અમદાવાદ : હળવા વરસાદી ઝાટપાથી વાતાવરણમાં ઠંડક

0
79

અમદાવાદ, તા.૩૧
અમદાવાદ શહેરમા આજે પણ યથાવત રીતે ઝરમરથી મધ્યમ વરસાદ યથાવત રીતે જારી રહ્યો છે. આજે બુધવારના દિવસે સવારે વરસાદ જારી રહ્યો છે. રાત્રી ગાળા દરમિયાન પણ વરસાદ જારી રહ્યો હતો.વરસાદી માહોલ અકબંધ રહેતા લોકો ખુશ દેખાઇ રહ્યા છે. અમદાવાદમાં સિઝનમાં હજુ સુધી માત્ર ૧૭૨ મીમી એટલે કે સવા છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સિઝનમાં કુલ ૩૨ ઇંચની આસપાસ વરસાદ થાય છે જેની સામે વર્તમાન સિઝનમાં વરસાદનો આંકડો નહીવત સમાન રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર આજે વહેલી સવારથી જ જારદાર ધોધમાર વરસાદ ત્રાટકયો હતો. શહેરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા દિવસ દરમ્યાન ચાલુ રહ્યા છે. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સૌથી વધુ ફરિયાદો જાવા મળી હતી.ત જયારે પશ્ચિમ વિસ્તારમાં કેટલાક માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદની સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ભુવા અને ખાડા પડવાના બનાવો પણ ચાલુ રહ્યા હતા. સમગ્ર દિવસ દરમ્યાન વરસાદ ચાલુ રહેતાં શહેરીજનો ખાસ કરીને વાહનચાલકો માર્ગોમાં કયાંક અટવાયા હતા. તો, ઘણા લાંબા સમય બાદ મેઘરાજાએ સારી મહેર વરસાવતાં શહેરીજનો માર્ગો પર વરસાદી માહોલની મોજ માણવા લટાર મારવા નીકળ્યા હતા.
શહેરમાં ધોધમાર વરસાદના કારણે નગરજનોમાં એકંદરે ખુશીની લાગણી પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહીના મુજબ, રાજયના અન્ય વિસ્તારોની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ઝરમરથી મધ્યમ વરસાદી ઝાપટા દિવસ દરમિયાન પડી રહ્યા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક જાવા મળી રહી છે.