ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં ઘટાડો : સેંસેક્સની સાથે નિફ્ટીમાં પણ ૯૧ પોઇન્ટનો ઉલ્લેખનીયરીતે ઘટાડો
મુંબઈ, તા. ૧૮
શેરબજારમાં આજે જારદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડા મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે જેથી રોકાણકારોનો આત્મવિશ્વાસ ગગડી ગયો છે. પÂબ્લક સેક્ટર બેંકો, ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં જારદાર વેચવાલી જાવા મળી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ઘટીને ૩૮૮૯૭ની નીચી સપાટીએ રહ્યો હતો. યશ બેંક, તાતા મોટર્સ, મારુતિના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો જ્યારે એચડીએફસી, એચડીએફસી બેંક, આઈટીસીના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૯૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૫૯૭ની સપાટી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૭૯ પોઇન્ટની નીચી સપાટી થઇ જતાં તેની સપાટી અંતે ૧૪૩૬૪ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૧૫૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૫૮ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૩.૧૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૭૪ ટકાનો અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૪૬ ટકાનો ઘટડો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે નવેસરથી ટ્રેડવોરને લઇને પણ ચિંતા વધી ગઈ છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને ૨૩ મહિનાની નીચે સપાટીએ પહોંચી જતા રાહતના સમાચાર મળ્યા છે. ફુગાઓ ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાઓ મે મહિનામાં ૨.૪૫ ટકા હતો. જે હવે જુન મહિનામાં ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. જુન ૨૦૧૮માં આ આંકડો ૫.૬૮ ટકા હતો. આવી જ રીતે જુન મહિના માટેના રિટેલ ફુગાવાના આંકડા શુક્રવારના દિવસે જારી કરાયા હતા. સતત છઠ્ઠા મહિનામાં તેજીનાવલણ સાથે જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો વધીને ૩.૧૮ ટકા થઇ ગયો છે. એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી ૩૫૫૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. ઇક્વટીમાંથી એફપીઆઈ દ્વારા ૪૯૫૩.૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ ડેબ્ટ માર્કેટમાં ૮૫૦૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જ ૩૫૫૧.૦૧ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જુલાઈ મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલીનું વલણ અપનાવ્યું છે. એફપીઆઈ દ્વારા ૪૯૫૪ કરોડ રૂપિયાની કિંમતના ઇક્વટીનું વેચાણ કર્યું છે. શેરબજારમાં ગઇકાલે ઉથલપાથલ સાથે કારોબાર ચાલ્યો હતો. જા કે, કારોબારના અંતે સેંસેક્સ ૮૫ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ૮૫ પોઇન્ટ રિકવર થઇને ૩૯૨૧૬ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૨૫ પોઇન્ટ રિકવર થઇને ૧૧૬૮૭ની સપાટીએ રહ્યો હતો. ૨૧ કંપનીઓના શેરમાં તેજી રહી હતી.