નવીદિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (આરઆઇએલ)ના નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે. ચોથા ત્રિમાસિકમાં કંપનીનો ક્ધસોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે રેકોર્ડ 9.79 ટકા વધીને 10,362 કરોડ રૂપિયો નોંધાયો છે. કંપનીએ ગુરૂવારે આ માહિતી આપી છે.
માર્કેટ કેપિટલાઈઝેશનના આધારે દેશની સૌથી મોટી કંપની આરઆઈએલને ગત વર્ષના સમાન સમયગાળામાં 9,438 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે આ વર્ષે ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 19.40 ટકા વધીને 1,54,110 કરોડ રૂપિયા નોંધાઈ છે. જ્યારે વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં 24,047 કરોડ રૂપિયોનો વધારો થયો છે. ઉપરાંત કંપનીના રિટેલ વેપારનો નફો 77 ટકા વધીને રૂ.1,923 કરોડ રૂપિયા અને ટેલિકોમ ક્ષેત્રનો નફો 78.3 ટકા વધીને રૂ.2,665 કરોડ રૂપિયા નોંધાયો.
નાણાકીય પરિણામો પર ટિપ્પણી કરતા આરઆઈએલના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું કે,નાણાકીય વર્ષ 2019માં કંપ્નીએ ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને કંપ્નીને ભવિષ્યનો રિલાયન્સ બનાવવાની દિશામાં કેટલાક ઉલ્લેખનીય પ્રયત્નો કર્યા છે. રિલાયન્સ રિટેલે 1 લાખ કરોડ રૂપિયાની આવકના આંકડાને પાર કર્યો છે, જ્યારે જિયો સાથે 30 કરોડથી વધુ ગ્રાહકો જોડાયા છે. ત્યારે અમારા પેટ્રોકેમિકલ્સ બિઝનેસે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી છે. મને મારી ટીમ પર ગર્વ છે.
રિલાયન્સ જિયોનું પણ શાનદાર પ્રદર્શન
કંપની મુજબ, ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનો નફો ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 64.70 ટકા વધીને 840 કરોડ રૂપિયા નોંધાયો છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં 510 કરોડ રૂપિયા હતો. જિયોનો નાણાકીય વર્ષ 2018-19માં ચોખ્ખો નફો રૂ.2,964 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે નાણાકીય વર્ષ 2018-19માં કંપનીનો ઇબીઆઇટીડીએ 15,102 કરોડ રૂપિયા રહ્યા જે ગત વર્ષની સરખામણીએ 2.25 ગણો વધારે છે. ઇબીઆઇટીડીએ માર્જિન 38.9 ટકા રહ્યા. ચોથા ક્વાર્ટરની વાત કરીએ તો ઇબીઆઇટીડીએ રૂ.4329 કરોડ રહ્યા જે ગત ત્રિમાસિકગાળાથી 13.4 ટકા વધારે છે. જ્યારે ઇબીઆઇટીડીએ માર્જિન 39 ટકા નોંધાયા. ગ્રાહક દીઠ સરેરાશ માસિક આવક માર્ચ ક્વાર્ટરમાં રૂ.126.2 રહી છે.
રિટેલમાં પણ કમાલ
રિલાયન્સ રિટેલ બિઝનેસની આવક ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 89 ટકા વધી. જે નાણાકીય વર્ષ 2018-19માં રૂ.1,30,566 કરોડ રૂપિયા રહી. રિટેલના 6,600થી વધુ શહરોમાં 10,415 સ્ટોર છે. ઇબીઆઇટીડીએની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ 169 ટકા વધીને આ વર્ષે રૂ.5,546 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે ચોથા ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ રૂ.1,923 કરોડ રૂપિયા રહ્યા. જે ગત વર્ષની સરખાણીએ 77.1 ટકા વધારે છે. ચોથા ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ માર્જિન 4.7 ટકા વધ્યા.
પેટ્રોકેમમાં પણ ધમાલ
નાણાકીય વર્ષ 218-19ના ચોથા કવર્ટિરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ડોલર 8.2/બીબીઆઇ રહ્યું. જે સિંગાપોર કોમ્પ્લેક્સ માર્જિન બેંચમાર્કથી ડોલર 5.0/બીબીઆઇ વધુ છે. નાણાકીય વર્ષ 2018-19માં પેટકેમ ઇબીઆઇટી વાર્ષિક ધોરણે 51.9 ટકા વધીને 32,173 કરોડ રૂપિયા રહ્યા જ્યારે માર્જિન 18.7 ટકા વધ્યા. પ્રોડક્શનની વાત કરીએ તો 2018-19માં 37.7 મિલિયન ટન રહ્યું જે ગત વર્ષની સરખામણીએ 16 ટકા વધું છે.