
ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની (એફજીઆઇઆઇ) પ્રતિષ્ઠિત ડીઆઇ-વર્સ – ભારતના પ્રથમ અને એકમાત્ર ડિસેબિલિટી ઇન્ક્લુઝન સર્ટિફિકેશનથી સન્માનિત કરવામાં આવી છે, જે કોર્પોરેટ ડિસેબિલિટી ઇન્ક્લુઝનમાં નવા બેંચમાર્ક સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ પહેલ છે. રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં આયોજિત પર્પલ ફેસ્ટ 2025ના મુખ્ય આકર્ષણ ડીઆઇ-વર્સ સર્ટિફિકેશન સન્માન સમારોહનું આયોજન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (એમએસજેઇ)ના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વીથ ડિસેબિલિટી (ડીઇપીડબલ્યુડી)ના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં એવી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી,જેમણે તેમના કોર્પોરેટ સિદ્ધાંતોમાં સુલભતા, સમાન નિયુક્તિ અને સમાવેશક કાર્યસ્થળની નીતિઓને સામેલ કરતાં ડિસેબિલિટી ઇન્ક્લુઝનમાં જબરદસ્ત નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં, જેનો ઉદ્દેશ્ય વિકલાંગ વ્યક્તિઓના સમાવેશ અને સુગમતાને પ્રોત્સાહન આપવાનો છે. આ એક દિવસીય કાર્યક્રમમાં રમતો, સાંસ્કૃતિક પર્ફોર્મન્સ, કૌશલ્ય નિર્માણ વર્કશોપ અને મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચાઓ શામેલ હતી, જેમાં કોર્પોરેટ લીડર્સ, નીતિ ઘડવૈયાઓ અને પરિવર્તનકારોને એકસાથે લાવવામાં આવ્યા હતાં. તેમણે સમાવેશકતાની તરફેણ કરવાની સાથે-સાથે તેને સક્રિયપણે શક્ય બનાવી રહ્યા છે. એફજીઆઇઆઇએ તાજેતરમાં વિકલાંગ વ્યક્તિઓ (PwDs) ના 1 ટકા પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવાના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરી હતી. એક વર્ષના સમયગાળામાં એફજીઆઇઆઇના પીડબલ્યુડી કર્મચારીઓ 16થી વધીને 16 પ્રાદેશિક શાખાઓમાં 41 કર્મચારીઓ થયા છે. PwD ભરતીમાં લગભગ 22 ટકા મહિલાઓ છે, જે એફજીઆઇઆઇના દરેક અર્થમાં સમાવિષ્ટ કાર્યસ્થળ બનાવવાના નોંધપાત્ર પ્રયાસો પર ભાર મૂકે છે. એફજીઆઇઆઇએ માત્ર તેની ભરતી પ્રક્રિયાઓમાં નોંધપાત્ર હસ્તક્ષેપ જ નથી કર્યો પરંતુ PwDs માટે સરળ ઓનબોર્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તેની ઓફિસોમાં જરૂરી માળખાગત સુવિધાઓ પણ ગોઠવી છે.