ધોની સુપ્રીમ કોર્ટનાં શરણે…’મને ઠગવામાં આવ્યો, ના ઘર આપ્યું કે ના રૂપિયા’

0
43

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
ક્રિકેટર્સ મહેન્દ્ર સિંહ ધોની સુપ્રીમ કાર્ટમાં પહોંચ્યો છે. ધોનીએ પોતાની નવી અરજીમાં કાર્ટ તરફ મદદની ગુહાર અવાજ લગાવી છે કે આમ્રપાલી પ્રોજેક્ટમાં તેને પેંટહાઉસનો કબજા અપાવવામાં આવે. સાથે જ તેને અન્ય ઘર ખરીદદારોની જેમ લેણદારોની યાદીમાં સામેલ કરવામાં આવે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કાર્ટનાં કબૂલનામામાં જણાવ્યું છે કે તેમણે રાંચીમાં આમ્રપાલી સફાયરમાં પેંટહાઉસ બૂક કરાવ્યું હતુ. ત્યારે આમ્રપાલી ગ્રુપનાં મેનેજમેન્ટે તેમને ખોટા સપના બતાવ્યા. આ ચક્કરમાં આમ્રપાલી ગ્રુપે તેને પોતાની પ્રોડક્ટ્‌સનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યો.
ધોનીએ કાર્ટને કહ્યું કે તેને ઠગવામાં આવ્યો છે. તેના દ્વારા કરવામાં આવેલા બ્રાન્ડનાં પ્રમોશનનાં રૂપિયા પણ બાકી છે અને ઘર પણ નથી આપવામાં આવ્યું. આ પહેલા ધોનીએ એક અરજીમાં કંપની પર ૪૦ કરોડ રૂપિયા ના ચુકવવાનો આરોપ લગાવ્યો હતો અને માંગ કરી હતી કે તેની અવેજીમાં કેટલીક જમીન પોતાના માટે સુરક્ષિત રાખવામાં આવે.
૪૬ હજાર હામ બાયર્સની અરજી પર સુપ્રીમ કાર્ટ સુનાવણી કરી રહી છે, જેમને સમય પર ફ્લેટ આપવામાં આવ્યો નથી. કોર્ટે આમ્રપાલી ગ્રુપની તમામ સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ધોની પણ પોતાના નાણાકીય હિત માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.