
1.29 કરોડ કરતા વધુ એક્ટિવ ક્લાયન્ટ્સ અને 26.26 ટકા બજાર હિસ્સા (એનએસઈના આંકડા મુજબ) સાથે સ્ટોક બ્રોકિંગમાં માર્કેટ લીડર Groww ગુજરાતમાં તેની હાજરી વિસ્તારી રહી છે. 2020માં સ્ટોક ટ્રેડિંગ શરૂ કર્યું ત્યારથી કંપની સપ્ટેમ્બર 2023માં નંબર વન બ્રોકરેજ પ્લેટફોર્મ બની હતી.નાણાકીય વર્ષ 25 માં, NSE એ 84 લાખ નવા સક્રિય ડીમેટ ખાતા ઉમેર્યા, અને આ વૃદ્ધિમાં એકલા Groww નો હિસ્સો 40% થી વધુ હતો, જે 34.2 લાખ નવા ખાતાઓનું યોગદાન આપે છે. આ ભારતના મૂડી બજારોમાં નવી રિટેલ ભાગીદારીને વેગ આપવામાં કંપનીની મુખ્ય ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.સમગ્ર ગુજરાતમાં મજબૂત હાજરી સાથે Groww અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મેટ્રો શહેરોમાં તથા પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ભૂજ જેવા નાના શહેરોમાં રિટેલ રોકાણકારોને સેવાઓ પૂરી પાડે છે. ખાસ કરીને અમદાવાદ માં નાણાંકીય બજારમાં વધતા રસ તથા તેના ઉદ્યોગસાહસિકતાની ભાવનાના પગલે રિટેલ રોકાણમાં વધારો જોવા મળ્યો છે. Groww નું સાહજિક પ્લેટફોર્મ અને ગ્રાહક કેન્દ્રિત અભિગમે આ વૃદ્ધિમાં પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.Groww એ તાજેતરમાં જ અમદાવાદમાં એક એક્સક્લુઝિવ ટ્રેડર એજ્યુકેશન ઇવેન્ટ અબ ઈન્ડિયા કરેગા ગ્રોનું આયોજન કર્યું હતું જેમાં 400થી વધુ રિટેલ ટ્રેડર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ રસપ્રદ સેશન્સમાં માર્કેટ ટ્રેન્ડ્સ, ટ્રેડિંગ વ્યૂહરચનાઓ અને રિસ્ક મેનેજમેન્ટ ટેક્નિક્સના મહત્વના પાસાં આવરી લેવામાં આવ્યા હતા અને ઉપસ્થિત રહેનારાઓને બજારના જટિલ ખ્યાલોની સમજ આપવામાં આવી હતી.Groww ની મજબૂત ટેક્નોલોજી અને વપરાશમાં સરળ એપ ઝડપી, ઝંઝટમુક્ત રીતે ટ્રેડિંગ સુનિશ્ચિત કરે છે, દરરોજ લાખો વ્યવહારો હાથ ધરે છે અને ટ્રેડર્સને સપોર્ટ કરવા માટે નવી સુવિધાઓ ઉમેરે છે. ગયા વર્ષે Groww એ હાઇ-રિસ્ક ઓર્ડર્સ માટે વોર્નિંગ, ઓવર-ટ્રેડિંગ અટકાવવા પૉઝ ઓપ્શન અને નુકસાન નિયંત્રિત કરવા માટે સેફ એક્ઝિટ ફીચર સહિત એફએન્ડઓ ટ્રેડિંગ નુકસાનને ઘટાડવા માટે જવાબદાર ટ્રેડિંગ સુવિધાઓ રજૂ કરી હતી. આ ઉપરાંત, Groww ની Trading with Groww યુટ્યૂબ ચેનલ નિયમિતપણે અગ્રણી ટ્રેડર્સને આમંત્રિત કરીને ટ્રેડિંગ સાયકોલોજી તથા રિસ્ક મેનેજમેન્ટ અંગે આંતરદ્રષ્ટિ રજૂ કરે છે.અમદાવાદમાં વેપાર માલિકો, વ્યવસાયિકો અને યુવા રોકાણકારો સહિતના ટ્રેડર્સ Groww ના એડવાન્સ્ડ ટ્રેડિંગ ટૂલ્સ, શૈક્ષણિક પહેલ અને પોતાનો ટ્રેડિંગ અનુભવ વધારવા માટે સરળ એક્ઝિક્યુશનનો લાભ લે છે.જાણીતા ટ્રેડર પ્રફુલ કુલકર્ણીએ જણાવ્યું હતું કે “Groww ગ્રાહકોની જરૂરિયાતો મુજબ વ્યાપક સંશોધન કરે છે અને પ્રતિભાઓ પર કામ કરીને નવી પ્રોડક્ટ્સ તથા ફીચર્સ તૈયાર કરે છે. આમ કરીને તેણે ટ્રેડિંગ અનુભવ વધાર્યો છે અને ભારતના ટ્રેડર્સમાં પસંદગીનું પ્લેટફોર્મ બની છે. હું તેમની તાજેતરની રિસર્ચ પ્રોસેસમાં સામેલ હતો અને ગ્રાહકોના પ્રતિસાદ અંગે તેમની પ્રતિબદ્ધતાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.”કંપની વિશ્વસનીયતા અને અનુભવમાં વધારો કરવા માટે ટેક્નોલોજીમાં રોકાણ કરી રહી છે. એક્ટિવ ટ્રેડર્સ અને વધતી નાણાંકીય જાગૃતતા સાથે અમદાવાદને આનો મોટો લાભ મળવાની સંભાવના છે જે સમગ્ર ગુજરાત અને અન્ય પ્રદેશોમાં Groww ની સફળતામાં તેની ભૂમિકા મજબૂત બનાવે છે.