
અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે બુધવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ૨૬ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પમાં લોકોને રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને કોઈપણ પુખ્ત સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. ખાસ કરીને યુવાનોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રક્તદાનએ બિલકુલ સરળ અને સુરક્ષિત તથા સ્વૈચ્છિક હોય છે. રક્તદાન કરવાથી કોઈપણ જાતનો ચેપ લાગુ પડતો નથી. અઢાર વર્ષથી વધુ વયની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે અને દર ત્રણ માસના ગાળા બાદ ફરી રક્તદાન કરી શકે છે.