
વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L’Oréal Paris 13થી 24 મે, 2025 દરમિયાન યોજાનારા Festival de Cannes ની ઓફિશિયલ બ્યૂટી પાર્ટનર તરીકે ગર્વભેર પરત ફરી છે. આ વર્ષ આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ ખાતે બ્રાન્ડનું સતત 28મું વર્ષ છે જે “Lights, Beauty and Action” ની થીમની ઊજવણી કરે છે. આ એક શક્તિશાળી ફિલોસોફી છે જેના મૂળિયા વિશ્વાસ, સ્વ-મૂલ્ય અને દરેક વ્યક્તિ સ્વાભાવિક રીતે લાયક છે તેવી માન્યતામાં રહેલા છે.સિદ્ધિ હાંસલ કર્યાના આ વર્ષે જાણીતી ભારતીય અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ ફેસ્ટિવલમાં L’Oréal Paris માટેની ગ્લોબલ એમ્બેસડર તરીકેની તેની ભૂમિકા સાથે સામેલ થશે. તે લાંબા સમયથી બ્રાન્ડ એમ્બેસડર રહેલી અને ગ્લોબલ આઇકોન ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોડાશે અને વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમાના વધતા પ્રભાવનો પુનરોચ્ચાર કરે છે. તેમની સહભાગિતા સમાવેશકતા અને સશક્તિકરણ દ્વારા સુંદરતાને પુનઃવ્યાખ્યાયિત કરવા અને વિવિધ લોકોને રજૂ કરવાની L’Oréal Paris ની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.કાન્સ ફેસ્ટિવલમાં ડેબ્યૂ પહેલા પોતાના વિચારો વ્યક્ત કરતા ભારતીય કલાકાર, નિર્માતા અને ઉદ્યોગ સાહસિક આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે “તમે જ્યારે કોઈ પહેલી શરૂઆત કરો છો ત્યારે તે ખરેખર ખાસ હોય છે. આ વર્ષે Festival de Cannes માં મારા ડેબ્યૂ અંગે હું ખૂબ જ રોમાંચિત છું જે સિનેમા અને સ્વ-અભિવ્યક્તિની અદ્ભુત ઊજવણી છે. આ વર્ષની થીમ ‘Lights, Beauty and Action’ સાથે ફેસ્ટિવલમાં L’Oréal Paris નું પ્રતિનિધત્વ કરતાં હું સન્માનિત છું. મારા માટે સુંદરતા એ વ્યક્તિત્વ, વિશ્વાસ અને સ્વ-મૂલ્યની ઊજવણી વિશે છે. તે અમર્યાદિત છે, તે અનન્ય છે. હું ગર્વભેર એવી બ્રાન્ડ સાથે છું જે દરેક મહિલાની સફરની ઊજવણી કરે છે અને તેમના પોતાના અધિકારોમાં ચમકવા માટે તેમને સશક્ત કરે છે.”L’Oréal Paris ના જનરલ મેનેજર ડેરિઓ ઝિઝ્ઝીએ આ ઇવેન્ટના મહત્વ અંગે જણાવ્યું હતું કે “Festival de Cannes એ વાર્તા કહેવા, રચનાત્મકતા અને સાંસ્કૃતિક સંવાદ માટેનું મજબૂત માધ્યમ રહ્યો છે. આ એવા મૂલ્યો છે જે L’Oréal Paris સાથે ગહન રીતે પડઘો પાડે છે. ઓફિશિયલ મેકઅપ પાર્ટનર તરીકે અમે 28 વર્ષની ઊજવણી કરીએ છીએ ત્યારે અમે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે આ વૈશ્વિક મંચ પર આલિયા ભટ્ટનું સ્વાગત કરતા વિશેષ ગર્વ અનુભવીએ છીએ જેમણે આપણને છેલ્લા બે દાયકાથી મંત્રમુગ્ધ કર્યા છે. આલિયાનું ડેબ્યૂ ન કેવળ ભારતીય સિનેમાના વધી રહેલા પ્રભાવનું પરંતુ વિશ્વભરમાં મહિલાઓને સશક્ત કરવાની અને વૈવિધ્યપૂર્ણ સુંદરતાની ઊજવણી કરવાની અમારી બ્રાન્ડની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે.”વ્યૂહાત્મક સહયોગના ભાગરૂપે L’Oréal Paris એ આ વર્ષે ભારતમાં તેની બ્યૂટી પાર્ટનર તરીકે ભારતીય બ્યૂટી ઇ-કોમર્સ પ્લેટફોર્મ નાઇકા સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી દ્વારા નાઇકા આઇકોનિક કાન્સ રેડ કાર્પેટ લુક્સની એક્સક્લુઝિવ એક્સેસ પૂરી પાડીને ભારતીય ગ્રાહકો સમક્ષ કાન્સની સુંદરતા લાવે છે. વાઇરલ થયેલું L’Oréal Paris Plump Ambition Lip Oil પહેલી મેથી એક્સક્લુઝિવલી નાઇકા પર ઉપલબ્ધ છે જે સમગ્ર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રહેશે.નાઇકા બ્યૂટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ અંચિત નાયરે જણાવ્યું હતું કે “લગભગ 30 વર્ષથી, કાન્સમાં L’Oréal Paris સુંદરતાની વૈશ્વિક સ્તરે ઊજવણી કરે છે. ભારતમાં તેમના ઓફિશિયલ બ્યૂટી પાર્ટનર તરીકે નાઇકાને આ સહયોગને તેના 40 મિલિયનથી વધુ ગ્રાહકો અને 200થી વધુ સ્ટોર્સની નજીક લાવવાનો ગર્વ છે જે ભારતીય સૌંદર્યના વૈશ્વિક ઉદયનું સન્માન કરે છે અને એવી દરેક વ્યક્તિને સમર્થન આપે છે જેઓ માને છે કે તેઓ તેના માટે યોગ્ય છે.”તેના મજબૂત ભારતીય પ્રતિનિધિત્વ ઉપરાંત L’Oréal Paris માં રેડ કાર્પેટ પર ઇવા લોંગોરિયા, વાયોલા ડેવિસ, જેન ફોન્ડા, અજા નાઓમી કિંગ, એન્ડી મેકડોવેલ, સિમોન એશ્લે, એલે ફેનિંગ, બેબે વાયો અને સ્યુલ્ટ સહિત ગ્લોબલ એમ્બેસડર્સનું એક પ્રતિષ્ઠિત રોસ્ટર જોડાશે. આ બધા જ બ્રાન્ડની અધિકૃત સુંદરતાની ઊજવણી પ્રત્યેની પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરે છે.ફિલ્મમાં મહિલાઓને આગળ વધારવા માટેના પોતાના સમર્પણને મજબૂત બનાવતા L’Oréal Paris ફરી એકવાર Lights On Women’s Worth Award રજૂ કરશે, જે આશાસ્પદ મહિલા ફિલ્મમેકર્સને બહાર લાવવા અને તેમને ટેકો આપવા માટે બનાવાયેલી પહેલ છે. આ એવોર્ડ સિનેમેટિક ઉદ્યોગમાં મહિલાઓના અવાજને વધારવા અને તેમની પ્રોફેશનલ યાત્રાને વેગ આપવા માટે એક પ્લેટફોર્મ બની રહ્યું છે.સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન, બ્રાન્ડ L’Oréal Paris ના નવા નિયુક્ત ગ્લોબલ મેકઅપ ક્રિએટિવ ડિરેક્ટર હેરોલ્ડ જેમ્સના નેતૃત્વમાં કાન્સમાં સૌંદર્યની નવીનતમ સીઝનનું અનાવરણ કરશે. 30 આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બ્યૂટી આર્ટિસ્ટ્સની ટીમ સાથે, જેમ્સ અત્યાધુનિક ટ્રેન્ડ્સ અને નવીનતાઓ રજૂ કરશે જે આ વૈશ્વિક મંચ પર સૌંદર્યના ભવિષ્યને વ્યાખ્યાયિત કરે છે.