લગ્ન હોય કે તહેવાર મહેંદી વગર દરેક ખાસ ક્ષણ અધુરી લાગે છે. મહેંદી જો ડાર્ક રચાય તો તેને ઊંડા પ્રેમની નિશાની માનવામાં આવે છે. આવામાં દરેક યુવતી અને મહિલા એ જ ઈચ્છે છે કે તેની મહેંદીનો રંગ સૌથી ઊંડો રહે.મહેંદીથી રચેલા હાથ કોણે નથી ગમતા ? જેમના હાથમાં મહેંદી લાગે છે તેઓ તેના રંગને વધુ ડાર્ક થાય તેની આશામાં લાંબા સમય સુધી હાથ પગ ધોયા વગર રાહ જુએ છે. પતિઓને પણ પોતાની પત્નીના મહંદી થી સજેલા ભીની ભીની ખુશ્બુવાળા હાથ ખૂબ જ ગમે છે અને આ તેમના સંબંધોને વધુ રોમાંટિક બનાવી દે છે.
1 મહેંદી લગાવતા પહેલા હાથને સારી રીતે સ્વચ્છ કરો અને નીલગીરિ કે મહેંદીનુ તેલ જરૂર લગાવો.
આ તેલ બજારમાં સહેલાઈથી મળી જાય છે.
2. મહેંદીને તમે જેટલી વધુ સમય હાથમાં લગાવીને રાખી શકો છો એટલી રાખી મુકો પણ ઓછામાં ઓછા 5 કલાક સુધી મહેંદી એ જ રીતે લાગેલી રહેવા દો. તેને ઉખાડો નહી.
3. મહેંદી જ્યારે સાધારણ સુકાય જાય ત્યારે તેના પર લીંબુ અને ખાંડનુ મિશ્રણ લગાવો. જેથી તે સુકાયા પછી પણ નીકળે નહી. આ મિશ્રણનો પ્રયોગ મહેંદીના પોતાના સ્થાન પર ચિપકાવી રાખવા માટે થાય છે.
4. જ્યારે પણ મહેંદીને પોતાના હાથ વડે કાઢો ત્યારે હાથ પર પાણી ન લાગવા દો. નહી તો મહેદીનો રંગ ડાર્ક થવાની શક્યતા ઓછી થઈ જશે.
5. મહેંદીનો રંગ હળવો થતા તમે તેના પર બામ, આયોડેક્સ, વિક્સ કે સરસવનુ તેલ લગાવી લો. આ બધી વસ્તુઓ હથેળીને ગરમાહટ આપે છે. જેનાથી મહેંદીનો રંગ ધીરે ધીરે ઊંડો થઈ જાય છે.
6. તમે જો ચાહો તો મહેંદીવાળા હાથ પર લવિંગનો ધુમાડો પણ લઈ શકો છો. લગ્નમાં આ રીત મહેંદીને ડાર્ક કરવા માટે અપનાવાય છે.
આ ઉપરાંત લોકો મહેંદી પર અથાણાનું તેલ પણ લગાવે છે.
7. મહેંદીનો રંગ ડાર્ક કરવા માટે એક પારંપારિક અને વ્યવસાયિક રીત છે ચુનો. જી હા પાણી લગાવ્યા વગર મહેંદીવાળા હાથ પર ચુનો રગડવાથી પણ મહેંદીનો રંગ ડાર્ક થાય છે.
8. મહેંદીનો રંગ ડાર્ક કરવા માટે એક ખૂબ સારી ટ્રિક છે કે જ્યારે તમે મહેંદી લગાવો છો ત્યારબાદ તેને સાધારણ સુકાવવા દો અને પછી કોઈ ધાબલા કે રજાઈથી મહેંદીને ઢાંકી દો. જો રાત્રે મહેંદી લગાવી હોય તો સૌથે સારી વાત એ છે કે રજાઈ ઓઢીને સૂઈ જાવ. આવુ કરવાથી ગરમી મળશે અને મહેદીનો રંગ ડાર્ક થશે.
9. જો તમે ચાહો છો કે મહેંદી સારી રીતે રચાય તો તેને સુકાવવાની ઉતાવળ ન કરો. જલ્દી સૂકાતા મહેંદી જલ્દી ઉખડવા માંડે છે અને રંગ ચઢતો નથી. તેથી તેને પ્રાકૃતિક રીતે જ સુકવવા દો.
10. કોઈપ્ણ કાર્યક્રમ કે તહેવાર પર મહેંદી લગાવતી વખતે ધ્યાન રાખો કે કાર્યક્રમના એક કે બે દિવસ પહેલા જ મહેંદી લગાવો. જેથી તેનો રંગ યોગ્ય સમય પર ડાર્ક થઈ જાય.