Monday, December 23, 2024
HomeGujaratAhmedabadજીટીયુ શિક્ષણમાં ગાંધીગીરીના પાઠ શીખવવા માટે તૈયાર થયું

જીટીયુ શિક્ષણમાં ગાંધીગીરીના પાઠ શીખવવા માટે તૈયાર થયું

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

વિદ્યાર્થીઓ એપોઇન્ટમેન્ટ લઇ ખુબ સરળરીતે માઇગ્રેશન, માર્કશીટ સહિત સર્ટિ મેળવી શકશે : વિદ્યાર્થી પોર્ટલ શરૂ

અમદાવાદ, તા.૩૦
દેશભરમાં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા પણ કંઇક અનોખી રીતે ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણી અને તેના ઉપલક્ષ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકમાં, જીટીયુ પણ હવે શિક્ષણક્ષેત્રમાં ગાંધી મૂલ્યો અને આદર્શોને રજૂ કરી વિદ્યાર્થીઓને ગાંધીગીરીની પાઠ શીખવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ૧૫૦ જેટલી વ્યાખ્યાનમાળા, ૧૫૦ જેટલા સ્ટાર્ટઅપ્સનું રજિસ્ટ્રેશન, ૧૫૦ જેટલા સાયબર સીકયોરીટી સેમીનાર સ્વયં કોર્સ સેમીનાર ૧૫૦, વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહી, જીટીયુ દ્વારા ગુજરાતભરના છેવાડાના વિદ્યાર્થીઓને જરૂર પડતા માઇગ્રેશન, બેકલોગ, લેંગ્વેજ સહિતના વિવિધ સર્ટિફિકેટ્‌સ મેળવવા ધક્કા ના ખાવા પડે તે હેતુથી એપોઇન્ટમેન્ટ લઇને આગોતરી જાણ કરી સરળતાથી અને સમયસર આવા કોઇપણ સર્ટિફિક્ેટ્‌સ મેળવી શકે તે હેતુથી ખાસ પ્રકારના સ્ટુન્ડન્ટ એડમીન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે એમ અત્રે જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવીનભાઇ શેઠ અને કુલસચિવ ડો.કે.એન.ખેરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીટીયુ એ રાજયની સૌથી વધુ સંલગ્ન કોલેજા ધરાવતી એકમાત્ર યુનિવર્સિટી છે. જેમાં એન્જનીયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ સહિતનું શિક્ષણ આપતી ૪૫૭થી વધુ કોલેજા જાડાયેલી છે. જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અને શૈક્ષણિક આદાનપ્રદાન માટે દર વર્ષે અલગ અલગ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવતા હોય છે, જેમાં જૂલાઇ-૨૦૧૯ સુધીમાં ચાલુ વર્ષે આવા ૧૩ એમઓયુ કરવામાં આવ્યા છે. જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવીનભાઇ શેઠ અને કુલસચિવ ડો.કે.એન.ખેરે વધુમાં ઉમેર્યું કે, આ વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની અનોખી ઉજવણી કરવાના ભાગરૂપે ગાંધી વિચારધારા અને ગાંધીજીવનની વિદ્યાર્થીઓ અને વાલીઓને ઝાંખી થાય તેવા ઉમદા આશય સાથે જુદા જુદા નિષ્ણાતો અને મહાનુભાવો મારફતે ગાંધી અને ગીતા, રામનામ અને સમરસતા, ગાંધીજી અને રામનામ, ગૌરક્ષા અને ગાંધી વિચાર, ગાંધીજીની નજરે હિન્દુ સંસ્કૃતિ, ગાંધીજીના રાષ્ટ્રવિચારો, રામરાજય અને ગાંધીજી અને હિન્દી વિશેના ગાંધી વિચાર સહિતના ઉંચા વિષયો પર ખાસ ૧૫૦ વ્યાખ્યાન માળા યોજાશે. ઉપરાંત, જીટીયુ ઇનોવેશન કાઉન્સીલ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૫૦ સ્ટાર્ટ અપ્સને સપોર્ટ કરવાનું ટાર્ગેટ રખાયું છે ત્યારે ૧૫૦ સ્ટાર્ટઅપ્સના રજિસ્ટ્રેશનની કવાયત પણ હાથ ધરાશે. આ સિવાય આજના ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના યુગમાં રાજયમાં સાયબર સીકયોરીટીની તાતી જરૂરિયાત અને ડિમાન્ડ વધી હોવાથી જીટીયુ દ્વારા ગુજરાત પોલીસ, સીઆઇડી ક્રાઇમ બ્રાંચ અને રેલ્વે તંત્રની મદદથી આ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ખાસ પ્રકારે ૧૫૦ જેટલા સાયબર સીકયોરીટી સેમીનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજયમાં જુદા જુદા સેન્ટર અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ સેમીનાર યોજી વિદ્યાર્થીઓ અને વાલીઓને સાયબર સીકયોરીટી, ઓનલાઇન ટ્રાન્ઝેકશન, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ કોમ્યુનીકેશન સહિતના વિષયોની બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવશે.

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here