
ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર કંપની (ટીવીએસએમ) એ ભારતીય મોટરસ્પોર્ટ ક્ષેત્રને આગળ લઇ જવા માટે પેટ્રોનાસ લુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલ (પીએલઆઈ) સાથેની તેની ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે. આ વિસ્તૃત જોડાણ હેઠળ, પીએલઆઈ આગામી ત્રણ વર્ષ સુધી દેશની પ્રથમ ફેક્ટરી રેસિંગ ટીમ – ટીવીએસ રેસિંગની ટાઇટલ સ્પોન્સર રહેશે, જે ઈન્ડિયન નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપ (આઈએનએસસી), ઈન્ડિયન નેશનલ રેલી ચેમ્પિયનશિપ (આઈએનઆરસી) અને ઈન્ડિયન નેશનલ મોટરસાઇકલ રેસિંગ ચેમ્પિયનશિપ (આઈએનએમઆરસી) માં ટીમની ભાગીદારીને ટેકો આપશે. આ ભાગીદારી દેશના હાઇ-પર્ફોર્મન્સ લુબ્રિકન્ટ્સ માર્કેટમાં પીએલઆઈની સ્થિતિને મજબૂત બનાવતી વખતે ભારતમાં મોટરસ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે બે કંપનીઓની સહિયારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.પેટ્રોનાસ 2022-2023 સિઝન દરમિયાન ટીવીએસ રેસિંગનું ટાઇટલ સ્પોન્સર રહી છે, જે ભારતીય મોટરસ્પોર્ટ્સમાં ટીમના ચાર દાયકાના વારસાને પૂરક બનાવે છે. આ ભાગીદારીના ભાગ રૂપે પીએલઆઈ ટીવીએસએમના વ્યાપક ડિલરશીપ નેટવર્કને આફ્ટર-માર્કેટ ઓઇલની ઓફિશિયલ સપ્લાયર તરીકે ચાલુ રહેશે. પેટ્રોનાસ TVS TRU4 પ્રોડક્ટ રેન્જ હાઇ-પર્ફોર્મન્સ ટીવીએસ મોટરસાયકલો માટે બનાવાયેલા પ્રીમિયમ સેમી અને ફુલ સિન્થેટિક લુબ્રિકન્ટ્સ ઓફર કરશે, જે એન્જિન કાર્યક્ષમતા અને આયુષ્યમાં વધુ વધારો કરશે. આ સહયોગ ન કેવળ ભારતના ટુ-વ્હીલર માર્કેટમાં પીએલઆઈની હાજરીને મજબૂત બનાવે છે, પરંતુ મોટરસ્પોર્ટ્સમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યે ટીવીએસ રેસિંગની પ્રતિબદ્ધતા સાથે પણ સુસંગત છે.આ ભાગીદારી અંગે ટીવીએસ મોટર કંપનીના પ્રીમિયમ બિઝનેસ હેડ વિમલ સુમ્બલીએ જણાવ્યું હતું કે, “ટીવીએસ રેસિંગ ભારતમાં મોટરસ્પોર્ટ્સમાં પ્રણેતા છે અને રેસિંગના અનેક ફોર્મેટમાં સતત 80 ટકાથી વધુ વિન રેટ મેળવ્યો છે. આ રેસિંગ વંશાવલિ અમારી અપાચે સિરીઝને સીધી રીતે પ્રભાવિત કરે છે, જે અમારા ગ્રાહકો માટે રેસ પરથી પ્રેરિત પર્ફોર્મન્સ અને ટેકનોલોજી લાવે છે. ચાર દાયકા કરતા વધુ સમયથી, ટીવીએસ રેસિંગે ભારતમાં મોટરસ્પોર્ટ્સને સુલભ બનાવવામાં અને ટીવીએસ વન મેક ચેમ્પિયનશિપ જેવા તેના કાર્યક્રમો સાથે વિશ્વ કક્ષાની પ્રતિભાનું જતન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પીએલઆઈ સાથેની અમારી ભાગીદારીને મજબૂત બનાવવાથી પર્ફોર્મન્સ અને ઇનોવેશનની સીમાઓથી આગળ વધવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવે છે. પ્રીમિયર રેસિંગ ઇવેન્ટ્સમાં તેમની અદ્યતન ટેકનોલોજી અને અનુભવ રમત માટેના અમારા વિઝનને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે. ફ્લુઇડ ટેકનોલોજીમાં પીએલઆઈની કુશળતા અને અમારો રેસિંગ વારસો ભારતમાં ટુ-વ્હીલર રેસિંગના ભવિષ્યને આકાર આપતો રહેશે.”પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઈન્ડિયા (પ્રાઇવેટ) લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બિનુ ચાંડીએ જણાવ્યું હતું કે, “ટીવીએસ રેસિંગ સાથેનો અમારો સહયોગ હાઇ-પર્ફોર્મન્સ લ્યુબ્રિકન્ટ્સ અને મોટરસ્પોર્ટ શ્રેષ્ઠતા વચ્ચેના તાલમેલને દર્શાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ ભાગીદારી ભારતના ગતિશીલ ટુ-વ્હીલર બજારમાં અમારી હાજરીને મજબૂત બનાવે છે, પરંતુ દેશમાં અમારી વ્યાપક ઊર્જા મહત્વાકાંક્ષાઓ સાથે પણ સુસંગત છે. 40 વર્ષથી વધુ સમયથી ભારતીય મોટરસ્પોર્ટ્સમાં ટીવીએસ રેસિંગના પ્રભુત્વ સાથે જોડાયેલા અમારા મોટરસ્પોર્ટ્સ વારસાથી અમે રમતને આગળ વધારી રહ્યા છે. અમે સાથે મળીને આ સફરને ચાલુ રાખીએ છીએ અને ટીવીએસ રેસિંગને ટેકો આપવા માટે ઉત્સાહિત છીએ.”ટીવીએસ રેસિંગ નેશનલ અને ઇન્ટરનેશનલ મોટરસ્પોર્ટ્સમાં પ્રભુત્વ જાળવી રાખે છે. ઐશ્વર્યા પિસેએ બાજાસ ચેમ્પિયનશિપ અને ટીવીએસ એશિયા વન મેક ચેમ્પિયનશિપ (ઓએમસી) માં પોતાની જીતનો સિલસિલો લંબાવ્યો છે, જેમાં નવ દેશોના 15 રેસર્સ સાથે ત્રીજી સફળ સિઝન પૂરી કરી છે. રાષ્ટ્રીય મંચ પર ટીમે આઈએનએમઆરસી પ્રો સ્ટોક (165સીસી અને 301-400સીસી) માં ટીમ્સ અને મેન્યુફેક્ચરર ટાઇટલ, તમામ આઈએનઆરસી સિરીઝમાં ચેમ્પિયનશિપ અને આઈએનએસસી ખાતે મજબૂત પોડિયમ ફિનિશ મેળવ્યા છે. ટીવીએસ ઈન્ડિયન ઓએમસીની 14મી સિઝન પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેમાં ભારતની 50 ટોચની રેસિંગ પ્રતિભાઓએ ભાગ લીધો હતો.‘ટ્રેક ટુ રોડ’ ફિલોસોફી સાથે, ટીવીએસ રેસિંગ ટીવીએસ અપાચે સિરીઝને નવો આકાર આપવાનું ચાલુ રાખે છે અને રેસ પરથી પ્રેરિત ટેકનોલોજીને હાઇ-પર્ફોર્મન્સ મોટરસાયકલોમાં એકીકૃત કરે છે. પેટ્રોનાસ ટીવીએસ રેસિંગ ટીમ મોટરસ્પોર્ટ્સ શ્રેષ્ઠતાની સીમાઓને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે અને મુખ્ય રેસિંગ ફોર્મેટમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરે છે.જેમ જેમ ટીવીએસ રેસિંગ અને પીએલઆઈ તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, તેમ તેમ તેમની સહિયારી કુશળતા અને વિઝન રાઇડર્સ તથા મોટરસ્પોર્ટ્સના ઉત્સાહીઓને પ્રેરણા આપતા રહેશે તેમજ ટુ-વ્હીલર રેસિંગમાં નવા સીમાચિહ્નો હાંસલ કરશે.