સેક્સી રિચા હવે અંડરકવર એજન્ટ તરીકે ટુંકમાં દેખાશે

0
20

મુંબઇ,તા. ૨૫
બોલિવુડની લોકપ્રિય સ્ટાર રિચા ચડ્ડા પાસે હાલમાં હાલથમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં કોર્ટ રૂમ ડ્રામા સેક્શન ૩૭૫, શકીલા બાયોપિક, અભી તો પાર્ટી શરૂ હુઇ હે, ઇનસાઇડ એજ-૨ ફિલ્મનો સમાવેશ થાય છે. ટુંકમાં રિચા પાસે જેટલી ફિલ્મો હાથમાં રહેલી છે તેટલી ફિલ્મો હાલમાં કોઇ અભિનેત્રી પાસે ફિલ્મ નથી. હવે તેની પાસે વધુ એક ફિલ્મ આવી ગઇ છે. અંડરકવર એજન્ટ બનીને એક્શન કરવા માટે રિચા ચડ્ડા તૈયાર થયેલી છે. આના માટે શુટિંગ હવે ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. એક્શન થ્રીલર ફિલ્મ કરવાને લઇને તે આશાવાદી બનેલી છે. તે પ્રથમ વખત એક્શન ફિલ્મમાં નજરે પડનાર છે. જા કે પ્રોજેક્ટના સંબંધમાં હજુ સુધી વધારે માહિતી જાહેર કરવામાં આવી નથી. એમ માનવામાં આવે છે કે આ ફિલ્મનુ નિર્દેશન અમેરિકામાં રહેતા એક ભારતીય દ્વારા કરવામાં આવનાર છે. તેઓ પ્રથમ વખત કોઇ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મમાં રિચા ચડ્ડા એક અંડરકવર એજન્ટ તરીકે નજરે પડનાર છે. જેમાં તે એક્શન સીનમાં દેખાશે. મળેલી માહિતી મુજબ ફિલ્મના કેટલાક જારદાર સીન માટે ટ્રેનિંગની જરૂર રહેશે. રિપોર્ટ મુજબ તો રિચાને કિક, બોક્સિંગ, એિજિલિટી જેવી ટ્રેનિંગ લેવી પડશે. તેને કન્ડીશનલ સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ લેવી પડશે. ફિલ્મનુ શુટિંગ નવેમ્બરમાં શરૂ કરવાની યોજના હાલના કાર્યક્રમ મુજબ નક્કી કરવામાં આવી છે. તેની પાસે અન્ય તમામ મોટા પડકારવાળી ફિલ્મ રહેલી છે. શકીલાની બાયોપિક ફિલ્મમાં પણ તે આ ફિલ્મમાં કામ કર્યા બાદ જાવા મળનાર છે. જા કે શકીલા ફિલ્મને લઇને વારંવાર માહિતી આપવામાં આવી છે. જા કે ફિલ્મનુ શુટિગ શરૂ કરવામા ંઆવ્યુ નથી. રિચા પોતાની એકટિંગ કુશળતાના કારણે હમેંશા ચર્ચામાં રહી છે. તેના જુદા જુદા વિવાદો પણ રહ્યા છે.