
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને સર્વોપરી રાખે છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, મંડળે શ્રી રાઘવ સેવા સમિતિના સહયોગથી ચાર મુખ્ય સ્ટેશનો મણીનગર, સાબરમતી, વટવા અને અસારવા પર વિનામૂલ્યે ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે. આ સેવાનો શુભારંભ 30 એપ્રિલ 2025 ના રોજ મણીનગર રેલવે સ્ટેશન પર પરમપૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર દાસ જી (ચિત્રકૂટ), પરમપૂજ્ય ધર્માચાર્ય મહંત શ્રી અખિલેશ્વર દાસ જી મહારાજ, (નરોડા) દ્વારા માનનીય ધારાસભ્ય મણીનગર શ્રી અમૂલ ભટ્ટની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં કર્યો.આ અવસર પર શ્રી રમાકાંત ચતુર્વેદી (પેન્થર સિક્યોરિટી & એલાઈએડ સર્વિસીઝ) પણ ઉપસ્થિત રહ્યા, જેમણે આ પહેલમાં પોતાનો સહયોગ આપ્યો છે. સૌએ મળીને યાત્રીઓની સેવા માટે આ વિનામૂલ્યે ઠંડા પાણીની સેવાને સફળતાપૂર્વક શરૂ કરવામાં પોતાનું યોગદાન આપ્યું.આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર શ્રી સંજય યાદવે શ્રી રાઘવ સેવા સમિતિના આ પ્રયાસની પ્રશંસા કરી. આ વિનામૂલ્યે ઠંડા પાણીની સેવા આ ચારેય સ્ટેશનો પર યાત્રીઓ માટે એક મોટી સુવિધા સાબિત થશે. વિશેષરૂપે ગરમીની ઋતુમાં જ્યારે તાપમાન અત્યંત વધી જાય છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ યાત્રીઓની સુવિધા અને કલ્યાણ માટે આ પ્રકારના અન્ય પગલાં લેવા માટે કટિબદ્ધ છે.