ્યું છે તથા ભારતના મહાત્વાકાંક્ષી સસ્ટેનેબિલિટી લક્ષ્યોમાં યોગદાન આપવા અસરકારક સોલ્યુશન ડિલિવર કરે છે. આદિત્ય બિરલા રિન્યૂએબલ્સ સાથેની ભાગીદારી ઇન્ડસ્ટ્રીમાં વારીની અગ્રેસર ભૂમિકાને વધુ મજબૂત કરે છે.