લંડન, તા. ૧૦
પ્રથમ વખત ડેટ ઉપર જવામાં ખચકાટ અનુભવ કરનાર અથવા તો ઇન્ટરવ્યૂહમાં પ્રથમ વખત ગૂંચવણભરી સ્થતિનો સામનો કરનાર લોકો માટે સારા સમાચાર છે. કારણ કે હવે સોસિયલ એક્સ રે બ્લાસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે ગ્લાસ માઈડને વાચવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ એક્સ રે ગ્લાસને ખૂબ જ મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી તરીકે માનવામાં આવે છે. લંડનમાં એક ઇન્સ્ટીટ્યુટમાં સંશોધકો આ ગ્લાસ્ટના મામલે વધુ સંશોધનમાં લાગેલા છે. એમઆઈટીના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા આ ગ્લાસમાં વિશેષ પ્રકારના કેમેરા છે જે અન્ય વ્યÂક્તના ચહેરા પરના હાવભાવને સારી રીતે વાંચી શકશે તથા તેને લઈને નિર્ણય પણ કરી શકશે. આ ગ્લાસમાં અન્ય કેટલીક વિશેષતાઓ પણ રહેલી છે. ટ્રાફીક લાઈટ સ્ટાઈલ સિસ્ટમમાં જે રીતે રેડ લાઈટનો મતલબ નકારાત્મક થાય છે. આવી જ રીતે આમાં પણ આવા સંકેત મૂકવામાં આવ્યા છે જેમાં ગ્રીનનો મતલબ આપની ડેટ બિલકુલ યોગ્ય છે. સંશોધકોનું કહેવું છે કે અન્ય વ્યક્ત સાથે વાતચીત દરમિયાન આને પહેરવાથી વધારે ફાયદો થશે. આના કારણે સામેવારી વ્યક્તના હાવભાવ જાણવામાં મદદ મળશે. ચોખાના દાણાંના કદમાં આ ગ્લાસમાં કેમેરા હશે. આ કેમેરા ગ્લાસ ફેમ સાથે જાડાયેલા હશે. નાનકડા કોમ્પ્યુટર સાથે એક વાયરથી કનેક્ટેડ હશે જે યુઝરના શરીર સાથે અટેજ રહેશે. આમા કેદ થઈ જનાર ડેટાને સારી રીતે વાચી શકાશે. આ પ્રકારના વિશેષ ગ્લાસ હજુ તૈયારીના તબક્કામાં છે. એમઆઈટી ઇલેક્ટ્રીકલ એન્જનીંયરે કહ્યું છે કે એક દિવસ એક એવા ચશ્મા બનાવી લેવામાં સફળતા મળશે જેનાથી તમામ બાબતો સરળતાથી જાણી શકાશે.