
ભારત ફોર્જની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કલ્યાણી પાવરટ્રેને ભારતમાં X86 પ્લેટફોર્મ સર્વર્સના ઉત્પાદન માટે કોમ્પાલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક. સાથે ટેક્નોલોજી લાઇસન્સિંગ એગ્રીમેન્ટ કર્યો છે. આ બંને પક્ષકારોએ ભારતમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત સોલ્યુશનના ઉપયોગ કરતા સર્વર બિઝનેસ વિકસાવવા માટે એમઓયુ કર્યો છે જે ભારત સરકારની મેક ઇન ઈન્ડિયા નીતિનો પડઘો પાડે છે. કોમ્પાલ કેટીપીએલને સ્થાનિક ઉત્પાદન પર દેખરેખ, એસેમ્બલી, ટેસ્ટિંગ એક્ટિવિટીઝ અને આખરી વેચાણ સહિત સર્વર્સને લગતો ટેક્નોલોજીકલ સપોર્ટ પૂરો પાડશે.ભારત ફોર્જના વાઇસ ચેરમેન અને જોઇન્ટ એમડી શ્રી અમિત કલ્યાણીએ જણાવ્યું હતું કે “ભારતમાં સર્વર્સના ઉત્પાદન માટે ટેક્નોલોજીકલ પ્રોડક્ટ્સની વૈશ્વિક અગ્રણી કોમ્પાલ સાથે ભાગીદારી કરતા અમને ખૂબ જ આનંદ થાય છે. આ સહયોગ ભારતની ઉત્પાદન સ્પર્ધાત્મકતાને મજબૂત ટેકો આપશે. સૂચિત સહયોગ માટે કલ્યાણી ગ્રુપમાં તેમણે જે વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી અમે ખૂબ જ ખુશ અને પ્રોત્સાહિત છીએ.”કોમ્પાલના સીઈઓ ટોની બોનાડેરોએ જણાવ્યું હતું કે “કલ્યાણી પાવરટ્રેન સાથે સહયોગ કરીને અમને ખૂબ જ આનંદ થાય છે. કોમ્પાલ તેના સર્વર બિઝનેસને સક્રિયપણે આગળ વધારી રહી છે અને બહુવિધ ભાગીદારી સ્થાપિત કરી રહી છે. ભારતીય બજારમાં કલ્યાણી પાવરટ્રેનનો વ્યાપક અનુભવ અમારા સહયોગમાં પ્રોત્સાહજનક અસરો પેદા કરશે. આ માત્ર શરૂઆત છે અને અમે સાથે મળીને વધુ મૂલ્ય ઊભું કરવા માટે ભવિષ્યમાં વધુ આઈસીટી સંબંધિત વ્યાપારી તકો માટે આતુર છીએ.”વધુમાં, કલ્યાણી પાવરટ્રેનના ઈલેક્ટ્રોનિક્સ વિભાગે ફેબ્રુઆરી 2025માં મહારાષ્ટ્રના પુણે ખાતેની તેમની અત્યાધુનિક ઉત્પાદન સુવિધામાંથી મેડ ઇન ઈન્ડિયા સર્વર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. “આ ફેક્ટરી સ્થાનિક વ્યવસાયોને વેગ આપવા, આકર્ષવા અને પ્રદેશની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપવા માટે તૈયાર છે એમ કંપનીએ એક્સચેન્જમાં કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું.”
ભારતના એઆઈ, ક્લાઉડ અને ડેટા સેન્ટર ઇકોસિસ્ટમને આગળ વધારવી :
આ સહયોગ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને અને આયાત પર નિર્ભરતા ઘટાડીને ભારતની મેક ઇન ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સહયોગ એઆઈ વર્કલોડ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને મોટા પાયે ડેટા પ્રોસેસિંગ માટે તૈયાર કરાયેલ હાઇ-પર્ફોર્મન્સ, કિફાયતી સર્વર સોલ્યુશન્સ સાથે એન્ટરપ્રાઇઝીસ, ક્લાઉડ પ્રોવાઇડર્સ, હાઇપરસ્કેલર્સ અને સરકારી સંસ્થાઓને સશક્ત બનાવશે.