
ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (એનએસડીસી) ભારતના વીજ ક્ષેત્રમાં કર્મચારીઓની તૈયારી અને કૌશલ્ય વિકાસ પહેલને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે, જે ખાસ કરીને ગ્રીન જોબ્સ અને ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન સ્કીલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોજગારક્ષમતા તરફ દોરી જાય છે.આ કરાર હેઠળ ટાટા પાવર દ્વારા સ્થાપિત ટાટા પાવર સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (ટીપીએસડીઆઈ) એનએસડીસીની ટ્રેનિંગ પાર્ટનર બનશે, જે ગ્રીન એનર્જી, પાવર ટ્રાન્સમિશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને ઔદ્યોગિક સલામતી જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઉદ્યોગ-સંલગ્ન સ્કીલિંગ પ્રોગ્રામ્સ પ્રદાન કરશે. આ કાર્યક્રમો પ્રત્યક્ષ તાલીમ પર ભાર મૂકશે અને સુનિશ્ચિત કરશે કે તાલીમાર્થીઓ વ્યવહારુ, રોજગારક્ષમતા વધારે તેવી કુશળતાથી સજ્જ છે. અભ્યાસક્રમને ઊર્જા સંક્રમણ અને નેટ-ઝીરો વર્કફોર્સની વધતી માંગ સાથે પણ જોડવામાં આવશે, જે તાલીમાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.તેની વધતી અસરના પુરાવા તરીકે ટીપીએસડીઆઈએ પહેલાથી જ ત્રણ લાખથી વધુ વ્યક્તિઓને સેન્સિટાઇઝ કર્યા છે અને તાલીમ આપી છે, જે સમગ્ર વીજ ક્ષેત્રમાં કૌશલ્યના અંતરને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ગતિના આધારે, ટાટા પાવર હાલમાં કાર્યરત 11 કેન્દ્રો ઉપરાંત દેશભરમાં વધુ તાલીમ કેન્દ્રો સ્થાપીને ટીપીએસડીઆઈની પહોંચને નોંધપાત્ર રીતે વિસ્તારવાની યોજના ધરાવે છે, જેનાથી વિવિધ વિસ્તારોમાં યુવાનો માટે ગુણવત્તાયુક્ત વોકેશનલ ટ્રેનિંગની પહોંચ મજબૂત બનશે.આ ભાગીદારી ભારતના ઝડપથી વિકસતી ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ સાથે સંલગ્ન એનર્જી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન અને પમ્પ્ડ હાઇડ્રો જેવા નવા, ભવિષ્ય માટે તૈયાર ક્ષેત્રોના ઉમેરા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આ માળખાગત કાર્યક્રમો દેશની નવી પેઢીની પ્રતિભાઓને મજબૂત બનાવશે અને તેના સ્વચ્છ ઊર્જા સંક્રમણને વેગ આપશે.સંસ્થાની વાર્ષિક સભા દરમિયાન ટીપીએસડીઆઈના સાત તાલીમ કેન્દ્રોમાંથી એક ટીપીએસડીઆઈ-શાહદ ખાતે આ કરાર પર ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એનએસડીસી એકેડેમીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નીતિન કપૂર અને ટીપીએસડીઆઈના હેડ શ્રી આલોક પ્રસાદે ટાટા પાવરના સસ્ટેનેબિલિટી અને સીએસઆરના ચીફ શ્રી હિમલ તિવારી, એનએસડીસી એકેડેમીના જનરલ મેનેજર શ્રી વરુણ બત્રા અને ટાટા પાવરની પેટાકંપની સાઉથ ઇસ્ટ યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (એસઈયુપીપીટીસીએલ) ખાતે ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના ચીફ શ્રી સચિન મજુમદાર સહિત મુખ્ય મહાનુભાવોની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તમામ મહાનુભાવોએ રાષ્ટ્ર નિર્માણ અને ટકાઉ વિકાસ માટેના મહત્વપૂર્ણ પરિબળો તરીકે કૌશલ્ય વિકાસ, યુવા સશક્તિકરણ અને સમાવેશક કૌશલ્ય કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે ટાટા પાવરના સસ્ટેનેબિલિટી અને સીએસઆર ચીફ, સીએચઆરઓ, શ્રી હિમલ તિવારીએ જણાવ્યું હતું કે “અમે એનએસડીસી સાથેની અમારી ભાગીદારીને ખૂબ મહત્વ આપીએ છીએ, જે ભારતના ઝડપથી પરિવર્તન જોઇ રહેલા ઊર્જા ક્ષેત્ર માટે ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સ બનાવવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ટાટા પાવર હંમેશા માને છે કે માનવ મૂડી વિકાસ એ રાષ્ટ્ર નિર્માણનું કેન્દ્ર છે. એક દાયકા પહેલા સ્થાપિત ટીપીએસડીઆઈ પહેલાથી જ ત્રણ લાખથી વધુ વ્યક્તિઓને તાલીમ આપી ચૂકી છે અને ઉદ્યોગ-સંબંધિત, રોજગારક્ષમતા કેન્દ્રિત તાલીમ દ્વારા ક્ષેત્રીય કૌશલ્યના અંતરને દૂર કરવાનું ચાલુ રાખે છે. એનએસડીસી સાથેનો આ સહયોગ ટીપીએસડીઆઈના કર્મચારી પરિવર્તનમાં સ્કેલ, અસર અને શ્રેષ્ઠતા પર ભાર મૂકે છે. આગળ વધતાં અમે અમારા વર્તમાન 11 નેટવર્ક ઉપરાંત વધુ કેન્દ્રો સ્થાપિત કરીને ટીપીએસડીઆઈની હાજરીને નોંધપાત્ર રીતે વિસ્તારવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ રીતે અમે ભારતની ગ્રીન એનર્જી ટેલેન્ટ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવીશું અને આત્મનિર્ભર ભારતના દેશના વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપીશું.”એનએસડીસી એકેડેમીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નીતિન કપૂરે આ ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ટીપીએસડીઆઈ અને ટાટા પાવર સાથેની આ ભાગીદારી સ્કીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ક્ષમતા નિર્માણ, સમાવેશક કૌશલ્ય અને રોજગારક્ષમતા વધારવામાં ટીપીએસડીઆઈના વારસાની અમે પ્રશંસા કરીએ છીએ. કૌશલ્ય હવે વૈભવતા નથી પરંતુ જરૂરિયાત છે અને ટીપીએસડીઆઈની પ્રતિબદ્ધતા ઝડપથી બદલાતા વીજ ક્ષેત્રે ઉદ્યોગ વ્યવસાયિકોને સતત કૌશલ્ય અને પુનઃકૌશલ્ય વધારવામાં મદદ કરશે. ટાટા બ્રાન્ડની મજબૂતાઈ અને આ ભાગીદારી ડિજિટલી સક્ષમ, એનર્જી -સ્માર્ટ વર્કફોર્સ બનાવવાના ભારતના ધ્યેયને વેગ આપશે.”આ સહયોગ એક ઉચ્ચ કુશળ, ઉદ્યોગ માટે તૈયાર અને ડિજિટલી સશક્ત યુવાનોનો સમૂહ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભારતના ગ્રીન ગ્રોથ, ટકાઉ આજીવિકા અને મજબૂત ઊર્જા ક્ષેત્રની પ્રતિભાઓના વિઝન સાથે સુસંગત છે.