(જી.એન.એસ)કોલંબો,તા.૨૯
શ્રીલંકામાં તા. ૨૧ એપ્રિલના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં ભારતીય મૂળના દુબઈના દંપતિ માંડ બચ્યા છે. તેઓ કોલંબોના સિનમોન ગ્રાન્ડ હોટેલમાં રોકાય હતા. જે બોંબ વિસ્ફોટના આઠ ટાર્ગેટ પૈકીનું એક લોકેશન હતું. અહીં વાત એટલા માટે મહત્વની છે કારણ કે, અભિનવ ચારી ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલા વખતે પણ ત્યાં હાજર હતા અને આ હુમલામાંથી પણ માંડમાંડ બચ્યા હતા.
આ વખતે શ્રીલંકાની યાત્રા પર નીકળેલા અભિનવ તેમની પત્ની નવરુપ ચારી સાથે હતા. તેઓ એક બિઝનસ ટુર પર શ્રીલંકા આવ્યા હતા. રિપોર્ટ અનુસાર અહીં સવારના નાસ્તાના સમયે બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. બંને લોકો દુબઈમાં સ્થાયી થયા છે અને દુબઈમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેઓ અત્યાર સુધીમાં બે વખત વિદેશ યાત્રા પર ગયા છે. આ બંને વખત તેમણે આતંકી ઘટનાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
વર્ષ ૨૦૦૮માં મુંબઈ પર થયેલા આતંકી હુમલા અંગેની વાત કરતા અનિભવે કહ્યું હતું કે, એ વખતે આતંકવાદીઓએ ૧૨ જગ્યાઓ પર ગોળીબાર અને બોંબ વિસ્ફોટ કર્યા હતા. બીજી વખત એ જ માહોલ શ્રીલંકામાં જાવા મળ્યો હતો. તે પોતાની પત્ની સાથે ઈસ્ટર પ્રાર્થનાસભામાં હતો. એ દરમિયાન પાદરીએ લોકોને શાંતિથી ચર્ચ છોડીને દૂર જતા રહેવાની સૂચના આપી હતી. ચર્ચમાંથી બાહર નીકળીને અમે એક ટેક્સી બુક કરી અને દૂર જઈને નાસ્તો કર્યો. રસ્તા પર અફરાતફરીનો માહોલ જાયો અને ફરી હોટેલ પરત ફર્યા.
હોટેલમાં જ્યારે પહોંચ્યા ત્યારે એવું લાગ્યું કે, આ કોઈ સુરક્ષા પ્રોટોકલ હશે. પણ લોહીથી લથબથ માનવદેહ જાયા ત્યારે હોંશ ઊડી ગયા. આજે પણ એ દિવસોને યાદ કરું તો રુંવાડા ઊભા થઈ જાય છે. જાણે કોઈ રિયલ ફિલ્મ જાઈ રહ્યા હોવ, ૨૫૩ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા ૫૦૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા.