(જી.એન.એસ)મુંબઇ,તા.૨૫
આજે દિવસના અંતે શેરબજારમાં કડાકો બોલાયો છે. જેમાં સેન્સેક્સ -૩૨૩.૮૨ અંક એટલે કે ૦.૮૩% ટકા ઘટીને ૩૮,૭૩૦.૮૬ પર અને નિફ્ટી -૮૪.૩૫ અંક એટલે કે ૦.૭૨% ટકા ઘટીને ૧૧,૬૪૧.૮૦ પર માર્કેટ બંધ થયું છે.
આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો મળ્યો હતો. પણ માર્કેટે સેન્સેક્સને ૩૯,૦૦૦ને પાર પહોંચાડી દિધુ હતુ. તેમજ આજે શેરબજારમાં ખુલતાની સાથે સેન્સેક્સ +૭૧.૨૪ અંક એટલે કે ૦.૧૮% ટકા વધીને ૩૯,૧૨૫.૯૨ પર અને નિફ્ટી +૨૯.૮૦ અંક એટલે કે ૦.૨૫% ટકા વધીને ૧૧,૭૫૫.૯૫ પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.
ગઇકાલે શેરબજારમાં દિવસને અંતે ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +૪૮૯.૮૦ અંક એટલે કે ૧.૨૭% ટકા વધીને ૩૯,૦૫૪.૬૮ પર અને નિફ્ટી +૧૫૦.૨૦ અંક એટલે કે ૧.૩૦% ટકા વધીને ૧૧,૭૨૬.૧૫ પર માર્કેટ બંધ થયું હતુ. શેરબજારમાં ફરી ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. કારણ કે ફરી વખત સેન્સેક્સ ૩૯,૦૦૦ને પાર ગયું હતુ.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો જાવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +૭૭.૭૮ અંક એટલે કે ૦.૨૦% ટકા વધીને ૩૮,૬૪૨.૬૬ પર અને નિફ્ટી +૨૪.૭૦ અંક એટલે કે ૦.૨૧% ટકા વધીને ૧૧,૬૦૦.૬૫ પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.