બીજી બેંકોના એટીએમથી ઉપાડ પર હવે ઓછો ચાર્જ

0
27

નવી દિલ્હી,તા. ૩૦
એનઇએફટી અને આરટીજીએસ પર પૈસા ટ્રાન્સફર કરવાને લઇને લાગતા ચાર્જને ખતમ કરી દીધા બાદ હવે આરબીઆઇ બીજી બેંકોના એટીએમમાંથી પૈસા ઉપાડતી વેળા લાગતા ચાર્જને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે.સુત્રોના કહેવા મુજબ આની જાહેરાત ટુંક સમયમાં જ કરવામા ંઆવનાર છે. આની તૈયારી કરી લેવામાં આવી છે. આની સત્તાવાર જાહેરાત આગામી મહિનામાં કરવામાં આવી શકે છે. હકીકતમાં એટીએમ ચાર્જની સમીક્ષા કરવા માટે બનાવવામાં આવેલી કમિટીએ તેનો હેવાલ તૈયાર કરી લીધો છે. આ કમિટી દ્વારા ટુંક સમયમાં જ વધારે વિગત જાહેર કરવામાં આવી શકે છે. કમિટી દ્વારા ચાર્જ ઘટાડી દેવા માટેની ભલામણ કરવામાં આવી છે. કમિટી ટુંક સમયમાં જ તેનો હેવાલ આરબીઆઇને સુપ્રત કરી શકે છે. સુત્રોના કહેવા મુજબ એટીએમ ચાર્જને પૂર્ણ રીતે દુર કરવામાં આવનાર નથી. બલ્કે ઓછો કરવામાં આવનાર છે. કમિટીએ આ આધાર પર ઇન્ટરચેંજ ફી માળખાની સમીક્ષા કરી છે કે છેલ્લા કેટલાક સમયથી એટીએમનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ઇન્ટરચેંજ ફી માળખાતી નક્કી કરવામાં આવે છે કે બીજી બેંકોના એટીએમનો ઉપયોગ કરવા પર ગ્રાહકોને કેટલો ચાર્જ ચુકવવો પડે છે. હાલમાં બીજી બેંકોના એટીએમતી ટ્ર્‌ાન્જેક્શન પર એક નક્કી કરવામાં આવેલી સંખ્યા સુધી કોઇ ચાર્જ વસુલ કરવામાં આવતો નથી. આ મર્યાદા પાર કરી લીધા બાદ બેંકો દ્વારા ફી વસુલ કરવામાં આવે છે. દરેક બેંક દ્વારા આના માટે પોતાની રીતે માળખુ તૈયાર કરી લીધુ છે. કેટલીક ખાનગી બેંકો વર્તમાન સમયમાં મેટ્રો શહેરોમાં મહિનાના પ્રથમ ત્રણ ટ્રાન્જેક્શન પર કોઇ ચાર્જ વસુલ કરતા નથી. જ્યારે અન્ય શહેરોમાં પાંચ ટ્રાન્જેક્શષન પર ફ્રી સેવા આપવામાં આવે છે. ત્યારબાદ પ્રતિ ટ્રાન્જેક્શન પર ૨૦ રૂપિયા વસુલ કરવામાં આવે છે. નોન ફાયનાÂન્સયલ ટ્રાન્જેક્શન પર આ ૮.૫૦ રૂપિયા છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ દ્વારા છ મોટા મેટ્રો શહેરોમાં મહિનાના ત્રણ ટ્રાન્જેક્સન મફ્ત રાખ્યા છે ત્યારબાદ અન્ય જગ્યા પર પહેલા પાંચ ટ્રાન્જેક્શન મફ્ત રહે છે. ત્યારબાદ બેંક ૨૦ રૂપિયાના દરે ટ્રાન્જેક્સન્ પર વસુલી કરવામાં આવે છે. સામાન્ય લોકોને આના કારણે રાહત થઇ શકે છે. બીજી બેંકોના એટીએમથી પૈસા ઉપાડવા પર ચાર્જ ઓછો કરવાની વાત ચાલી રહી છે. જા આવુ કરવામાં આવશે તો સામાન્ય લોકોને મોટી રાહત મળી શકે છે. હવે તમામની નજર નિર્ણય પર કેન્દ્રિત થઇ ગઇ છે. એટીએમ ચાર્જની સમીક્ષા કરવા માટેની કમિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાસા પર વિચારણા કરવામાં આવી રહી હતી. હવે કમિટી દ્વારા હેવાલ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આરબીઆઇ સામાન્ય લોકોની તકલીફ પર વધુને વધુ ધ્યાન આપી રહી છે. આ નિર્ણય પર જા વહેલી તકે નિર્ણય કરાશે તો એટીએમનો વધુ ઉપયોગ કરનાર લોકોને રાહત થશે. સાથે સાથે એટીએમનો ઉપયોગ વધારે ગતિ સાથે વધી શકે છે.