
એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક સંમેલન (3-દિવસીય) 26 ફેબ્રુઆરીએ સંસ્થાના પરિસરમાં શરૂ થઈ. ‘ઉદ્યોગસાહસિકતા’ પર આધારિત ત્રણ દિવસીય સંમેલન 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ સંમેલન સંશોધકો, શિક્ષણવિદો અને અભ્યાસકર્તા માટે એક મંચ છે જેથી ઉદ્યોગસાહસિકતા વિકાસના વિવિધ ક્ષેત્રોમાં તેમના સંશોધન અભ્યાસો અને તારણો શેયર કરી શકે છે. ઇડીઆઈઆઈ 1994થી ઉદ્યોગસાહસિકતા પર દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન કરી રહ્યું છે. સંમેલન દરમિયાન, 9 થી વધુ દેશોના વિદ્વાનો દ્વારા ઉદ્યોગસાહસિકતા સિદ્ધાંત અને વ્યવહાર; ઉદ્યોગસાહસિકતા શિક્ષણ; ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ; મનોવિજ્ઞાન અને ઉદ્યોગસાહસિકતા; એમએસએમઈ ઉદ્યોગસાહસિકતા; ટેકનોલોજી અને ડિજિટલ ઉદ્યોગસાહસિકતા; સ્ટાર્ટઅપ અને ઇનોવેશન; હરિત અને સતત ઉદ્યોગસાહસિકતા; સામાજિક ઉદ્યોગસાહસિકતા; સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્ય આધારિત ઉદ્યોગસાહસિકતા; મહિલા ઉદ્યોગસાહસિકતા; ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા અને નવજાત ઉદ્યોગસાહસિકતા અને નવા સાહસ સર્જન અને કૌટુંબિક વ્યવસાય જેવા વિષયો પર 148 સંશોધન પત્રો અને અભ્યાસો રજૂ કરવામાં આવ્યા. સંમેલનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ, પ્રોફેસર (ડૉ.) ટી.વી. રાવ, ફાઉન્ડર અને ચેયરમેન, ટી. વી. રાવ લર્નિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ અને ભારતીય પ્રબંધન સંસ્થાન , અમદાવાદના ભૂતપૂર્વ પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે, “આજના ગતિશીલ અર્થતંત્રમાં, આર્થિક વૃદ્ધિ અને વ્યાવસાયિક પ્રગતિને આગળ વધારવા માટે ઉદ્યોગસાહસિકતાનો વિકાસ નિર્ણાયક છે.હું માનું છું કે ઉદ્યોગસાહસિકતા એક મિશન છે, એક શક્તિશાળી બળ છે જ્યાં વ્યક્તિઓ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટે ટેકનોલોજી અને નવીનતાનો લાભ ઉઠાવીને બધા માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરે છે. આ ક્ષેત્રના મહત્વને જોતાં, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે નિયમિત સંશોધન અને નીતિ હિમાયત હાથ ધરવી મહત્વપૂર્ણ છે. આ એક અનન્ય મંચ છે અને મને ખાતરી છે કે પરિષદના તારણો ઉદ્યોગસાહસિકતા પર નોંધપાત્ર પ્રભાવ પાડશે.” સંમેલનને સંબોધતા, ડૉ. સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈએ જણાવ્યું હતું કે, “દ્વિવાર્ષિક પરિષદ સતત વિશ્વભરના સંશોધકો અને શિક્ષકો માટે એક મંચ પૂરું પાડે છે, જેથી તેઓ તેમના વિચારો અને નવીનતાઓ શેર કરી શકે જે ઉદ્યોગસાહસિકતાની જટિલતાઓને સમજવા માટે મહત્વપૂર્ણ છે. અગ્રણી સંશોધકો અને શિક્ષકોને એક સાથે લાવીને, આ મંચ સંશોધન તારણોના પ્રસારને સરળ બનાવે છે, નવા દ્રષ્ટિકોણોને પ્રોત્સાહન આપે છે અને ઉદ્યોગસાહસિકના ભવિષ્યને આકાર આપે છે, આમ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને સફળ થવા માટે જરૂરી જ્ઞાન સાથે સશક્ત બનાવે છે.” પરિષદના ભાગ રૂપે, ઉદ્યોગસાહસિકતા શિક્ષણમાં નવીનતાઓ પર ચર્ચા કરવા માટે વાઇસ ચાન્સલર્સ/ડાયરેક્ટર્સ કોન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવ્યું. દેશભરની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન પ્રોફેસર (ડૉ.) હરિવંશ ચતુર્વેદી, ડાયરેક્ટર જનરલ, આઈઆઈએલએમ દિલ્હી, નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું હતું. પેનલિસ્ટમાં પ્રોફેસર (ડૉ.) દીપક કુમાર શ્રીવાસ્તવ, ડાયરેક્ટર, ભારતીય પ્રબંધન સંસ્થાન રાંચી; પ્રોફેસર (ડૉ.) રજત મૂના, ડાયરેક્ટર, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર; પ્રોફેસર (ડૉ.) રાજુલ કે. ગજ્જર, વાઇસ ચાન્સેલર, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ; પ્રોફેસર (ડૉ.) રવિ પી સિંહ, પ્રોવોસ્ટ, અદાણી યુનિવર્સિટી, અમદાવાદ; અને પ્રોફેસર (ડૉ.) સમીર સૂદ, ડાયરેક્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી, ગાંધીનગર શામિલ થયા હતા. પરિષદનું બીજું એક મહત્વપૂર્ણ આયોજન ડૉક્ટોરલ કોલોક્વીયમ હતું, જ્યાં દેશભરના પીએચડી વિદ્વાનો અને એફપીએમ વિદ્યાર્થીઓને તેમના સંશોધન કાર્ય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.