
થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની અગ્રણી WOL3D એ ભારતમાં પાંચ મુખ્ય શહેરોમાં નવા એક્સપિરિયન્સ સેન્ટર્સના લોન્ચ સાથે વ્યૂહાત્મક વિસ્તરણની જાહેરાત કરી છે. આ સિદ્ધિ ભારતીય ગ્રાહકો અને વ્યવસાયો સુધી થ્રીડી પ્રિન્ટિંગને વધુ સુલભ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે જે આઇડિયેશન અને મેન્યુફેક્ચરિંગ વચ્ચેના અંતરને ઘટાડવાના WOL3D મિશનને પુનઃસ્થાપિત કરે છે.આ નવા એક્સપિરિયન્સ સેન્ટર્સનું પૂણે, અમદાવાદ, ઇન્દોર, વિજયવાડા અને ગુવાહાટીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર્સ ઇમર્સિવ હબ બની રહેશે જ્યાં રિટેલ ખરીદદારો, ઉત્પાદકો અને ગ્રાહકો પ્રત્યક્ષ નજરે થ્રીડી પ્રિન્ટિંગની સંભાવના જાણી શકશે. ગ્રાહકોને થ્રીડી પ્રિન્ટર્સ, ફિલામેન્ટ્સ, પેન અને પ્રોટોટાઇપિંગ સર્વિસીઝ સહિત WOL3D ના વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયોની એક્સેસ મળશે. આ સેન્ટર્સ પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન અને વધુ સારો આફ્ટર-સેલ્સ સપોર્ટ પણ પૂરો પાડશે જે સરળ ગ્રાહક અનુભવ સુનિશ્ચિત કરશે.WOL3D ના ફાઉન્ડર અને સીઈઓ શ્રી રાહુલ ચંદાલિયાએ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય થ્રીડી પ્રિન્ટિંગને દરેક ઘરમાં પરંપરાગત પ્રિન્ટર્સ અને લેપટોપની જેમ જ સામાન્ય અને સુલભ બનાવવાનું છે. નવા એક્સપિરિયન્સ સેન્ટર્સ વધુને વધુ લોકોને થ્રીડી પ્રિન્ટિંગની સમજ પૂરી પાડશે. અમારી સફળતાની વાર્તાઓએ કુશળતા અને શિક્ષણ માટે થ્રીડી પ્રિન્ટિંગને એક મહત્વના ટૂલ તરીકે રજૂ કર્યું છે જેમ કે અટલ ટિંકરિંગ લેબ્સથી માંડીને સ્કૂલો તથા યુનિવર્સિટીમાં તે ઊભા કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજી કેવી રીતે તેમના ઉત્પાદન અને ડિઝાઇનની પ્રક્રિયામાં ક્રાંતિ લાવી શકે છે તે જાણવા માટે અમે તમામ સ્તરના વ્યવસાયોને તકો પણ પૂરી પાડીએ છીએ. આ વિસ્તરણ સાથે અમે યુવા લોકોની કલ્પનાઓને જાગૃત કરવા અને આગામી પેઢીના ઇનોવેટર્સને સશક્ત બનાવવામાં માનીએ છીએ.થ્રીડી પ્રિન્ટિંગમાં આપણે જે પ્રકારે પ્રોબ્લેમ-સોલ્વિંગ અને ડિઝાઇન થીંકિંગની પ્રક્રિયા કરીએ છીએ તેમાં પરિવર્તન લાવવાની સંભાવના રહેલી છે. તેને શૈક્ષણિક સંસ્થાનો અને સ્કીલિંગ પ્રોગ્રામ્સમાં સંકલિત કરીને WOL3D નો ઉદ્દેશ ટેક્નોલોજી અને ઉત્પાદનમાં નવી કારકિર્દીની તકો શોધવા માટે યુવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો અને મહિલાઓને સશક્ત બનાવવાનો છે. આ એક્સપિરિયન્સ સેન્ટર્સ આ પહેલ માટેના લોન્ચપેડ બની રહેશે અને રચનાત્મકતા, ઉદ્યોગસાહસિકતા તથા વિકાસ માટેની નવી સંભાવનાઓ ઊભી કરશે.એરોસ્પેસ, હેલ્થકેર અને ઓટોમોટિવ જેવા વિવિધ ઉદ્યોગમાં ફેલાયેલા વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો સાથે WOL3D નવીનતા અને ટકાઉપણા સાથે આગળ વધી રહી છે. થ્રીડી પ્રિન્ટિંગને વધુ કિફાયતી બનાવવા માટેની તેની ઇકો-ફ્રેન્ડલી ફિલામેન્ટ ઉત્પાદન તથા પહેલ ભારતીય વ્યવસાયો અને ગ્રાહકોને સશક્ત બનાવવાના તેના મિશનમાં કેન્દ્રસ્થાને છે. તેનું વ્યૂહાત્મક વિસ્તરણ ભારતીય થ્રીડી પ્રિન્ટિંગ માર્કેટમાં WOL3D ની લીડરશિપ સ્થિતિને પુનઃસ્થાપિત કરે છે અને દરેક ઘરમાં થ્રીડી પ્રિન્ટિંગ યુઝ-કેસ બનાવવાના તેના વ્યાપક લક્ષ્યાંક સાથે સંલગ્ન છે. આ એવું વિઝન છે જે ભારતમાં ટેક્નોલોજીકલ પ્રગતિ આગળ વધારવાની કંપનીની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે.આ ગતિવિધિ WOL3D ના બ્રાન્ડ પરિવર્તન પ્રક્રિયાને અનુસરે છે જેમાં STEM ડોમેનને લગતા બિઝનેસ અલાઇમેન્ટને મૂળભૂત ધ્યાન તરીકે રજૂ કરવા માટે નવો લોગો બહાર પાડવાની પ્રક્રિયા સમાવિષ્ટ છે. 2017માં સ્થાપાયેલી WOL3D એ પોતાને એક અગ્રણી થ્રીડી પ્રિન્ટિંગ ઉત્પાદન કંપની તરીકે સ્થાપિત કરી છે. તે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર એસએમઈ લિસ્ટિંગ હેઠળ લિસ્ટ થયેલી છે અને શાર્ક ટેન્ક ઈન્ડિયા પર પણ રજૂ થઈ છે.