
ભારતના સૌથી મોટા ફ્લેક્સિબલ પેકેજિંગ કંપની જિંદાલ પોલી ફિલ્મ્સ લિમિટેડની પેટા કંપની જેપીએફએલ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે જાહેર કર્યું છે કે તે ભારતમાં બાયએક્સિયલ ઓરિએન્ટેડ પોલિમાઇડ (બીઓપીએ) નાયલોન ફિલ્મ લોંચ કરનાર પ્રથમ કંપની બની છે. જેપીએફએલ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે નાશિકમાં તેની અદ્યતન સુવિધામાં રૂ. 120 કરોડનું રોકાણ કર્યું છે.બીઓપીએ નાયલોન ફિલ્મ્સની રજૂઆત ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને સુસંગત છે તથા કંપનીની વૃદ્ધિને વેગ આપવામાં એક વ્યૂહાત્મક કદમ છે. આ નવી પ્રોડક્ટની રજૂઆત ઉત્પાદન પ્રક્રિયામાં અદ્યતન ટેક્નોલોજી અને ઇનોવેશનને લાગુ કરવાની કટીબદ્ધતા પ્રદર્શિત કરે છે, જેથી ગુણવત્તામાં સુધારો કરી શકાય, ખર્ચને નિયંત્રણમાં રાખી શકાય તથા ગ્રાહક સંતોષમાં વધારો સુનિશ્ચિત કરી શકાય. આ રોકાણ ભારતીય બજાર પ્રત્યે કંપનીની મજબૂત કટીબદ્ધતા પણ સૂચવે છે.જેપીએફએલ ફિલ્મ્સના ડેપ્યુટી સીઇઓ (ગ્રોથ ડિવિઝન) ડો. મહેશ એન ગોપાલસમુદ્રમે આ લોંચ વિશે કહ્યું હતું કે, “બીઓપીએ નાયલોન ફિલ્મ્સના લોંચ સાથે જેપીએફએલ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ ભારતીય બજારમાં ઇનોવેશન લાવનાર પ્રથમ કંપની બની ગઇ છે. આ વિશિષ્ટ પ્રોડક્ટ વધુ સારી મિકેનિકલ પ્રોપર્ટીઝ અને અરોમા બેરિયર ઓફર કરે છે. તે ફાર્મા, મેડિકલ, એફએમસીજી અને ફૂડ એપ્લીકેશન્સમાં સોલ્યુશન્સ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તેમાંથી 100 ટકા ફિલ્મ્સની આયાત કરાતી હતી.”આ વિશિષ્ટ ઓફરિંગની એક મુખ્ય વિશેષતા એ છે કે તેની આઇસોટ્રોપિકિટી (બધી દિશામાં સમાન લાક્ષણિકતાઓ અથવા ગુણધર્મો) છે, જે વિશિષ્ટ જાપાનીઝ ડબલ બબલ ફિલ્મ ટેકનોલોજીમાં ઉત્પાદિત છે, જે ઉત્પાદનની લંબાઈ અને પહોળાઈમાં પરિમાણીય સ્થિરતા, પંચર પ્રતિરોધક અને એકરૂપતાનું વચન આપે છે. આ ઉપરાંત પ્રોડક્ટ હાઇસ્પીડ પ્રિન્ટિંગ માટે યોગ્ય છે તથા અરોમા અને ગેસીઝ માટે અસરકારક અવરોધ તરીકે સેવા આપે છે.ડો. મહેશ એન ગોપાલસમુદ્રમે ઉમેર્યું હતું કે, “બીઓપીએ ફિલ્મ્સ પણ અમારી ગ્રૂપ કંપની જિંદાલ દ્વારા પ્રમોટેડ છે. આ અનુભવ અમને ભારતીય ગ્રાહકોને સેવા પ્રદાન કરવામાં તથા વૈશ્વિક ઇનોવેશનને સ્થાનિક સ્તરે લાવવામાં મદદરૂપ બનશે.”