
પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટરના અધિકારીઓએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 6મી માર્ચ, 2025ના રોજ ઈન્દ્રધનુષ 2025 એવોર્ડ સમારોહનું આયોજન કરીને આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની તેમની યોજનાની જાહેરાત કરી હતી. સાંસ્કૃતિક, સાંકેતિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવતા મેઘધનુષના 7 શક્તિશાળી રંગો પરના કેન્દ્રીય થીમ સાથે અને આશા અને વચનના પ્રતીક તરીકે જોવામાં આવતા એવા ઇન્દ્રધનુષને ધ્યાનમાં રાખીને આ અવૉર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવેલ છે, જેમના ઉદ્દેશ્ય સમુદાયની શક્તિશાળી મહિલાઓના સપના અને આકાંક્ષાઓને ઓળખવા, હાઇલાઇટ કરવા અને પ્રશંસા કરવાનો છે જેના થકી એમને સમાજ અને લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે.PRCI અમદાવાદ ચેપ્ટરની કોર કમિટીએ શેર કર્યું હતું કે ઇન્દ્રધનુષ 2025 કોન્સેપ્ટમાં VIBGYOR ના 7 રંગોનું મિશ્રણ છે અને સમગ્ર કોન્સેપ્ટને પંજાબ નેશનલ બેંક દ્વારા ટેકો આપવામાં આવ્યું છે. પંજાબ નેશનલ બેંક ભારતની પ્રથમ સ્વદેશી બેંક છે જેણે 12 એપ્રિલ, 1895 ના રોજ લાહોરથી તેની કામગીરી શરૂ કરી હતી. બેંકની સ્થાપના રાષ્ટ્રવાદની ભાવનાથી કરવામાં આવી હતી અને એ ભારતીય મૂડી સાથે ભારતીયો દ્વારા સંચાલિત દેશની પ્રથમ બેંક હતી. શ્રીમતી અભિલાષા બોલિયા, સર્કલ હેડ, અમદાવાદ સર્કલ, એ શેર કર્યું, ” આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નીમિત્તે અમે અમદાવાદની શક્તિશાળી મહિલાઓની ભાવનાને શુભેચ્છા પાઠવીએ છીએ અને પીઆરસીઆઈ અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત ઇન્દ્રધનુષ 2025 ની કલ્પનાને શક્તિ આપવા માટે અમે ખુશ છીએ. અમારી પાસે ગ્રાહકો અને કર્મચારીઓ માટે મૂલ્ય ઉભું કરવા માટે ગુણવત્તાયુક્ત નાણાકીય સેવાઓ પ્રદાન કરવાનું મિશન છે. અને તે તર્જ પર PNB તમામ મહિલા ઉદ્યોગ સાહસિકોને અમારો ઉષ્માભર્યો ટેકો આપવા અને તેમને આગળ વધવામાં મદદ કરવા માંગે છે.”મીડિયા બ્રીફિંગમાં હાજર રહેલી સ્પોન્સર સપોર્ટ ટીમના જણાવ્યા મુજબ, નેક્સ્ટ નેક્સની શ્રીમતી ઉર્વશી દોશી દ્વારા વાઈબ્રન્ટ વાયોલેટ્સ એવોર્ડ, સ્યામંતકા જ્વેલ્સની શ્રીમતી બબીતા ખંડેલવાલ દ્વારા ઇગ્નાઈટેડ ઈન્ડિગોસ એવોર્ડ , મેરી અપની દુનિયાના શ્રીમતી દીપા રવિન્દ્રકુમાર દ્વારા બ્યુટીફૂલ બ્લૂઝ એવોર્ડ, પંજાબ નેશનલ બેંકના અમદાવાદ સર્કલના સર્કલ હેડ શ્રીમતી અભિલાષા બોલિયા દ્વારા ગોર્જીયસ ગ્રીન્સ એવોર્ડ,, રિચ ટ્રેડરની શ્રીમતી અવની ત્રિવેદી દ્વારા યુથફુલ યેલોએવોર્ડ ફોકલ પોઈન્ટની શ્રીમતી અર્પિતા જોશી દ્વારા ઓપ્ટિમિસ્ટિક ઓરેન્જ અને ફ્યુચર ગેટ એચઆર સોલ્યુશન્સની શ્રીમતી સ્વેની શાહ દ્વારા રેવિશિંગ રેડ્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે.આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – 2025 ની થીમ #Accelerate Action છે જેનો હેતુ સમુદાયમાં સુખ, આશા અને ઉર્જા લાવવાનો છે. PRCI અમદાવાદ ચેપ્ટરના માર્ગદર્શક સુભોજિત સેન, ઝોનલ હેડ વેસ્ટ ઝોન ડૉ. અનન્યા મહેતા, ચેપ્ટરના અધ્યક્ષ ડૉ. શશિકાંત ભગત, સેક્રેટરી ભાર્ગવ ઠક્કર અને ઉત્સાહી સભ્યો જેવા કે જયંત અરાવતીઆ , નીરવ પુરોહિત, નેથલ જોશી,અંકિત જોશીપુરા, શ્રી દીપક મકવાણા, શ્રી મિથિલેશ ચુડગરના આગેવાની હેઠળની કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સની ટીમે શેર કર્યું હતું. ઇન્દ્રધનુષ ૨૦૨૫ એવોર્ડ્સ સમુદાયની 7 પ્રતિષ્ઠિત મહિલાઓની હાજરીમાં 7 ગ્રાસ રૂટ પ્રેરણાત્મક સફળતાની વાર્તાઓનું સન્માન કરશે.