૪ તબક્કામાં વર્ષ ૨૦૧૪ની તુલનામાં થોડુ ઓછુ મતદાન

0
24
the percentage of the fourth phase voting has worried the political parties
the percentage of the fourth phase voting has worried the political parties

નવી દિલ્હી,તા. ૩૦
લોકસભાની ચૂંટણી માટે પ્રથમ ચાર તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચુકી છે. હવે બાકીના ત્રણ તબક્કામાં મતદાન થનાર છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીની વાત કરવામા ંઆવે તો વર્ષ ૨૦૧૪ની તુલનામાં આ વખતે પ્રથમ ચાર તબક્કામાં ઓછુ મતદાન રહ્યુ છે. જા કે આ અંતર નહીંવત સમાન છે. વર્ષ ૨૦૧૯માં ચોથા તબક્કામાં ૬૨ ટકા મતદાન થયુ છે. જ્યારે વર્ષ ૨૦૧૪માં ૬૩.૬૦ ટકા મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોને આવરી લેતી ૯૧ સીટ પર મતદાન થયુ હતુ. ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ. આવી જ રીતે વર્ષ ૨૦૧૪માં પ્રથમ તબક્કામાં ૭૨.૭૧ ટકા મતદાન થયુ હતુ. મતદાનને લઇને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં નોંધપાત્ર મતદાન થયુ નથી. બંગાળમાં ચોક્કસપણે ઉંચુ મતદાન થયુ છે. બાકીની જગ્યાએ પ્રમાણમાં ઓછુ મતદાન થયુ છે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. હવે બાકીની ૧૬૯ સીટ પર ધ્યાન કેન્દ્રિત થઇ જશે.રાજકીય પંડિતો મતદાન કોની તરફ થઇ રહ્યુ છે તે બાબત પર વાત કરવા માટે તૈયાર નથી. જા કે આ વખતે રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્ય રીતે પ્રચારમાં ચમકી રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં મોદી તો પ્રચારમાં આ મુદ્દો જ ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે મુદ્દા જુદા રહેલા છ. લોકોની વય ૧૮ વર્ષની ન હતી. હવે બાકીની ૧૬૯ સીટ પર ધ્યાન કેન્દ્રિત થઇ જશે.રાજકીય પંડિતો મતદાન કોની તરફ થઇ રહ્યુ છે તે બાબત પર વાત કરવા માટે તૈયાર નથી. જા કે આ વખતે રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્ય રીતે પ્રચારમાં ચમકી રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં મોદી તો પ્રચારમાં આ મુદ્દો જ ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે મુદ્દા જુદા રહેલા છે.