
આઈકૂ, હાઈ-પરફોર્મન્સ સ્માર્ટફોન બ્રાન્ડે 2025 માટે ચીફ ગેમિંગ ઓફિસર (સીજીઓ) માટેની શોધ શરૂ કરી છે. આ પદ માટે પસંદગી થયેલો વ્યક્તિ આઈકૂના સ્માર્ટફોન કો-ક્રિએશન, બ્રાન્ડના ઈ-સ્પોર્ટ્સ વિઝન ને આગળ ધપાવશે અને ભારતના ટોચના ઈ-સ્પોર્ટ્સ ગેમર્સ સાથે જોડાઈને કામ કરશે. 18 થી 25 વર્ષની વય ધરાવતા યુવા ગેમિંગ ઉત્સાહીઓ માટે આ એક અનોખું અવસર છે, જ્યાં તેઓ પોતાના પેશનને સફળ અને ઇનામદાયક કરિયરમાં બદલી શકે.સીજીઓ ને આઈકૂના લેટેસ્ટ પ્રોડક્ટ્સનો એક્સેસ મળશે અને તે વૈશ્વિક સ્તરના મુખ્ય ગેમિંગ ઈવેન્ટ્સમાં બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરશે. સીજીઓ લીડરશિપ ટીમ સાથે કામ કરશે અને ગેમિંગ સમુદાય સાથે એકત્રિત થશે, ગેમપ્લે, ગેમિંગ સ્ટાઇલ, પ્રેઝન્ટેશન અને ગેમની સમજ જેવા મુદ્દાઓ પર પોતાનો વિશેષ અભિપ્રાય આપશે. આઈકૂ સીજીઓ માટે કુલ ₹10,00,000 નું ઇનામ આપી રહ્યું છે. ઇચ્છુક ઉમેદવારો આઈકૂ ની ઑફિશિયલ વેબસાઇટ (www.iQOO.com/in/activity/cgo) પર 30 માર્ચ 2025 સુધી નોંધણી કરી શકે.આઈકૂ ચીફ ગેમિંગ ઓફિસર (સીજીઓ) હંટ વિશે કંપની ના સીઈઓ નિપુણ માર્યાએ શું કહ્યું “અમે હંમેશા ભારતની ગેમિંગ સમુદાયની શક્તિમાં વિશ્વાસ રાખ્યો છે, અને અમારી અગાઉની સીજીઓ હંટને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, અમે આ પહેલ ફરી શરૂ કરી છે. આઈકૂ માં, અમે યુવા ગેમિંગ ઉત્સાહીઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી તેઓ ઈ-સ્પોર્ટ્સ ઉદ્યોગમાં પ્રવેશ કરી શકે અને ભારતના મોબાઈલ ગેમિંગના ભવિષ્યને ઉન્નત કરી શકે. સીજીઓ2.0 દ્વારા, અમે ગેમિંગના શોખીનોને તેમના પેશનને પ્રોફેશનમાં બદલવા અને અમારા વિઝનનો હિસ્સો બનવાની તક આપીએ છીએ.”2018 થી 2024 દરમિયાન, ભારતમાં ગેમર્સની સંખ્યા દર વર્ષે 14.6% ની વૃદ્ધિ સાથે વધી રહી છે. IMARC રિપોર્ટ અનુસાર, 2023માં ભારતમાં 43.9 કરોડ ગેમર્સ હતા, અને તાજેતરની અંદાજિત સંખ્યા 48 કરોડ સુધી પહોંચી છે. સીજીઓ 2.0 દ્વારા, આઈકૂ નું લક્ષ્ય વધુ ગેમર્સ સુધી પહોંચવાનું, ગેમિંગમાં નવીનતા લાવવાનું અને ભારતીય મોબાઈલ ગેમિંગના ભવિષ્યને મજબૂત બનાવવાનું છે.આઈકૂ એ તાજેતરમાં ભારતના સાત ટોચના ગેમિંગ સ્ટાર્સ – ડાયનામો ગેમિંગ, ગેમરફ્લીટ, મોર્ટલ, પાયલ ગેમિંગ, સ્કાઉટ, શ્રીમાન લિજન્ડ અને અનગ્રેજ્યુએટ ગેમર સાથે ભાગીદારી કરી છે. તેઓ આઈકૂ ના ગેમિંગ સ્માર્ટફોનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે, ફીડબેક આપી રહ્યા છે અને ડિવાઈસને સર્ટિફાઈ કરી રહ્યા છે. ડિસેમ્બર 2024માં, બ્રાન્ડે ભારતમાં ઈ-સ્પોર્ટ્સના ઉછાળને વધુ પ્રોત્સાહન આપવા માટે ટોચની છ બીજીએમઆઈ ઈ-સ્પોર્ટ્સ ટીમો અને 100+ ગેમર્સ સાથે ભાગીદારી પણ કરી હતી.