રાજેન્દ્રનગર ચોકડી થી આઈ-૧૦ કારમાં વિદેશી દારૂની ૮ બોટલો સાથે પ્રાંતિજના બે વકીલ દબોચતી પોલીસ

0
56
ગુજરાતમાં દારૂબંધી હોવાથી વિદેશી દારૂ પીનાર શોખીનો શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનમાં આવેલી હોટલો અને દારૂના ઠેકા પર પહોંચી દારૂની મહેફિલ જમાવી પરત ફરતા હોય છે રાજાપાઠમાં અનેક લોકો અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની અડફેટે ચઢતા હોવાથી જેલની હવા ખાવાનો વારો આવે છે રાજસ્થાનમાં ગુજરાત કરતા અડધી કિંમતે વિદેશી દારૂ મળતો હોવાથી દારૂના શોખીનો પરત ફરતી વખતે એક બે બોટલ વાહનમાં સંતાડીને લઇ આવતા હોવાની વાત જગ જાહેર છે મોડાસા રૂરલ પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રાજેન્દ્ર નગર ચોકડી પર બાતમીના આધારે શામળાજી તરફથી આવતી આઈ-૧૦ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની ૫ બોટલો સાથે પ્રાંતિજના બે વકીલને ઝડપી પડી બંને શખ્શો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી દારૂ સાથે ઝડપાયેલ બંને શખ્શ વકીલ હોવાથી પોલીસકર્મીઓ અચંબિત બન્યા હતા મોડાસા રૂરલ પોલીસે મંગળવારે સાંજના સુમારે શામળાજી તરફથી વિદેશી દારૂ ભરી કાર પસાર થવાની બાતમીના આધારે પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પર નાકાબંધી કરી બાતમીના આધારે આવતી આઈ-૧૦ કારને અટકાવી કારમાં તલાસી લેતા કાર (ગાડી.નં-GJ 9 BD 6843 ) માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૮ કીં.રૂ.૫૦૦૦/- જપ્ત કરી આઈ-૧૦ કારની કીં.રૂ.૩૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૬૦૦૦/- બંને પાસેથી મળી આવેલ રોકડ રકમ-૨૦૫ રૂપિયા મળી કુલ રૂ.૩૧૧૨૦૫/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧) જગદીશ કુમાર સોમાલાલ બારોટ (રહે,નાની ભગોર,પ્રાંતિજ) અને ૨)કિરીટકુમાર અમીચંદભાઈ રોહિત (રહે,જય અંબે સોસાયટી,પ્રાંતિજ) ને ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસે બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસને બંને શખ્શો પાસેથી એડવોકેટના લાઈસન્સ મળી આવ્યા હતા


અરવલ્લી 

ગુજરાતમાં દારૂબંધી હોવાથી વિદેશી દારૂ પીનાર શોખીનો શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનમાં આવેલી હોટલો અને દારૂના ઠેકા પર પહોંચી દારૂની મહેફિલ જમાવી પરત ફરતા હોય છે રાજાપાઠમાં અનેક લોકો અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની અડફેટે ચઢતા હોવાથી જેલની હવા ખાવાનો વારો આવે છે રાજસ્થાનમાં ગુજરાત કરતા અડધી કિંમતે વિદેશી દારૂ મળતો હોવાથી દારૂના શોખીનો પરત ફરતી વખતે એક બે બોટલ વાહનમાં સંતાડીને લઇ આવતા હોવાની વાત જગ જાહેર છે  મોડાસા રૂરલ પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રાજેન્દ્ર નગર ચોકડી પર બાતમીના આધારે શામળાજી તરફથી આવતી આઈ-૧૦ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની ૫ બોટલો સાથે પ્રાંતિજના બે વકીલને ઝડપી પડી બંને શખ્શો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી દારૂ સાથે ઝડપાયેલ બંને શખ્શ વકીલ હોવાથી પોલીસકર્મીઓ અચંબિત બન્યા હતા મોડાસા રૂરલ પોલીસે મંગળવારે સાંજના સુમારે શામળાજી તરફથી વિદેશી દારૂ ભરી કાર પસાર થવાની બાતમીના આધારે પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પર નાકાબંધી કરી બાતમીના આધારે આવતી આઈ-૧૦ કારને અટકાવી કારમાં તલાસી લેતા કાર (ગાડી.નં-GJ  9 BD 6843 ) માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૮ કીં.રૂ.૫૦૦૦/- જપ્ત કરી આઈ-૧૦ કારની કીં.રૂ.૩૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૬૦૦૦/- બંને પાસેથી મળી આવેલ રોકડ રકમ-૨૦૫ રૂપિયા મળી કુલ રૂ.૩૧૧૨૦૫/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧) જગદીશ કુમાર સોમાલાલ બારોટ (રહે,નાની ભગોર,પ્રાંતિજ) અને ૨)કિરીટકુમાર અમીચંદભાઈ રોહિત (રહે,જય અંબે સોસાયટી,પ્રાંતિજ) ને ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસે બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસને  બંને શખ્શો પાસેથી એડવોકેટના લાઈસન્સ મળી આવ્યા હતા.