
ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી (BIMTECH)એ 5 મે 2025ના રોજ ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સપોઝિશન માર્ટ લિમિટેડ ખાતે આયોજિત 37મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં તેના સમૃદ્ધ વારસામાં વધુ એક પાનાનો ઉમેરો કર્યો છે. આ પદવીદાન સમારોહ PGDM, PGDM (રિટેઈલ મેનેજમેન્ટ), PGDM (ઈન્સ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટ), PGDM (આંતરરાષ્ટ્રીય વેપાર), PGDM (ઓનલાઈન) અને ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (FPM/EFPM)ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારોહમાં ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની અધ્યક્ષતા બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરપર્સન શ્રીમતી જયશ્રી મોહતા, BIMTECHના ડિરેક્ટર ડૉ. પ્રબીના રાજીબ, ખૈતાન એન્ડકંપનીના સિનિયર પાર્ટનર (ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, રિયલ એસ્ટેટ) શ્રી નંદ ગોપાલ ખૈતાન અને બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય શ્રી વિકાસ કંદોઈએ કરી હતી. ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, “આપણા દેશને પહેલગામમાં પડકારવામાં આવ્યો છે. આ સમયે આપણી પાસે કોઈ સૌથી મોટી ખાતરી હોય તો તે આપણું દૂરંદેશી નેતૃત્વ છે. પરંતુ ભારતીયો તરીકે આપણે એક વ્યક્તિ તરીકે ઉભા થવું જોઈએ. ભારતની અંદર અને બહારની દુશ્મન તાકાતોને ધ્વસ્ત કરવી પડશે. આ એવો સમય છે જ્યારે આપણે આપણા મૂળભૂત અધિકારોને બાજુ પર મૂકીને મૂળભૂત ફરજોને મહત્વ આપવું જોઈએ. હાલમાં વિશ્વ એ ગતિએ બદલાઈ રહ્યું છે જે ઔદ્યોગિક ક્રાંતિઓથી ઘણી વધારે છે. ભારત હાલમાં તક અને વિકાસનું વૈશ્વિક કેન્દ્ર છે. મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મોટા અર્થતંત્રોમાં, આપણે આપણી દિશાને ટકાવી રાખવામાં અને નાજુક 5થી આગળ વધીને વિશ્વની સૌથી મોટી 5 અર્થવ્યવસ્થાઓ તરફ આગળ વધવામાં સફળ રહ્યા છીએ. ચાલો આપણે સંકલ્પ કરીએ કે મુશ્કેલીઓ દૂર કરવા અને ઉચ્ચતમ સ્તર પર, ઉચ્ચતમ પ્રતિબદ્ધતા સાથે લોકશાહી મૂલ્યોને પોષીને આપણે એવી રીતે કાર્ય કરીએ કે જેથી આપણી લોકશાહી ખિલી ઉઠે.” સ્વાગત પ્રવચનમાં, બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષા શ્રીમતી જયશ્રી મોહતાએ જણાવ્યું હતું કે, “દીક્ષાંત સમારોહ માત્ર એક સમારંભ નથી, પરંતુ દ્રઢતા, શિક્ષણ અને પરિવર્તનની ઉજવણી છે. વર્ષોથી, અમારા સમૃદ્ધ વારસાએ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપ્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે અમારા વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાનથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયાની ઉંડાણપૂર્વકની સમજ, નૈતિક પાયા અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યથી સજ્જ બને. ભવિષ્યના લીડર તરીકે, હું તમને દરેકને વિનંતી કરું છું કે તમે જે પણ બોર્ડરૂમ, સ્ટાર્ટ-અપ અને એન્ટરપ્રાઇઝના ભાગ બનો, તેમાં પ્રામાણિકતા, સમાવેશકતા અને સકારાત્મક પ્રભાવ લાવજો.” BIMTECHના ડિરેક્ટર ડૉ. પ્રબીના રાજીબે જણાવ્યું હતું કે, “આ સંસ્થામાં તમારી સફર તમને ભૂ-રાજકીય ગોઠવણમાં આવેલા પાયાના પરિવર્તનો અને તકનીકી સફળતાઓને પાર કરવા માટે સજ્જ કરશે, જે આપણા વિશ્વને અભૂતપૂર્વ ગતિએ ફરીથી આકાર આપી રહ્યા છે. તમે આ સંસ્થાના દરવાજાથી આગળ વધો છો, ત્યારે પ્રમાણિકતા, ટકાઉ ઈનોવેશન અને સમાવેશકતાના મૂલ્યોને તમારી સાથે લઈ જાઓ છો. તમારી આગળની સફર ઉદ્દેશ્ય, જુસ્સા અને સમાજ માટે મૂલ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દ્વારા ચિહ્નિત થાય તેવી શુભેચ્છાઓ. તમે દરેકને અભિનંદન, ભવિષ્ય તમારી પ્રતિભાની રાહ જોઈ રહ્યું છે.”વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા, ખૈતાન એન્ડ કંપનીના સિનિયર પાર્ટનર (ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, રિયલ એસ્ટેટ), શ્રી નંદ ગોપાલ ખૈતાને જણાવ્યું હતું કે, “મને લાગે છે કે તમે બધા સુવર્ણ ભારતમાં જન્મ્યા છો. કામ કરવાની કોઈ મર્યાદા નથી, કામ માટે કોઈ ચોક્કસ સમય નથી. તમારે ખંત સાથે સખત મહેનત કરવી પડશે. હું ઈચ્છું છું કે તમે બધા સખત મહેનત કરો પણ સાથે જ વિશ્વસનીય પણ બનો, તો જ તમે સફળ થશો. તમારા ખભા પર માખી બેસે છે, તો તમે તેને ઝડપથી દૂર કરી દો છો. પરંતુ તમારે પોતાની જાતને માખીમાંથી પતંગિયામાં બદલવાનું કામ કરવું જોઈએ. કેમ કે જ્યારે પતંગિયું કોઈના પર બેસે છે, ત્યારે તે તેની પ્રશંસા કરે છે અને તેને જાળવી રાખવા માગે છે. તેથી, એવા વ્યક્તિબનવાનું લક્ષ્ય રાખો જેનું મૂલ્ય હોય અને લોકો જેની પ્રશંસા કરે. સૌથી અગત્યનું, તમારા માતાપિતા, માર્ગદર્શકો, મિત્રો અને શિક્ષકોનો સાથ ક્યારેય ન છોડશો.” સ્નાતકોની બેચમાં કુલ 713 ભાવિ લીડર્સનો સમાવેશ થતો હતો, જેમાં PGDM, PGDM (રિટેઈલ મેનેજમેન્ટ), PGDM (ઈન્સ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટ), PGDM (આંતરરાષ્ટ્રીય વેપાર), PGDM-ઓનલાઇન અને મેનેજમેન્ટમાં એક્ઝિક્યુટિવ ફેલો પ્રોગ્રામનો સમાવેશ થાય છે. સમારોહમાં 18 સ્નાતકોને શૈક્ષણિક સિદ્ધિ બદલ મેડલ અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના સ્થાપકો સ્વ. બસંત કુમાર બિરલા અને સરલા બિરલાથી પ્રેરિત થઈને, BIMTECHએ PGDM, PGDM- ઇન્ટરનેશનલ બિઝનેસ (IB), PGDM-રિટેઈલ મેનેજમેન્ટ (RM), PGDM-ઇન્સ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટ (IBM), PGDM-ઓનલાઇન, મેનેજમેન્ટ (FPM)માં ફેલો પ્રોગ્રામ અને મેનેજમેન્ટ (EFPM)માં એક્ઝિક્યુટિવ ફેલો પ્રોગ્રામ જેવા નવા પ્રોગ્રામની શરૂઆત કરી છે, જે વ્યક્તિને વૈશ્વિક લીડર બનવા માટે તૈયાર કરે છે. આ ઉપરાંત, BIMTECH હવે AACSB દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ટોચની બી-સ્કૂલ્સની પ્રતિષ્ઠિત લીગમાં જોડાય છે. સહઅસ્તિત્વ સાથેનાં સંબંધને આગળ ધપાવતાં, સંસ્થાએ મેનેજમેન્ટના શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રાપ્ત કરી છે, સંસ્થાને વૈશ્વિક સ્તરે પ્લેસમેન્ટ મેળવનારા તેના 9000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મજબૂત નેટવર્કનું સમર્થન પ્રાપ્ત છે.