જી.એન.એસ.)અમદાવાદ,
ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે પોલીસ મતદારોને પ્રભાવીત ન કરી શકે તેવા તત્વોને પકડવા પ્રયાસો કરી રહી હતી તેની વચ્ચે અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ક્રાઇમ રેટ વધ્યો હોવાનું સામે આવ્યું છે.જ્યારે પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે શહેરના અમદાવાદના પુર્વ અને પશ્ચિમ ભાગમાં હત્યા, ચોરી જેવા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. હાલ આ તમામ ગુનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે પ્રયાસો તેજ કર્યા છે.
ગોમતીપુર:
શહેરના ગોમતીપુર વિસ્તારમાં હત્યા થયા બાદ પોલીસ દોડતી થઈ છે. વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ગોમતીપુરમાં આવેલા ઔડાના એક મકાનમાં રહેલા યુવકની ગાળો ના બોલવા બાબતે બોલાચાલી થતા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. જેની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી. હત્યાની ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. હત્યા પાછળ સામાન્ય બાબત છે કે પછી કોઇ જૂની દુશ્મની તેની તપાસ ચાલી રહી છે.
ગોમતીપુરની એક મહિલાએ પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપતો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છેકે, તેનો પતિ ખોટા વહેમ રાખી તેની સાથે મારઝૂડ કરતો હતો. પોલીસે સમગ્ર વાતચીત સાંભળ્યા બાદ મહિલાની ફરિયાદ નોંધી આગળ તપાસ શરૂ કરી દીધી છે.
નિકોલ:
શહેરના નિકોલ રિંગ રોડ નજીક સરિયામ રોડ પાસે પાર્ક કરેલી કારમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ કારનો કાચ તોડી અંતર રાખેલા સોનાના દાગીના સહિત મેકઅપના સામાનની ચોરી કરી હતી. જેની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
રખિયાલ:
રખિયાલમાં મોડી રાત્રે બે કિન્નર સહિત ૩ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઇ છે. ઈસનપુરની કિન્નરના વાહનમાંથી ૪૦ હજાર ચોરી થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. રખિયાલ પોલીસે સમગ્ર ઘટના જાણી વધુ તપાસ શરૂ કરી દીધી છે.
સોલા:
શહેરના સોલા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેની ફરિયાદ યુવકે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.