
વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ ભારતના પ્રમુખ બીડી-રોલિંગ હબ પૈકીના એક પશ્ચિમ બંગાળાના મુર્શિદાબાદમાં તેની સીએસઆર શાખાના માધ્યમથી સામુદાયિક વિકાસને પ્રભાવીરૂપે આગળ વધારી રહ્યું છે. અજીજા બીબી સહિત આ ક્ષેત્રમાં મહિલાઓ લાંબા સમયથી જોખમી વેપારમાં કાર્યરત છે, જેઓ ગંભીર આરોગ્ય જોખમોથી અજાણ છે. સમર્પિત પ્રયાસોના માધ્યમથી અંબુજા સિમેન્ટ્સ તેમને જાગૃકતા, પ્રશિક્ષણ અને તેમના જીવનમાં પરિવર્તન લાવવા માટે આજીવિકાની તકોથી સશક્ત બનાવી રહ્યું છે.અજીજાના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ વર્ષ 2014માં આવ્યો કે જ્યારે તેમણે પહેલીવાર સખી (સામુદાયિક સ્વાસ્થ્ય સ્વયંસેવક) તરીકે કામ કર્યું. પ્રશિક્ષણના માધ્યમથી તેમણે તમાકુના હાનિકારક પ્રભાવો વિશે જાણકારી પ્રાપ્ત કરી અને વર્ષ 2015માં બીડી બનાવવાનું કામ છોડી દીધું. ત્યારથી તેઓ માતૃ અને શિશુ સ્વાસ્થ્યના ચેમ્પિયન બન્યાં છે અને તેમણે 350 માતાઓ માટે 100 ટકા સંસ્થાગત પ્રસૂતિ સુનિશ્ચિત કર્યાં છે.તેઓ સક્રિયપણે બીડી બનાવવાની કામગીરી નિરુત્સાહિત કરી રહ્યાં છે તથા 150 મહિલાઓને મરઘા પાલન અને નાના વ્યવસાયો જેવી વૈકલ્પિક આજીવિકા તરફ વળવામાં મદદરૂપ બની રહી છે. તેમના નિરંતર સહયોગને કારણે સમુદાયમાં બીડી બનાવવાની કામગીરીમાં 67 ટકાનો ઘટાડો થયો છે તેમજ મહિલાઓ ઘરની બહાર નીકળીને આવકની સંભાવનાઓ તપાસી રહી છે.બીડી બનાવવાથી લઇને એક આદરણીય સમુદાય નેતા સુધીની અજીજાની સફર સ્વ-સશક્તિકરણનો પુરાવો છે. ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા પોતાનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરીને તેઓ હવે ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે.અંબુજા સિમેન્ટ્સ તેની કામગીરીની આસપાસના ગ્રામીણ સમુદાયોમાં ટકાઉ આજીવિકાને સરળ બનાવવા અને મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રયાસોનો ઉદ્દેશ્ય વંચિત સમુદાયો માટે નાણાકીય સ્વતંત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને સ્વસ્થ પસંદગીઓ કરવા સક્ષમ બનાવવાનો છે.