
ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે આજે તેનું નવું ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન (NHL) પ્રોડક્ટના લોન્ચ કર્યું છે. જે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર ઉચ્ચ-ઉપજ આપતુ ફાઈનાન્સિયલ સોલ્યુશન છે. આ પ્રોડક્ટનો લાભ પ્રોપર્ટીની અવેજમાં લોન, કોમર્શિયલ પ્લોટ ખરીદી, પ્લોટની અવેજમાં લોન અને લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ જેવા નોન-હાઉસિંગ લોન પ્રોડક્ટ્સ પર લાગુ છે. આ નવા સોલ્યુશનનો ઉદ્દેશ ગ્રાહકોને તેમની પાત્રતાના માપદંડોના આધારે 10.00%થી શરૂ થતાં ફિક્સ્ડ વ્યાજ દરે સરળતાથી લોન મેળવવા સક્ષમ બનાવવાનો છે.મોર્ગેજ સોલ્યુશન્સ પર વ્યાજના ફિક્સ્ડ દરો ગ્રાહકોને બજારની અસ્થિરતા અને વિસ્તૃત લોન મુદતની ચિંતા દૂર કરતાં નિશ્ચિતતા સાથે તેમના નાણાકીય પ્રવાસનું આયોજન કરવામાં મદદ કરશે.પીએનબી હાઉસિંગની ફિક્સ્ડ રેટ એનએચએલ પ્રોડક્ટ 15 વર્ષ સુધીની મુદત પર લોન ઓફર કરે છે, જે લોનધારકો માટે લાંબા ગાળાનું નાણાકીય આયોજન અને મેનેજેબલ EMIની ખાતરી આપે છે. વધુમાં, ગ્રાહકો ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઈમ, લોનની પાત્રતા માટે કસ્ટમાઈઝ્ડ માપદંડ અને ઘરઆંગણે સુવિધા જેવા વધારાના લાભોનો આનંદ માણી શકે છે, જે લોન અરજી અને ફાળવણી પ્રક્રિયાને સરળ અને મુશ્કેલીમુક્ત બનાવે છે.પીએનબી હાઉસિંગ ફાઈનાન્સના એમડી અને સીઈઓ શ્રી ગીરિશ કૌસગીએ આ અંગે જણાવ્યું હતું કે, “ભારતના ધિરાણ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે, જેમાં નિયમનકારો દ્વારા ટકાઉ ગ્રોથ વ્યૂહરચનાઓ અને જવાબદાર ધિરાણ પ્રથાઓ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. આ વિકસતી જરૂરિયાતને ધ્યાનમાં લેતાં વધુ સ્થિર અને પારદર્શક ક્રેડિટ વિકલ્પો પૂરા પાડવાના હેતુ સાથે અમે ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન સોલ્યુશન્સ રજૂ કરવા બદલ ઉત્સુક છીએ. જે લોનધારકો માટે ઉત્કૃષ્ટ નાણાકીય સ્થિરતા સાથે લોન પ્રદાન કરે છે. પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ સાથે અમે બજારની મુખ્ય અડચણોને દૂર કરી અમારા ગ્રાહકોને વધુ ઈનોવેટિવ, જવાબદાર નાણાકીય ઉકેલો પૂરા પાડવા પ્રતિબદ્ધ છીએ, જે તેમના વિકાસ અને સુરક્ષાને વેગ આપે છે.”31 માર્ચ, 2025ના રોજ કંપનીની રિટેલ પ્રોડક્ટ મિક્સમાં 28.5 ટકા હિસ્સો નોન હાઉસિંગ લોનનો છે. જેની એવરેજ ટિકિટ સાઈઝ રૂ. 27 લાખ છે. આ લોન્ચ પીએનબી હાઉસિંગનું ભારતમાં સ્થિત 356 બ્રાન્ચના વિશાળ નેટવર્કમાં ગ્રાહક કેન્દ્રિત ઉકેલો પ્રદાન કરતાં આ પોર્ટફોલિયોને મજબૂત બનાવશે. કંપની પાસે લગભગ ચાર દાયકાનો વારસો છે. જે સુલભ, ઈનોવેટિવ ઉકેલો સાથે નાણાકીય સમાવેશને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.