ઓટો મોબાઇલ કંપનીઓના શેરમાં હાલત ખુબ જ કફોડી ઃ સરકારના જુદા જુદા નિર્ણયોની શેરબજાર પર અસર : નિફ્ટીમાં ૯૫ પોઇન્ટનો થયેલ ઘટાડો
મુંબઈ, તા. ૨૮
શેરબજારમાં આજે ભારે અફડાતફડી વચ્ચે મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. સરકાર હવે ઇન્ટરનલ કોમ્બ્યુશન વાહનો માટે રજિસ્ટ્રેશન અને રિન્યુવલ ચાર્જમાં વધારો કરવાની તૈયારી છે તેવા હેવાલ આવ્યા બાદ ઓટો મોબાઇલ કંપનીઓના શેરમાં તીવ્ર કડાડો બોલી ગયો હતો. કારોબારમાં ભારે ઉથલપાથલ રહ્યા હાદ સેંસેક્સ અંતે ૧૯૬ પોઇન્ટ ઘટીને ૩૭૬૮૬ની નીચી સપાટી પર રહ્યો હતો.આવી જ રીતે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૧૧૮૯ની નીચી સપાટી પર રહ્યો હતો. ઓટોમોબાઇલના શેરમાં વેચવાલી જામી હતી. તાતા મોટર્સ, બજાજ ઓટો, મારૂતિ સહિતના શેરમાં જારદાર કડાકો બોલી ગયો હતો. જા કે આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને એચસીએલના શેરમાં તેજી જામી હતી. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી મિડકેપ ઇન્ડેક્સમાં ૯૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૭૬૩ રહી હતી. આવી જ રીતે એસએન્ડપી બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૯૨૬ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો આજે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ખરાબ Âસ્થતી રહી હતી. તેમાં ૩.૬ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૮ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી રિયાલિટી, પીએસયુ બેંક અને એફએમસીજી ઇન્ડેક્સમાં એક ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. હાલમાં કેટલાક પ્રતિકુળ નિર્ણય શેરબજારને અસર કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાના સરકારના નિર્ણયના કારણે પણ ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદી જાવા મળી રહી છે. ત્રિમાસિક ગાળાના કમાણીના નબળા આંકડા, જીએસટી કાઉÂન્સલના નિર્ણય અને અન્ય કેટલાક પરિબળોના કારણે શેરબજારમાં હાલત કફોડી બનેલી છે. સરકારની એફપીઆઇ સરચાર્જની દરખાસ્તના કારણે પણ રોકાણકારો ચિંતાતુર દેખાઇ રહ્યા છે. સરકાર આ દિશામાં આગળ વધવા માટે મક્કમ છે. ડઝન જેટલી નિફ્ટીની કંપનીઓના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે એÂક્સસ બેંક, હિરો મોટોના પરિણામ જાહેર કરાશે. યુપીએલ, આઈઓસીના પરિણામ બુધવારે અને એસબીઆઈ, આઈટીસી, એચડીએફસી, ભારતી એરટેલ અને પાવરગ્રીડના પરિણામ શુક્રવારે જાહેર કરાશે. એનએમડીસી, અશોક લેલેન્ડ અને ડીએચએફએલ દ્વારા પણ આ સપ્તાહમાં જ તેમના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થશે. જીએસટી કાઉÂન્સલની બેઠક શનિવારના દિવસે યોજાઈ હતી જેમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉÂન્સલની મહત્વપૂર્ણ બેઠક શનિવારના દિવસે મળી હતી. જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણ બાદ ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દરને ૧૨%થી ઘટાડીને ૫% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર પર જીએસટી ૧૮%થી ઘટાડીને ૫% કરી દેવાયો છે. નવા દર ૧લી ઓગષ્ટથી લાગુ કરવામાં આવશે. આજે કારોબાર દરમિયાન આઇસીઆઇસીઆઇ બેંકના શેરમાં પાંચ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જુલાઈ મહિનામાં હવે વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે હજુ સુધી ૩૭૫૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. બજેટ ૨૦૧૯-૨૦માં જાહેર કરવામાં આવેલા સુપરરિચ ટેક્સ સહિત વિવિધ પગલાની અસર દેખાઈ રહી છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પહેલીથી ૨૬મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇÂક્વટીમાંથી ૧૪૩૮૨.૫૯ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે પરંતુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૧૦૬૨૪.૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જેથી કુલ પરત નાણાં ખેંચવાનો આંકડો ૩૭૫૮.૪૪ કરોડનો રહ્યો છે.