
અગ્રણી કોર્પોરેટ એન્ટિટી, –એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહયોગથી ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ, જેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું છે. જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ બનાવવામાં આવેલ આ નવીન પ્રોજેક્ટનો હેતુ શહેરી પરિસરને શાંત અને હરિયાળું બનાવવાનો લક્ષ્ય રાખીને બનાવ્યો છે.પ્રહલાદનગરમાં સ્થિત, જેડ અર્થ ફોરેસ્ટ એક અનોખી ત્રણ-સ્તરીય રચના ધરાવે છે, જેમાં 2000 સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓ છે. જંગલની ડિઝાઇન અને માળખાગત સુવિધાઓ ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ સામગ્રીનો સમાવેશ કરે છે. જેડ અર્થ ફોરેસ્ટની મુખ્ય વિશેષતાઓ -એક શાંત માર્ગ: પર્યાવરણને અનુકૂળ એકોફેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલ છે. -વિવિધ પક્ષીઓ માટે પીવા-નાહવા અને આનંદ માણવા માટે એક નૈસર્ગિક વસવાટનું સ્થાન પુરું પાડે છે. -વરસાદી પાણીનું સંરક્ષણ: વરસાદી પાણીના સંગ્રહ માટે કંભાતી કૂવો -બાળકો માટે ખેતી કૌશલ્ય: બાળકોને ખેતી કૌશલ્ય શીખવવા માટે સમર્પિત જગ્યા -દત્તક લેવા માટે ફળના વૃક્ષો: બાળકો દ્વારા દત્તક લેવા માટે ઉપલબ્ધ ફળના વૃક્ષો આ પ્રોજેક્ટ પેરિસ કરાર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જે આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને જૈવવિવિધતાને સુરક્ષિત રાખવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં ફાળો આપે છે. એક લીલુંછમ શહેરી જંગલ બનાવીને, જેડબ્લુ પર્યાવરણીય દેખરેખ પ્રત્યેની તેની સમર્પણતા દર્શાવે છે. જેડબ્લુ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ ચૌહાણે જણાવ્યું કે “અમે જેડ અર્થ ફોરેસ્ટને પર્યાવરણને પાછું આપવા અને આપણા શહેરોને સુંદર બનાવવાની અમારી પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે કલ્પના કરીએ છીએ, અમારું લક્ષ્ય એક હરિયાળો સમુદાય બનાવવાનું અને તેને ટેકો આપવાનું છે, જે વ્યક્તિઓને વધુ ટકાઉ ભવિષ્ય તરફ નાના પગલાં લેવા પ્રેરણા આપે છે. અમે માનીએ છીએ કે સામૂહિક પ્રયાસો નોંધપાત્ર હકારાત્મક પરિવર્તન તરફ દોરી શકે છે, અને અમને આ યાત્રાનો ભાગ બનવાનો ગર્વ છે.” આ આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં આદરણીય મહાનુભાવો જેમાં: -શ્રી મૂળુભાઈ બેરા, પ્રવાસન, પર્યાવરણ, અને સાંસ્કૃતિક મંત્રીશ્રી, શ્રી અમિતભાઈ ઠાકર, વેજલપુરના ધારાસભ્ય, શ્રી બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને શ્રી જયેશભાઈ ત્રિવેદી – ગાર્ડન કમિટી ચેરમેન પણ હાજર રહ્યા હતા.