હવે પાકિસ્તાનના સ્પીડસ્ટાર મોહમ્મદ આમીરની નિવૃત્તિ

0
42
મોહમ્મદ આમીરે ૩૬ ટેસ્ટ મેચોમાં ૧૧૯ વિકેટો ઝડપી હતી ઃ ૨૭ વર્ષની વયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

ઇસ્લામાબાદ, તા. ૨૬
પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમીરે આજે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇને તમામને ચોંકાવી દીધા હતા. ૨૭ વર્ષીય આ ઝડપી બોલર મોહમ્મદ આમીર હવે સંપૂર્ણપણે વનડે ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. મર્યાદિત ઓવરની મેચોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની તેની યોજના રહેલી છે. આજ કારણસર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની મોહમ્મદ આમીરે જાહેરાત કરી દીધી છે. મોહમ્મદ આમીરે પોતાના નિવૃત્તિ અંગેના નિર્ણય ઉપર નિવેદન જારી કરીને કહ્યું છે કે, ક્રિકેટના ટોપના સ્તર પર પાકિસ્તાન તરફથી રમવાની બાબત તેમના માટે સિદ્ધિ સમાન છે પરંતુ હવે તે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટમાં સામેલ રહેવા માટે ઇચ્છુક નથી. સફેદ બોલ સાથે વનડે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેની યોજના છે. આમીરે કહ્યું હતું કે, પાકિસ્તાન માટે રમવાની બાબત તેના માટે હંમેશા ગર્વ સમાન રહી છે. હવે તે વનડે અને ટ્‌વેન્ટી ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. સાથે સાથે ફિટનેસ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. પોતાના દેખાવને સુધારી શકાય તેને લઇને તે આશાવાદી છે. આગામી વર્ષે યોજાનાર આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપમાં પણ તે સામેલ છે. ઝડપી બોલરે કહ્યું છે કે, ટેસ્ટ ક્રિકેટથી અલગ થવાનો નિર્ણય કરવાની બાબત તેના માટે સારી રહી નથી. આ નિર્ણય લેવામાં તેને તકલીફ પડી છે પરંતુ ટુંક સમયમાં જ આઈસીસી વર્લ્ડ ચેÂમ્પયનશીપની શરૂઆત થવા જઇ રહી છે. પાકિસ્તાનમાં કેટલાક નવા સારા બોલરો આવી રહ્યા છે. આવી Âસ્થતિમાં ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ લેવાની બાબત હેરાન કરે તેવી છે પરંતુ પસંદગીકારોને પોતાની યોજના ઉપર કામ કરવાની તક મળે તે હેતુસર આ નિર્ણય કરી રહ્યો છે. ૨૭ વર્ષીય આમીરે પાકિસ્તાન માટે ૩૬ ટેસ્ટ મેચો રમી છે અને ૧૧૯ વિકેટો ઝડપી છે જ્યારે ૫૯ વનડે મેચોમાં ૭૭ વિકેટ ઝડપી છે. ટી-૨૦માં તેના રેકોર્ડની વાત કરવામાં આવે તો ૪૨ મેચોમાં તે ૫૫ વિકેટ પોતાના નામ ઉપર કરી ચુક્યો છે. વનડે મેચોમાં એક વખત પાંચ વિકેટ તે ઝડપી ચુક્યો છે. બેટિંગમાં પણ જરૂરિયાતના સમયે તે કામ લાગ્યો હતો. એક ઇનિંગ્સમાં આમીરની શ્રેષ્ઠ બોલિંગ ૪૪ રન આપીને છ વિકેટ છે. આ લેફ્ટઆર્મ ઝડપી બોલરે શ્રીલંકાની સામે ૨૦૦૯માં ટેસ્ટ મેચમાં કેરિયરની શરૂઆત કરી હતી. આ વર્ષે જાન્યુઆરી ૨૦૧૯માં આફ્રિકા સામે જાહાનિસબર્ગમાં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી.