૧૬ વર્ષની કિશોરી પર મિત્રએ દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
24
justice for rape victimin india
justice for rape victimin india

(જી.એન.એસ.)સુરત,તા.૨૭
સુરતના પાંડેસરા શ્રમ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય કિશોરી પર મકાનમાલિક અને તેના પુત્ર સહિત ચાર નરાધમોએ શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીને પેટમાં દુઃખાવો થતા મેડીકલ તપાસ માટે લઈ ગયા ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચારેય નરાધમોને દબોચી લઈ ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે પાંડેસરામાં ૧૬ વર્ષની કિશોરી ધોરણ-૮માં અભ્યાસ કરે છે અને તેની સુનિલ નામના શખ્સ જાડે મિત્રતા થઈ હતી. મિત્રતામાં સુનિલે કિશોરીનું શારિરીક શોષણ કર્યું હતું. સુનિલ પોતે કરીયાણાની દુકાન ચલાવતો હતો અને થોડા દિવસો પહેલા કિશોરી સુનિલે મરળવા માટે ગઈ તો સુનિલ ઘરે ન હતો, તે સમયે સુનિલના કારીગર પાંડેએ પણ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત કિશોરી જે જગ્યાએ રહે છે તેના મકાનમાલિક ૫૫ વર્ષીય મહેન્દ્ર આહીરે પર તેની સાથે અડપલા કર્યા હતા.
જ્યારે મકાનમાલિકનો ૩૫ વર્ષીય પુત્ર કિશોર આહિરે છેલ્લા ૫ મહિનામાં કિશોરી પર ૭થી ૮ વાર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા છ મહિનાથી નરાધમોના કિશોરી પર રેપ કરતા હતા. બુધવારે રાત્રે કિશોરીને પેટમાં દુઃખાવો થયો હતો. જેના કારણે પરિવારજનો કિશોરીને તેની નાનીના ઘરે ભટાર લઈ ગયા હતા. જ્યાં પરિવારે મેડિકલ પરથી પ્રેગ્નન્સી ટેસ્ટ પટ્ટી લાવી ચેક કરતા તેમાં કિશોરીને ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનો એ કિશોરીને આ બાબતે પૂછતાં તેણે પોતાની સાથે થયેલી આપવીતીની ચોંકાવનારી હકીકતો જણાવી હતી.