
વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી ગ્રામીણ સમુદાયોમાં મહિલાઓની આર્થિક તકોમાં વધારો કરવા માટે કટીબદ્ધ છે. અદાણી ફાઉન્ડેશન સાથે મળીને કંપનીએ રાધે સ્વ-સહાય સમૂહ (એસએચજી)ની ભગત દેવીને એસીસી સલાઇ બનવા પાસે પનારી ગામમાં એક ઢાબું ખોલવા માટે સહયોગ કર્યો છે.એસીસી અને અદાણી ફાઉન્ડેશનના સામુદાયિક આઉટરીચ પ્રોગ્રામ દ્વારા સંચાલિત આ પહેલ દ્વારા ભગતને રૂ. 50,000ની લોન અપાઇ હતી, જેનાથી તેઓ પ્લાન્ટ પાસે શ્રમિકો અને કર્મચારીઓને વાજબી અને ઘરે બનાવેલું ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. આ ઢાબું ખૂબજ ઝડપથી શ્રમિકોના આરામ અને આશ્વાસનનું સ્થાન બની ગયું છે, જેઓ આરોગ્યપ્રદ અને ઘરે બનાવેલા ભોજનની પ્રશંસા કરી રહ્યાં છે.ભગતને સારો પ્રતિસાદ મળવા છતાં પણ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, જેમાં વ્યવસાયનું સંચાલન કરવાથી લઈને સુસંગત ગુણવત્તા સુનિશ્ચિત કરવા તથા કૌટુંબિક જવાબદારીઓ સંભાળવા વગેરેનો સમાવેશ થાય છે. જોકે, તેઓ જુસ્સા અને કટીબદ્ધતાથી આગળ વધતા ગયાં અને તેમણે છ મહિનામાં લોન ચૂકવવાનું તેમજ નફાનો ઉપયોગ તેમના ઢાબાને વધુ વિસ્તૃત કરવા માટે કરવાનું વચન આપ્યું છે. ભગતનું સ્વપ્ન છે કે તેઓ પોતાના સાહસનો વિસ્તાર કરીને શાકભાજી અને ફળોની દુકાનનો પણ સમાવેશ કરે, જેનો હેતુ મહિને રૂ. 10,000 કમાવવાનો છે. તેનાથી તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે.એસીસી ટકાઉ આજીવિકાને સરળ બનાવીને ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા માટે કટીબદ્ધ છે. આવા પ્રોજેક્ટ્સ દ્વારા કંપની જીવનમાં પરિવર્તન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રયાસો અને મહિલા સશક્તિકરણની સંભાવનાને પ્રકાશિત કરે છે.