પ્રથમ સેમિફાઇનલ ૯મીએ હશે : બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ૧૧ જુલાઈએ યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે
માનચેસ્ટર, તા.૭
આઈસીસી વર્લ્ડકપ ૨૦૧૯ની સેમિફાઇનલ મેચો માટે તખ્તો ગોઠવાઈ ચુક્યો છે જેના ભાગરુપે ભારત શ્રીલંકાને હાર આપ્યા બાદ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે અને તે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડની ટીમ સામે રમશે જ્યારે પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પરાજિત થયા બાદ ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી જતાં તે પોતાની બીજી સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે ૧૧મી જુલાઈના દિવસે રમશે. આની સાથે જ સેમિફાઇનલની રોમાંચકતા માટે કાઉન્ટડાઉનની શરૂઆત થઇ ચુકી છે. ભારતે છેલ્લી મેચમાં શ્રીલંકાને સાત વિકેટે હાર આપી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની છેલ્લી મેચ ૧૦ રને આફ્રિકા સામે ગુમાવી દીધી હતી. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર રહ્યા બાદ ત્રીજા નંબર રહેલી ઇંગ્લેન્ડની ટીમ સામે રમશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો લીગ તબક્કામાં વરસાદ પડી જવાના કારણે આમને સામને આવી શકી ન હતી. વરસાદના કારણે આ મેચ ધોવાઈ ગઈ હતી. સેમિફાઇનલની વાત કરવામાં આવે તો ઇતિહાસ ભારતીય ટીમની સાથે દેખાય છે. વિશ્વકપના ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતે હજુ સુધી સાત સેમિફાઇનલ મેચો રમી છે જે પૈકી ચારમાં જીત મેળવી છે જ્યારે ન્યુઝીલેન્ડે આઠ સેમિફાઇનલ મેચો રમી છે જેમાં એકમાં તેની જીત થઇ છે. જેથી ન્યુઝીલેન્ડને સેમિફાઇનલ માટેના ચોકર્સ તરીકે ગણવામાં આવે છે. ભારતીય ટીમ સાત વખત સેમિફાઇનલમાં પહોંચી છે જે પૈકી ત્રણ વખત જીત મળી છે. ૧૯૮૩, ૨૦૦૩, ૨૦૧૧માં તેની જીત થઇ છે જ્યારે ૧૯૮૭, ૧૯૯૬, ૨૦૧૫માં હાર થઇ છે. ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત ૨૦૧૫માં સેમિફાઇનલમાં જીત મેળવી શકી છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધારે આઠ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. રોચક બાબત એ છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ક્યારે પણ સેમિફાઇનલ મેચમાં પરાજિત થઇ નથી. પાંચ વખતની ચેમ્પયન ટીમ આ પહેલા સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ દરેક વખતે ફાઈનલમાં પહોંચી છે અને ફાઈનલમાં માત્ર બે વખત ૧૯૭૫માં વિÂન્ડઝ સામે અને ૧૯૯૬માં શ્રીલંકાના હાથે પરાજિત થઇ છે. ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો ૧૯૯૨ની એડિશન બાદ પ્રથમ વખત અંતિમ ચારમાં પહોંચી છે. છઠ્ઠી વખત ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં પ્રવેસી શકી છે.
છેલ્લા પાંચ વખતમાં ત્રણ વખત તેની જીત થઇ છે અને બે વખત હાર થઇ છે. ત્રણ વખત ફાઈનલમાં રમી હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ ક્યારે પણ વિજેતા બની શકી નથી. ૧૯૭૫ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં રમી રહી છે. ૧૯૭૫માં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી. ઓલ્ડટ્રેફર્ડ અથવા તો માનચેસ્ટર મેદાન ખાતે રમાયેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે એક મેચ રમી છે. ૧૯૭૫માં રમાયેલી આ મેચમાં ભારતની હાર થઇ હતી. આ મેદાન પર ભારતે કુલ ૧૦ મેચો રમી છે જે પૈકી પાંચમાં જીત અને પાંચમાં હાર થઇ છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાનની સામે ભારતે આજ મેદાન પર બનાવ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૩૩૬ રન આજ વર્લ્ડકપમાં બનાવ્યા છે. ડકવર્થ લુઇસ અનુસાર ભારતે આ મેચ ૮૯ રને જીતી લીધી હતી. રોહિત શર્મા આ મેદાન પર ભારત માટે સૌથી વધારે રન બનાવી ચુક્યો છે. બે મેચમાં તેના ૧૫૮ રન અને વેંકટેક્સ પ્રસાદની બે મેચમાં સૌથી વધુ સાત વિકેટ છે.