
૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને ડ્રેસ વિતરણ અને શ્રેષ્ઠ ખેલાડીઓ તેમજ વિજેતા ટીમને આકર્ષણ ઇનામો વિતરણ કરવામાં આવશે.(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગ તેમજ વિરમગામ, માંડલ અને દેત્રોજ ક્રિકેટ એસોસિયેશન અને હાર્દિક પટેલ ફેન ક્લબ દ્વારા આયોજીત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ નો વિરમગામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લઈ રહી છે. સતત બીજા વર્ષે આ આયોજન ગ્રામ્ય સ્તરના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે. ૩૦ દિવસ આ ક્રિકેટનો મહાકુંભ ચાલશે. ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ તેમજ તમામ ખેલાડીઓને ડ્રેસ વિતરણ અને શ્રેષ્ઠ ખેલાડીઓ તેમજ વિજેતા ટીમને આકર્ષણ ઇનામો વિતરણ કરવામાં આવશે. તેમ વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, ભાજપ યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય કનુભાઈ કોળી પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ધારાસભ્ય પીકે પરમાર, ધારાસભ્ય સુખાજી ઠાકોર, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તેમજ ભાજપના જિલ્લા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.