
આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, આરતી સાથે સંતો મહંતો અને સામાજિક, રાજકીય અગ્રિણીઓ દ્વારા પહેલગામ આતંકવાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 26 મૃતકોને મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સૌ ઋષિ પુત્રોએ અને સનાતન ધર્મીઓ પહેલગામમાં થયેલ જધન્ય આંતકવાદી હત્યાકાંડમાં અવસાન પામેલા સૌ હિંદુ ભાઈઓ, બહેનો ની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી તથા આ આતંકવાદી કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવા સાથે આતંકવાદને નષ્ટ કરવા સરકાર જે પણ પગલાં લે એમાં સમગ્ર બ્રહ્મ સમાજ દેશની સાથે છે તેવી લાગણી વ્યક્ત કરી.પરંપરાગત રીતે અમદાવાદમાં પાલડી રામજી મંદિર ખાતેથી પરશુરામ યાત્રાની શરૂઆત થઈ અને પરશુરામ ચોકમાં યાત્રા સમાપન કરવામાં આવી, એ જ પ્રમાણે સારંગપુર કર્ણ મુક્તેશ્વર મહાદેવથી શરૂ થઈને મૌન રેલી દ્વારા રાયપુર દરવાજા યાત્રા સંપન્ન કરવામાં આવી સાથે સાથે નવા વાડજ વ્યાસવાડી ખાતે ભગવાન પરશુરામની પ્રતિમાને આરતી તથા હાર પહેરાવીને સૌ બ્રહ્મ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, સંતો મહંતો અને સનાતન ધર્મપ્રેમીઓએ ભગવાન પરશુરામના આશીર્વાદ લીધા.સનાતન હિન્દુ ધર્મના રક્ષક, આસુરી શક્તિનો નાશ કરનાર, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજી, મહાદેવજી, બ્રહ્માજી, ભગવાન વિષ્ણુની સાથે ગાયત્રી માતા, અને ગંગા માતા સાથે સૌ દેવી દેવતા, ૧૮ પૂરાણો અને ચાર વેદોના રથ, રામધૂન અને ભજન સાથે ભગવાન પરશુરામજીની આરતી કર્યા બાદ શોભાયાત્રાનું સંતો, મહંતો, સામાજિક રાજકીય અગ્રિણી, અને સૌ સનાતની ભક્તો દ્વારા પ્રસ્થાન કરવામાં આવી. યાત્રાના નિયત માર્ગ ઉપર ઠેર ઠેર સ્વાગતના પંડાલો લગાવવામાં આવ્યા હતા અને વૈશાખ મહિનાની તપતી ગરમીમાં ભાવિક ભક્તોને છાશ, કોલ્ડ્રીંક, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ ધર્મપ્રેમી જનતાએ ભગવાન પરશુરામના શોભાયાત્રાના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા.